Book Title: Aho Shruta gyanam Paripatra 30 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ પર હોઈ શુલડાવી, [l C[ :ણિકILE DIETETICIDના/ LB II Liscial દો LI GI@GIGING વાલા લાવION: સંત ૨૦૭૧ - Rફ સુદ- જિનશાસનના શણગાર, પૂજ્ય સંરમી, ગીતા વિદ્વાન ગુરુભગવંતોના ચરણોમાં કોટિશ: વંદનાવલી..જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવશી/પંડિતવર્યશ્રી આદિને પ્રણામ... ગતાંકમાં આપણે પત્રિકા-બેનર વગેરે પ્રીન્ટીગ સંબંધી વિચારણા કરી, જેમાં આગળ વધુ વિચારીએ. એક જમાનો હતો કે જેમાં પત્રિકાની કિંમત હતી તે આધારે પ્રસંગની વ્યકિતની મુલવણી થતી હતી, આજે પત્રિકાની કોઇને કશી મહત્તા નથી, જે તે કાળે દિવાળીએ ગ્રીટીંગ્સ કાર્ડસ વગેરેનો પુષ્કળ ધસારો રહેતો, આજે એક જ ફ્લેટમાં ઉપર-નીચે રહેતા બે ભાઇ મોટા ભાગનો વ્યવહાર ફોન દ્વારા જ પતાવી દેતા હોય છે. અમારો કહેવાનો મુખ્ય આશય એટલો જ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ બદલાતાં, તમે ઇચ્છો પણ દરેકના સમીકરણો ગણિતો બદલાતાં હોય છે. પહેલા એક કાળે તલેખન એ પાપ ગણાતું. તેમાં પ્રાયશ્ચિત આવતું જે પછીના કાળે આદેય બન્યું એમાં પણ સમય પસાર થતાં તાડપત્ર લેખન, પછી હાથવણાટના કાગળ પર લેખન અને પછી તો સર્વશ્રેષ્ઠ, સરળ અને વધુ સારો ઉપાય પ્રીન્ટીગનો આવ્યો. અને જૈન સંઘના ગીતાર્થોએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસાર એનો લાભાલાભ જોઇને સહર્ષ અપનાવ્યો. એટલે હવે આપણી મૂળ પત્રિકા પ્રીન્ટીગની બાબતે કેટલાક વ્યવહારિક ઉપાય વિચારીએ. - પત્રિકા બાબત સંઘ શાહી ઠરાવ કરી શકાય કે શ્રીસંઘના કોઇપણ પ્રસંગે અમુક કિંમતથી વધુ ની મોંઘી પત્રિકા છપાવવી નહિં મુંબઇમાં એક ડોલર પ્રતિષ્ઠિત સંઘમાં આ પ્રકારનો ઠરાવ થયેલો છે. 0 દરેક સંઘમાં, સંઘ લેવલે એક એસ. એમ. એસ, વોટ્સ અપ વગેરે ગ્રુપ હોવું જોઇએ. શ્રીસંધના દરેક કાર્યક્રમના મેસેજ તે દ્વારા દરેક સભ્યોને મળતા રહે. શ્રી સંઘની એક વેબસાઇટ હોય તો તેના પર પણ માહિતિ તેમજ થયેલ પ્રસંગની વિડીયો અપલોડ કરી શકાય. - દક્ષિણ ભારતના ઘણા બધા ચર્ચામાં બહાર ઇલેકટ્રોનીક બોર્ડ લાગેલા હોય છે જેની પર સતત ચર્ચમાં થનારા કાર્યક્રમોની વિગત તી રહે છે જે તે વિસ્તારના લોકોને તેની જણ થઇ જાય છે, અમદાવાદમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તે પણ આવા બોર્ડ છે જેન સંઘોમાં આ પદ્ધતિ લાવી શકાય, જે પણ સમાચાર મુકવાના હોય તે સંધ તરફથી મુકાતા રહે, જેથી તેની અધિકૃતતા પણ જળવાય એક જ સમાચાર અલગ અલગ સંઘોમાં ઇમેઇલ વગેરે દ્વારા મોકલી શકાય. - કેટલાકને એવી ટેવ હોય છે કે ધાર્મિક પ્રસંગો સંબંધી પત્રિકા કે જમણવાર વગેરે મુદ્દાને આગળ કરી તેને વાગોળવા કે વખોડવા, આ મનોવૃતિ ભાવિમાં જિનશાસનની પ્રાપ્તિને દુર્લભ બનાવી શકે છે, અહીજે વિચારણા છે તે કોઇપણ પ્રકારના પૂર્વગ્રહ વિના, એકમાત્ર શાસન રાગથી શાસનની વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા માટે જ છે, નહી કે તેને વગોવવા કે વખોડવા.. - વાત્સવમાં, આ વાત શ્રાવકોને પોતાના સામાજીક પ્રસંગોમાં પણ બહુ લાગુ પડે છે, કેટલાક સમાજમાં જન્મ-મરણ-લોન વગેરે પ્રસંગોના સમાચાર સોયલ મિડીયા દ્વારા જ અપાય છે. ખરેખર તો શ્રીમંત શ્રાવકોએ ખોટી શેહ-શરમ છોડી સાદી પત્રિકા દ્વારા કે સોશ્યલ મીડીયાના વપરાશ દ્વારા એક દાખલો બેસાડવો જોઇએ. છે અને છેલ્લી વાત, જેઓને કોઇપણ ભોગે પત્રિકાઓ છાપવી જ હોય, તેઓએ પત્રિકાની મેટર સાથે સંધ-સમાજ ઉપયોગી કોઇ સુવાક્ય-ક્વોટેશન્સ વગેરે પણ મુકવા, જેથી સારા વિચારો સમાજમાં ફેલાતા રહે. અને કિંમતી પત્રિકાની નકલો ખૂબજ મર્યાદિત છપાવવી અને કાર્યક્રમ એક જ પાનામાં છપાવીને વધારે જગ્યાએ મોકલી શકાય. ૦ આ વાત બેનર, પેમ્ફલેટ વગેરે સંબંધી પણ યથાયોગ્ય જણાવી. લી. સકળશ્રીરણસેવક શ્રી IIબુલાલ રામલજી હોડાવાળા " હાર્દ સર્વ સહુનામ " ' અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૦ ૧Page Navigation
1 2 3 4 5 6 7 8