Book Title: Aho Shruta gyanam Paripatra 34
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ 'જ્ઞાન પાંચમ શી રીતે ઉજવી શકાય ? જ્ઞાન પાંચમ હવે નજીકમાં જ છે, એ અવસરે તેની ઉજવણી બાબત કંઇક વિચારીએ.. નવો અભિગમ પણ અપનાવીએ. સામાન્યથી એ દિવસે શ્રીસંઘોમાં એક કે વધુ આગમાદિ ગ્રંથોનું પ્રદર્શન કરાય છે. અથતિ બહુમાનપૂર્વક ગોઠવવામાં આવે છે. લોકો આવી ત્યાં રહેલ વાસક્ષેપ દ્વારા એનું પૂજન કરે છે. નોટ-પેન-પેન્સીલ-રબર-છુટા કાગળીયા વગેરે જ્ઞાનના ઉપકરણો ત્યાં ભક્તિ-બહુમાનરવરૂપે રાખે છે. જ્ઞાન પાંચમી દિન પૂર્ણ થતાં બધા ગ્રંથો પેક કરીને ભંડારમાં યોગ્ય સ્થાને મૂકી દેવાય છે. કાગળીયા-નોટ-પેન-૨બર-પેન્સીલ વગેર ઉપાશ્રયના એક કબાટમાં મૂકી રખાય. ક્યારેક કોઇફ મહાત્માને જરૂર હોય તો એમાંથી લાભ લેવાય છે અથવા તો છેલ્લે એનો નિકાલ કરી જ્ઞાનદ્રવ્યના રૂપિયા ઉભા કરી દેવાય છે. - જ્ઞાન પાંચમ એક મહત્વના પર્વ રવરૂપે પરાપૂર્વથી પ્રચલનમાં છે. પાંચ વરસ અને પાંચ મહિના તેની આરાધના હોય છે. આ જ્ઞાન પાંચમના દિવસથી તેની શરૂઆત કરી શકાય છે. તેમાં દર સુદ પાંચમે જ્ઞાનના એકાવન ખમાસમણા, કાઉસગ્ગ, સાથીયા, પ્રદક્ષિણા તથા ૨૦નવકારવાળી ગણવાની હોય છે. ત્રણ ટાઇમ દેવવંદન, ઉભયટંક પ્રતિક્રમણ વગેર તો ખરું જ.. અહીં વિચારણા એ કરવી છે કે જ્ઞાનની ઉપરોક્ત આરાધના તો છે જ, પણ એ દિવસે આ રીતે જ્ઞાનનું પૂજન વિગેરે શી રીતે શરૂ થવું? અલબત્ત, આ દિવસે જ્ઞાનનું પૂજન યુક્તિયુક્ત ઉપાદેય જ છે. પણ એ શરૂ થવાના કેટલાક કારણો આ પ્રમાણે જાણી શકાય. ૧૩-૧૪ સદી પછીથી જ્યારે ગ્રંથો લખવાનું પ્રમાણ અનેકગણું વધ્યું. એ માટે લેખન સામગ્રી રૂપે તત્કાલીન હાથવણાટના કાગળ, બરુ, કલમ વગેરેની જરૂરિયાતના ઉપાય રૂપે જ્ઞાનનું લેખનનું મહત્વ શ્રીસંઘમાં સવિશેષરૂપે પ્રસ્થાપિત થયું.. અને તેના જ પરિણામે આપણને આજે પણ સમૃદ્ધ ઋતવારસો મળી રહે છે. જો કે આજના યુગમાં તો શ્રુતલેખન પર ભાર મૂકવો એ ઘણી મોટી ગંભીર ગેરસમજ જ ગણાશે.. જે તે કાળે, જે તે પરિસ્થિતિઓ બદલાતાં, કાર્ય-અનાર્યના ધારા ધોરણો બદલાતા જાય છે. એમાં જડતા કામ લાગતી નથી. આજના કાળે શ્રુતલેખનનો આગ્રહ રાખતાં કેવા અનિષ્ટા સર્જાય છે, સર્જાઇ શકે છે. એની વિસ્તારથી વિચારણા અમારા ગત વર્ષના અહો! શ્રુતજ્ઞાનમ ના અંકો પરથી જાણી શકાય છે. જે અમારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તથા અમારી પાસેથી પણ તે મળી શકશે. જેઓને જોવા-જાણવાની ઉત્સુક્તા હોય અને સત્ય તથ્ય સમજવું હોય તો અમારો સંપર્ક કરી શકો છે. અહીં આ વાતનો ખુલાસો એટલા માટે કે, હાલ કેટલાક સંઘોમાં જ્ઞાનપૂજનમાં હસ્તલિખિત માટેના કાગળ, કલમ વગેરે મૂકાવવાની પ્રવૃતિ શરૂ થઇ છે, પણ હસ્તલેખન જ જ્યારે વિચારણીય છે, ત્યારે આને પ્રોત્સાહન આપવાની શી જરૂર ? આપણે મૂળ મુદ્દે વિચારીએ તો, જ્ઞાનપંચમીની વર્તમાન જ્ઞાનપૂજનની પરંપરાના મૂળમાં આપણે જવું છે. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો જ્ઞાનભંડારમાં સચવાયેલા હોય..કેટલાક મુખ્ય જ્ઞાનભંડારો વધુ વપરાશમાં હોય, જ્યારે બાકીના ભંડારોમાં તો વર્ષ દરમ્યાન જાળા-બાવા-ધૂળ વગેર લાગી ગયા હોય.. આવા પર્વના મહત્વના દિવસના અનુસંધાનમાં દિવાળીના દિવસોમાં ગૃહસ્થો જેમ આખા ઘરની સાફ-સફાઇ કરી વ્યવસ્થિત ચોખ્ખું કરે છે એમ, સકળ શ્રી સંઘે ભેગા મળીને જ્ઞાનભંડારની હસ્તપ્રતો-દાબડાઓની શુદ્ધિ કરવાની હોય છે. જેને ભેજ વગેરે લાગ્યા હોય તેને આસોના ભારે તડકામાં સૂકવી દેવાના હોય, અહો ! શ્રુSિTR( = 3જી જ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8