Book Title: Aho Shruta gyanam Paripatra 25 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ સુતક્ષેત્રે નવલું શિલ્પ સર્જન : જૈન શિલ્પ વિઘાના © શિલાશાસ્ત્રોનો સાંગોપાંગ અભ્યાસ ક્રવા માટે ૩ વસ્તુની અત્યંત આવશ્યક્તા ગણાય. (૧) શિલાના પ્રાચીન અવfચીન ગ્રંથોનો અભ્યાસ (૨) ઉપલબ્ધ પ્રાચીન દ્રષ્ટાંત પ્રમાણોનો અભ્યાસ તથા (૩) અનુભવીઓની પરંપરા.... આ ત્રણેયની અત્યંત આવશ્યક્તા છે. એકેય વિના ચાલી શકે નહીં. એમાંય પ્રથમતો શિલ્પના પ્રાચીનઅર્વાચીન શાસ્ત્રોનો અભ્યાસ એ જ પાયા રૂપ છે. માટે એ સંદર્ભે વિચારણા કરીએ. (૧) શિલ્યના પ્રાચીન મુખ્ય ગ્રંથો સંસ્કૃતમાં રચાયેલા છે. એટલે અભ્યાસ માટે સંસ્કૃત ભાષાનું વિશુદ્ધ સ્પષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે. અથવા તો સંસ્કૃતના અચ્છા જાણકાર વિદ્વાનોએ કરેલ અનુવાદનું પુસ્તક અભ્યાસ માટે લેવું જોઇએ. તો જ શિલાશારઝનો સાચો અર્થ- મર્મ પડાય. (૨) હાલ શિલાના અલગ અલગ ગ્રંથોના અનુવાદો જોતા એમાં એક જ બાબતમાં ભિન્ન ભિન્ન મતાંતરો જોવા મળે છે, ત્યારે પૂર્વના શાસ્ત્રો તથા પરંપરાને અનુસારે તેમાં યોગ્ય નિર્ણય અથવા તો સંતોષકારક ખુલાસો થવો જરૂરી છે. અન્યથા શાસ્ત્ર ભણ્યા બાદ જ વધુ અટવાવવાનું થયા કરે છે. (૩) કોઇપણ શાસ્ત્રના પ્રારંભિક અભ્યાસ પૂર્વે જે તે શાસ્ત્રના પારિભાષિક શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે. નહી તો પદાર્થોની સ્પષ્ટતા થવી દુક્ર છે. (૪) મંદિર માટે મંદિર સંલગ્ન ભૂમિ વાતુ, દિશા વગેરે અનેકાનેક અન્ય વિધાશાખાના જ્ઞાનની પણ જરૂરીયાત આવશ્યક્તા રહે. એટલે શિલ્પના શાસ્ત્રગ્રંથની અંદર જે તે સર્વ વિગતોનો પણ સમાવતાર થઇ જવો જરૂરી છે. (૫) વળી ઘણું ક્રીને પ્રકાશિત થયેલ શિલા ગ્રંથો અન્ય ધર્મીય શિલ્પશાસ્ત્રકારોના રચાયેલા છે. જેથી તેમાં શિવ, બ્રહ્મા વગેરે દેવોનું વર્ણન સવિશેષ હોય. દિપાલો-ગ્રહો વગેરે પણ જૈન મંદિરોમાં અન સ્વરુપના જ થતા હોય એવું આજ સુધી જોવાય છે. જૈન મંદિરોમાં જૈન પરંપરા જાળવવાની હોય છે એટલે તેનો પણ નિચોડ ક્રવો જરૂરી હોય છે. (૬) જે તે કાળે નવા લખાતા ગ્રંથ તે પૂર્વની પરંપરાના સારાંશ રૂપે હોવા જરૂરી છે. પ્રાચીન શિલાગ્રંથો અને મંદિરની વહેતી પરંપરામાં જે તે કાળે ફેરફારો થયા તેનો પણ સમાવેશ કરવો જરૂરી હોય છે. (6) ગૃહમંદિર, ગુરુમંદિર, જીર્ણોદ્ધાર વગેરે અનેક સંદર્ભે અનેક પ્રશ્નો અનેકો ને રહેતા હોય છે. ઉપલ૦ધ જૈન ગ્રંથોમાં દરેક ગ્રંથોમાં થોડું થોડું વર્ણન મળે છે. ત્યારે એ દરેકનો સારસંક્ષેપ કોઇ એક જ ગ્રંથમાં મળી રહે તો અભ્યાસુને એક જ ગ્રંથ દ્વારા સર્વ ગ્રાહી અભ્યાસ થઇ શકે -: સમાધાન - ઉપાય સપ્તકઃ જૈન શિલ્ય વિધાનઃo શિલ્પશાસ્ત્રના અભ્યાસ માટે ઉપર જે સાત મુદ્દા જણાવ્યા છે તેનો સર્વ ઉપાય પ. પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ. દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના તથા પ. પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી મ. સા. ના આશીર્વાદથી પૂ. મુનિશ્રી સૌપ્રરત્નવિજયજી દ્વારા રચાયેલ “ જૈન શિલાવિધાન " ગ્રંથ દ્વારા મળી શકે એમ છે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - રાPage Navigation
1 2 3 4 5 6 7 8