Book Title: Aho Shruta gyanam Paripatra 34
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ 'ધ રીયલ યુનીવર્સ:- સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ | દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ. હીરરત્નવિજયજીની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓના શિષ્ય શ્રી ચારિત્રર્તનવિજયજી મ. સા. દ્વારા અથાગ મહેનત અને . પરિશ્રમદ્વારા જૈન ભૂગોળના સર્વાગી પરિચય આપતો ગ્રંથ હિન્દીમાં અનેક બહુરંગી ચિત્રો સહિત તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તિર્થંકર ભગવંતો દ્વારા પ્રરૂપણા કરેલ વિશ્વ અને ત્રણ લોકનું વિસ્તૃત વર્ણન છે. આગમ અને પ્રકરણ ગ્રંથોના દોહન કરીને 200 લેખોની સાથે 400 બહુરંગી ચિત્રો સાથે તેમજ તારાતંબોળ જેવી પ્રાચીન નગરીઓના વર્ણન દ્વારા પાંચ ભાગમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આવો જૈન ખગોળ ભૂગોળના અદ્ભુત ગ્રંથનું ભારતના જુદા જુદા શહેરોમાં આવેલ 200 સંઘમાં આચાર્ય ભગવંતોની નિશ્રામાં આસો સુદ પાંચમના રોજ વિમોચન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં શ્રી ઓસવાલ ભવન-શાહીબાગ ખાતે દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા.ની નિશ્રામાં વિદ્વાનો; પંડિતો, સાયન્ટીસ્ટો, શ્રેષ્ઠીઓની હાજરીમાં વિશિષ્ટ વિમોચન સમારોહ યોજવામાં આવેલ. જેમાં પડિતવર્ય ડૉ.જીતેન્દ્રભાઇ શાહ, પદ્મશ્રી ડૉ, કુમારપાળભાઇ દેસાઇ, ઇસરોના સાયન્ટીસ્ટ શ્રી સુરેન્દ્રભાઇ પોખરાણા, પંડિતશ્રી ભાવેશભાઇ, શા. બાબુલાલ સરેમલ તેમજ ગુજરાત રાજ્ય માહિતી કમીટનર શ્રી એસ.બી.રાવલ સાહેબ વિગેરે મહાનુભાવ હાજર રહેલ. શ્રુત વધામણા:- શ્રી ગીરધરનગર જૈન સંઘના ઉપક્રમે શાશ્વતી નવપદની ઓળીમાં જ્ઞાનપદના દિવસે રવિવાર તા. ૨૫-૧૦-૨૦૧૫ના રોજ શ્રત વધામણનો સુંદર પ્રસંગ ઉજવાયો, જેમાં દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરિજીની નિશ્રામાં તેઓના પ્રશિષ્ય પૂ. મુનિરાજ શ્રી યશરત્નવિજયજી મ. સા. સંપાદિત સાત ગ્રંથોનું વિમોચન કરવામાં આવેલ, તેમજ શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયનું સર્વ પ્રથમસંસ્કૃત ત્રિમાસિક સેતુબંધના પહેલા અંકનું પણ વિમોચન થયેલ છે. તેમાં પ્રાચીન તથા અવચિન સંસ્કૃત કૃતિઓનું સંપાદન કરીને બહુરંગી ચિત્ર સાથે આકર્ષક ડીઝાઇનમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. અનુમોદના સહ અભીનંદના આગમી અંક સં-૨૦૦૨ અષાઢ સુદ-૫ ના રોજ પ્રકાશશિત થશે. Printed Matter BookPosted 11417) U/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાન ) પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહી ! ભુલશા = 34 9

Loading...

Page Navigation
1 ... 6 7 8