Book Title: Aho Shruta gyanam Paripatra 32
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ © પાઠશાળા . છે. પૂ. ભવ્યસુંદરવિજયજી મ. સા. પાઠશાળામાં ઘટતી જતી બાળકોની સંખ્યા, એ એક ગંભીર અને વ્યાપક સમસ્યા છે. તેનું કારણ શું? માતા-પિતા, બાળકોને સંસ્કરણ આપવા / ધાર્મિક ભણાવવા ઇચ્છતા જ નથી, એવું તો સાવ નથી... કેટલોક વર્ગ એવો બન્યો હશે, પણ હજી ઘણો વર્ગ ધર્મ સંસ્કારોને ઇચ્છે છે. બાળકોને સ્કૂલના ભણતર-ટયુશનનો બોજ ખૂબ જ છે. એ એક કારણ છે. પણ તેની પાસે બિલકુલ સમય નથી તેવું પણ નથી, ટી.વી., કાટુન, મોબાઇલ ગેમ માટે અઢળક સમય નીકળે જ છે, એટલું જ નહીં અનેક પ્રકારની ઇતર પ્રવૃતિઓ ડાન્સિંગ કલાસ, મ્યુઝિક કલાસ વિ. માં પણ બાળકોને મા-બાપ હોંશે હોંશે માકલે છે. તો શું કારણ છે. ? અભ્યાસ કરતાં જણાય છે કે પાઠશાળાનો ઢાંચો-રવરૂપ, શિક્ષકશિક્ષણનું સ્તર વિ. મુખ્ય કારણો છે... જ્યાં જ્યાં પણ કાળ સાથે કદમ મીલાવીને રવરૂપ સ્તર સુધારવામાં આવ્યું છે. ત્યાં સુંદર પરિણામ દેખાયું છે જ. અમદાવાદમાં ઘણા બધી પાઠશાળા તેના ઉદાહરણ રૂપે - ૩ મહિને જ પરીક્ષા (મૌખિક) લેવી... તરત જ પરિણામ આપવું, ઇનામ પણ આપવું. તેનાથી બાળકોનો ઉત્સાહ વધે, માતા-પિતાને સંતોષ થાય કે પ્રગતિ ચાલુ છે. તિથિના પ્રતિક્રમણ કરાવવું, બાળકો જ ભણાવે, બાળકો જ સૂસ બોલે, તેનાથી માતા-પિતાને લાગે છે કે ખરેખર પરિણામ મળે છે. સંઘને પણ પાઠશાળાની સફળતા દેખાય છે અને દાન પણ સરળતાથી મળે છે. આ વિચારણા એમજ રજુ નથી કરી, આંશિક રીતે અમલમાં મૂકીને તેની સફળતા જોયા બાદ જ સહુની સમક્ષ રજૂ કરી છે. - આ પદ્ધતિ અપનાવાશે તો વર્તમાન પ્રોફેશનલ રીઝલ્ટ ઓરીએન્ટેડ યુગમાં આપણે કદમ મિલાવીને સફળતા મેળવી શકીશું. એક મહત્વની વાત પર અત્યારે ભાર મૂક્યો છે. મોટે ભાગે પાઠશાળામાં જતો બાળક, અમુક નિશ્ચિત સમયમાં અમુક વિષયો ભણે છે. એવી કોઇ નિયત વ્યવસ્થા નથી. તેના કારણે પાઠશાળા જતો બાળક પણ પ્રગતિ કરતો હોય તેવું માતા-પિતાને પ્રતીત થતું નથી. તેઓ બાળકને મોકલવા પ્રેરાતા નથી. - જો રીઝલ્ટ ઓરીએન્ટેડ કોર્સની પદ્ધતિ અપનાવવામાં આવે તો, ચોક્સ પણે પરિણામ મળે, એવું વર્તમાન માનસિકતા જોતો જણાય છે. તેનું વરૂપ કંઇક આવું હોઇ શકે.. (૧) પાઠશાળામાં ગમે ત્યારે દાખલ થઇ શકાય, તેવું નહીં. દર ૩ કે મહિને જ નવા બાળકોને પ્રવેશ આપવો. (૨) ૩ - ૩ મહિનાના જ કોર્સ બનાવવા. ૩ મહિનામાં ૫ દિવસ પાઠશાળા ખુલ્લી રહેતી હોય, તેમાં પ૦ દિવસ હાજર રહેનાર મધ્યમ ક્ષયોપશમ વાળો બાળક ભણી શકે તેવા ફોર્સ બનાવવા. તેમાં સૂત્ર ઉપરાંત જીવનોપયોગી જ્ઞાન રાખવું જ.જૈન ધર્મનું જ્ઞાન પણ આપવું (૩) પાઠશાળા ફી ન રાખવી, મફત શિક્ષણની કિંમત નથી. બાળક/મા-બાપ બેદરકાર બને છે. 1 અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૨ ૬

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8