Book Title: Aho Shruta gyanam Paripatra 32
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ૩ મહિનાની ફી ૨૫૦ થી ૫૦૦ રૂા. લેવી અને ૫૦ દિવસ હાજરી આપે (તે પણ ૧ દિવસ ની ઓછામાં ઓછી પોણો કલાક) તેને બહુમાન રૂપે તે ફી પરત કરવી. ઓછી હાજરી વાળીની ફી જપ્ત કરવી. (આર્થિક નબળાં બાળકોને રાહત આપી શકાય.) (૪) એક શિક્ષકના એક કલાકના એક વર્ષમાં ૨૦ થી વધુ બાળકો ન લેવા. વધારે શિક્ષકોના પગાર માટે સગવડ ન હોય તો ફી માંથી તેટલી રકમ અલગ રાખી લેવી. (ફી માંથી પ૦% શિક્ષકના પગાર માટે અને પ૦% ઇનામ પ્રોત્સાહન માટે રાખી શકાય) વધારે શિક્ષકો જ ન હોય તો ઓછી સંખ્યા લઇને કાર્ય કરવું પરંતુ કોઇનો અભ્યાસ વ્યવસ્થિત ન થાય તેવું ન કરવું. जो जेण गुणेणऽहिओ जेण विणा न सिज्झए जंतु । सो तेण तम्मि कज्जे सव्वत्थामं न हावेइ ।।१७९८ ।। જિનશાનને જ્યારે જરૂર હોય ત્યારે તમારી પાસે તનની-મનની-ધનની-સત્તાનીસમયની-સંપર્કની- જે કોઇ પણ શક્તિ હોય. જે પણ બાહ્ય કે આંતર ગુણ હોય. જેના વિના જિનશાસનન તે તે કાર્ય થઇ શક્યું ન હોય તે કાર્યને સિદ્ધ કરવા માટે તમારી તમામે તમામ શક્તિને લગાડી દેજો. કંઇક પણ બાકી રાખશો તો તમારું જૈનત્વ લાજશે. - પરમપાવન શ્રી બૃહત્કલા ભાષ્ય આગમસૂત્ર પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાયવતી ગણિવર્યવૈરાગ્યરતિવિજયજીની પ્રેરણાથી શ્રુતભવન પુના દ્વારા નવ ગ્રંથોનું પ્રકાશન ૮મી માર્ચના રોજ પુના મુકામે રાખવામાં આવેલ જેમાં પાંચ અપ્રગટ ગ્રંથોમાં રહેલ પ૦ જેટલી કૃતિઓનું સૌ પ્રથમ વખત સંપાદન કરીને પ્રકાશિત કરવામાં આવેલ તેમજ વર્ધમાન જિન રત્ન કોશનું નિમણિ ચાર વર્ષથી થઇ રહ્યું હતું તેનું લોકાર્પણ પણ કરવામાં આવેલ, અગ્રણી શ્રુતપ્રેમી અને શાસન અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ચાતુમસિનો અહો ! શ્રુતજ્ઞાનમ-૩૧ નો પ્રથમ અંક અષાઢ સુદ-૫ના રોજ ઉપલબ્ધ ચાતુમસિ ચાદીને અનુસાર પોસ્ટથી મોકલવામાં આવેલ છે. તેમ છતાં પણ કદાચ આપને ન મળ્યો હોય તો એસ. એમ. એસ, વોટ્સએપ, મેઇલ કે પત્ર દ્વારા આપનું સરનામું મોકલવાથી અંક આપને મોકલી શકાય તે અંકની જરૂર હોય તો લાભ આપશોજી. 1 : પાઠશાળાની યાદી :ભારતભરમાં આવેલ બધી જ ધાર્મિક પાઠશાળાની યાદી અમો બનાવી રહ્યા છીએ તો આપના વિસ્તારમાં ચાલતી પાઠશાળાનું નામ, સરનામું તેમજ સંચાલકનું નામ, મોબાઇલ નંબર તેમજ ઇમેઇલ એડ્રેસ વિગેરે માહિતી અંગ્રેજીમાં મોકલવી. આ બધીજ માહિતી ahoshrut.bs@gmail.com ઉપર મોકલવી, જેથી બધી જ પાઠશાળાનું સુંદર સંકલન થઇ શકે અને પોતાના ત્યાં ચાલતી પ્રવૃતિઓનો પ્રચાર-પ્રસાર થઇ શકે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૨ ૯

Loading...

Page Navigation
1 ... 5 6 7 8