Book Title: Aho Shruta gyanam Paripatra 30
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ 1 ભાષાંતર-વિવેચન કરવા યોગ્ય ગ્રંથ પૂજ્ય ગુરુભગવંતો અને શ્રુતપ્રેમી વિદ્વાન શ્રાવકો દ્વારા પ્રાચીન હસ્તપ્રતો ઉપરથી રાંશોધનો અને સંપાદનો કરીને ઘણાં બધા ગ્રંથો પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં મૂળ અથવા તો સટીક પ્રકાશિત કરવામાં આવ્યા છે. આવા પ્રતાક્કાર કે પુરતકાકાર પ્રીન્ટેડ ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ થવાના કારણે પહેલા કરતા અભ્યાસમાં સારો એવો વધારો થયો છે. આવા સંસ્કૃત/પ્રાકૃતમાં રચાયેલા ગ્રંથો પૈફી ઘણાં બધા ગ્રંથોનું ગુજરાતી હિન્દીમાં ભાષાંતર અથવા તો વિવેચન પણ પ્રકાશિત થયા છે. જેને સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ ન હોય તેઓ શ્રુતના ખજાનાથી વંચિત જ રહે.. અલબત્ત દરેક ગ્રંથોના ભાષાંતર કરવાના હોતા નથી એમાં વિવેક અને ગીતા દષ્ટિની અચુક આવશ્યક્તા છે જ. તેમ છતાં ઘણા બધા ગ્રંથો એવા પણ છે કું શ્રાવકોને તેના ભાષાંતરની વાંચનથી વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય, પ્રભુશાસન પ્રત્યે અહોભાવ થાય, નવું નવું ચુત ભણવાની જિજ્ઞાસા સંતોષાય.. અાવા તો જે ઉપદેશાત્મક હોય એવા ગ્રંથોનાં ભાષાંતર કવિવેચન થાય તે યોગ્ય ગણી શકાય. આ. શ્રી કૈલાશવસાગરસૂરિજી જ્ઞાનભંડાર, કોબના સહયોગથી અમોએ આવા સંસ્કૃતપ્રાકૃતના કેટલાક પ્રકરણદિ ગ્રંથો કે જેનો પ્રાયઃ ભાષાંતર કે વિવેચન થયા નથી તેવાની એક યાદી અમોએ તૈયાર કરી છે. આ કાર્ય કરતા પહેલા ફરીની ચાદીનું ચેકીંગ કરવું જરૂરી છે. પૂજ્ય ગુરુભગવંતોને નમ્ર વિનંતી સહ પ્રાર્થના કે આપ આ કાર્ય માટે અધિકૃત છો. આપની ગુવજ્ઞાણી જે યોગ્ય જણાય તેવા ગ્રંશોના સરસ સંપાદન કરી ભાષાંતર કરીને, જરૂર પડે તો વિવેચન, ટીપ્પણીઓ કરીને પ્રકાશન કરો. રૂહીં પ્રકાશિત કરેલ યાદી નમુનારૂપે મુકી છે કોઇ સૂચન હોય તો અમને અવશ્ય જાણાવશો.. જેથી આવા ગ્રંથો પર ભાષાંતરાદિ કાર્ય કરવાની ઇચ્છા હોય તેઓ અમને જાણ કરશો જેશી ડુપ્લીકેશન ન થાય. આ ગ્રંથોના સંશોધન-સંપાદન માટે હતપ્રત વગેરેની જરૂર હોય તો જરૂર અમોને પત્ર દ્વારા જાણ કરશો, જેથી અમે સર્વ પ્રકારે સહાયક બનવા પ્રયત્ન કરીશું. આ દ્વારા શ્રાવકવર્ગ પર તો ઉપકાર સુશે જ, ઉપરાંત ઘણા બધા પૂજ્યોને અભ્યાસમાં સહાયક બની શકશે. તેમજ પૂર્વાચાર્યોએ કરેલ શુતોપાસના પ્રત્યે બહુમાન પ્રગટ થશે. ભાષાંતર વિવેચન કરવા યોગ્ય ગ્રંથોની યાદી પેજ નંબર-૫ ઉપર છે. અમોએ સ્વદ્રવ્યની બનાવેલ શ્રી આશાપૂરણ પાશ્વનાથ જૈન જ્ઞાનભંડારમાં પૂજ્ય ગુરુભગવંતોને સ્વાધ્યાય-અભ્યાસના ઉપયોગી ૨૦૦૦ પ્રિન્ટેડ પ્રતો તથા ૧૨૦૦૦ પુસ્તકોનો સંગ્રહ છે. જે પૂજ્યોને અભ્યાસ માટે ક્ષેત્રના બંધન વગર બધાજ સમુદાયના-ગચ્છના શ્રમણશ્રમણી ભગવંતોને અભ્યાસ માટે ઉપલબ્ધ છે. જે તેઓએ એમનો અભ્યાસ પૂર્ણ થયે પરત મોકલવા વિનંતી છે. નૂતન પ્રકાશન વિભાગમાં પ્રકાશિત પુસ્તકો પણ ફક્ત અભ્યાસ વાંચન માટે અમારી પાસેની મળી શકશે. કાયમી વસાવવા માટે જે તે પ્રકાશકનો સીધો સંપર્ક કરવો. બધાજ પ્રકાશકોના માસિરથાનની સરનામાં અમારી પાસેથી મળી શકશે. શ્રુતજ્ઞાનના કાર્ય માટે સંપર્ક ફક્તપત્ર, ઇમેઇલ કે વોટ્સ-એપ થી કરવા વિનંતી... અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૦ ૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8