Book Title: Aho Shruta gyanam Paripatra 32 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ પુસ્તક ૩૪ II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II અહીં શ્રુતજ્ઞાનમ સંવત ૨૦૭૧ - શ્રાવણ સુદ-૫ ૫.પૂ.જિનશાસનના અણગાર, શાસનના ગુરુભગવંતોના ચરણોમાં સાદર કોટિશઃ વંદનાવલી... આજે બાળવાર્તા સાહિત્ય વિષે કંઇક વિચારીએઃ સંકલન શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા જિનશાસનના ચારે'ય અનુયોગમાં સૌથી વધુ લોકોપયોગી અનુયોગ છે. ધર્મકથાનુયોગ, વાર્તાઓ દ્વારા અનેક પ્રકારની દૃઢ પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે, અને તેનો બીજો એક મહત્વનો ફાયદો એ છે કે બાળકથી લઇ વૃદ્ધો સુધી, દરેકનો એ પ્રિય વિષય છે અહીં આપણે બાળકો માટે સક્ષમ વિચારણા કરવી છે. શણગાર સંયમી, જ્ઞાની, ગીતાર્થ જિનશાસનમાં પ્રતિવર્ષ જે સાહિત્ય બહાર પડે છે, તેમાં સૌથી ઓછું લગભગ ૨ થી ૫% જ સાહિત્ય બાળ ઉપયોગી હોય છે. એ સમયે બાળ સાહિત્ય વિષે ગંભીરતાથી વિચારવું જાઇએ. અને તેવું પણ વર્તમાન સમયની માંગ પ્રમાણે. કોમીકસ વગેરે જેવું થોડું ઘણું સાહિત્ય પ્રકાશિત થયું છે...પણ તેનો વ્યાપ વધવો જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આ વિષે સઘન વિચારણાને અંતે પ્રથમ સોપાનમાં જૈન શાસનના મહાનતમ પાત્રો, શ્રમણ-શ્રમણી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકા ના જીવનચરિત્રોને બાળકો સરળતાથી સમજી શકે તેવી અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર થયો...પણ, તેના અમલીકરણ માટે ઘણી એજન્સીઓની જરૂર છે. . (૧) શાસ્રસાપેક્ષ શુદ્ધ ક્યા વાર્તા હોવી જોઇએ. (૨) સરળ બાળભોગ્ય અંગ્રેજી ભાષામાં હોવી જોઇએ. (૩) એનું પ્રીન્ટીંગ સુંદર-આકર્ષક-પીક્ટોરીયલ જોઇએ. (૪) એના પ્રકાશન માટેનો આર્થિક સહયોગ જોઇએ અને છેલ્લે (૫) પ્રકાશિત સાહિત્ય દરેક દરેક પાઠશાળા વગેરે યોગ્ય સ્થાનો સુધી પહોંચવું જોઇએ. પૂજ્ય ઉપકારી માર્ગદર્શક ગુરુભગવંતની પ્રેરણાથી, અનેક હાથ અને હૈયાઓની સહાય અને લાગણીથી આ કાર્યમાં અમે ઠીક ઠીક આગળ વધી રહ્યા છીએ.. હાલ અનેક સમુદાયમાં અનેક અંગ્રેજી ભણેલા ગણેલા વિદ્વાન સાધુ-સાધ્વીઓ વિધમાન છે. કાર્યની અગત્યતા અને જરૂરિયાત સમજી પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણા-માર્ગદર્શન-આશીર્વાદથી તેઓએ વિવિધ ચરિત્રોનું આલેખન શરૂ કર્યું છે. અને લગભગ ૨૫ થી વધુ ચરિત્રો અંગ્રેજીમાં લખાયેલા અમને મળી પણ ગયા છે. પૂજ્ય ગુરુ ભગવંત જ્યાં લખનાર હોય ત્યાં શાસાપેક્ષતા અને શુદ્ધ વાર્તા લેખન સહજતાથી પ્રાપ્ત થઇ જ જાય...વળી, એ લખાયેલા વાર્તાના અંગ્રેજી ભાષા સાહિત્યના સંશોધન માટે અમદાવાદ સ્થિત ગુજરાત વિધાપીઠમાં જૈન ધર્મના અભ્યાસ વિભાગના વડા ડૉ.પૂર્ણિમાબેન સ્વરુચિથી અને ભક્તિથી આ કાર્યમાં જોડાયેલા છે. અંગ્રેજી ભાષા પરની તેમની અદ્ભૂત પકડ હોવાથી અંગ્રેજીની ભાષાકીય શુદ્ધતા તેમજ બાળભોગ્યતાનો લાભ પણ આ કથા શ્રેણીને મળી રહ્યો છે. આ સંપૂર્ણ સાહિત્ય આર્ટ પેપર અને મલ્ટી કલરમાં છપાશે.. વચ્ચે વચ્ચે કથા-વાર્તાને અનુરૂપ તથા બાળકોને ગમે તેવા અનેક ફોટા સાથેનું આ સર્જન થશે... જેથી બાળકોને હાથમાં લેતા જ વાંચવાનું મન થાય... પ્રકાશિત સાહિત્ય દરેક દરેક પાઠશાળાઓ તથા અન્ય યોગ્યસ્થાનો, વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે પણ અમે કટીબદ્ધ છીએ. આ કાર્યની સફળતા માટે ગુરુભગવંતો પાસે આશિષ માંગીએ છીએ. दासोऽहं सर्व साधूनाम् " લી. શા બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૨Page Navigation
1 2 3 4 5 6 7 8