Book Title: Aho Shruta gyanam Paripatra 25 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 3
________________ (૧) શિલાના પ્રાચીન ગ્રી અપરાજિત પૃચ્છા, સમરાંગણ સૂત્રધાર વગેરે અનેક સંસ્કૃત ગ્રંથોના અભ્યાસ બાદ તત્કાલીન મંદિર સ્થાપત્યના અનુભવોથી પરિકર્મિત પ્રસ્તુત ગ્રંથ શિલ્પના ચોક્સ અર્થ અને મને જણાવનાર છે. (૨) પૂર્વ પૂર્વના શિલ્પના પ્રાચીન ગ્રંથોમાં કોઇ મતાંતર નથી. મતાંતર છે સમજણમાં, એક શ્લોકનો અનુવાદ એક શિલ્પી અન્ય કરે અને બીજો શિલથી અન્ય રીતે રે, એથી મત-મતાંતરો અને કદાગ્રહો - માન્યતાઓ ઉભી થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં શિલ્પના પ્રાચીન અન્યાજ્ય ગ્રંથો મેળવીને વાસ્તવિક શિલ્પશાસ્ત્રનો પદાર્થ શો હોઇ શકે તેમ તટસ્થ વિચારણા કરવામાં આવી છે. ધણીવાર આ મત-મતાંતરો બહુ મોટા વિવાદોનું સ્વરૂપ ધારણ કરતાં હોય છે. એ સમયે પ્રસ્તુત ગ્રંથ યોગ્ય માર્ગદર્શકની ગરજ સારે છે. (૩) વર્તમાન ઉપલબ્ધ શિલાના ગ્રંથો ઘણું ક્રીને કોલેજ કક્ષાના જ કહી શકાય એવા છે. જેથી પ્રારંભિક અભ્યાસીને આગળ વધતા કોઇ પદાર્થ એકદમ સ્પષ્ટ થઇ શકે નહી અને તે આગળ પાછળ ગોથા જ ખાયા કરે. આ સમયે સાવ નવા અભ્યાસીનો પણ આ ક્ષેત્રમાં સરળતાથી પ્રવેશ થઇ શકે એ રીતે ગ્રંથ રચના-ગ્રંથનો ઉપાડ હોવો જરૂરી છે. જે વિધાશાખાનો અભ્યાસ ક્રવાનો છે તેના પારિભાષિક શબ્દો થી પણ માહિતગાર થવું જરૂરી હોય છે. માટે ગ્રંથની શરૂઆતમાં જ સંજ્ઞા પ્રકરણ દ્વારા પૂર્વ સમજની સ્પષ્ટતા પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવી છે. (૪) પૂર્વાચાર્યો રચિત ગ્રંથો ખૂબ જ ઉત્તમકક્ષાના છે. પરંતુ કોઇપણ એક જ ગ્રંથમાં મંદિર સંલગ્ન સર્ણ વિગતોનો સમાવેશ થઇ જાય એવું પ્રાયઃ જોવામાં આવતું નથી, એ સમયે જિનમંદિર વિષયક પ્રાયઃ સર્વ વિગતો પ્રસ્તુત ગ્રંથમાં સમાવી લીધી હોઇ, જે તે વિષય સંદર્ભે પ્રારંભિક માર્ગદર્શન તો મળી જ રહે. તથા અંતે સહાયક ગ્રંથોની સૂચિ આપેલ છે. તેમાંથી તત્સલન અન્ય પદાર્થોને જાણવાની જિજ્ઞાસા પણ સંતોષાઇ શકે છે. (૫) પ્રસ્તુત ગ્રંથ તે પ્રધાનતાએ જૈન ધર્મને ઉદ્દેશીને રચાયેલો હોઇ જૈન મંદિર વિષયક સ્પષ્ટતા વિશેષથી જોવા મળે છે. જયારે અન્યાન્ય ગ્રંથોમાંથી અભ્યાસ કરતાં તે અલગથી તારવવી પડે છે. એ મહેનત અહીં બચી જાય છે. વળી જૈન પરંપરાને સંદર્ભે ક્યાં શું કરી શકાય તે પણ પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તારથી સમાવેલ છે. જેન નવગ્રહ જૈન દશદિક્યાલના ચિત્રો પણ અલગથી આપેલ છે. (૬) પ્રસ્તુત નૂતન શિલ્પjયમાં છેલ્લાં ૫૦૦ વર્ષની પરંપરામાં થયેલા ફેરફારો કે નૂતન અપનાવાયેલ પરંપરા આદિનો પણ સમાવેશ થયેલો જોવા મળશે. (6) ગૃહમંદિર, ગુરુમંદિર વગેરે મહત્વની બાબતો વિશે અહીં એક સાથે વિસ્તૃત સ્પષ્ટ માર્ગદર્શન મળી શકે છે. આમ, શિલા વિધાશાખાનો જેમને અભ્યાસ કરવો છે, તેમને માટે પ્રસ્તુત ગ્રંથ તે પ્રવેશદ્વાર સમાન છે. આ ગ્રંથનો સાંગોપાંગ કાળજીપૂર્વક અભ્યાસ કરે તે શિલાશાસ્ત્રથી સારી રીતે પરીચિત થઇને જ રહે, અને ત્યારબાદ અન્ય ગ્રંથો વાંચે તો જે તે ગ્રંથોના પદાર્થોને તથા પૂfપર સંબંધને સારી રીતે મૂલવવા સક્ષમ બની શકશે. * જૈન શિલ્ય વિધાન “ ગ્રંથના અભ્યાસ બાદ શિલ્યરત્નાકર, કલ્યાણકલિકા, વાસ્તુસાર અને પ્રાસાદમંડન એ ચાર ગ્રંથો પણ સમયાનુસાર અભ્યાસિત કરી લેવા જોઇએ. જેથી શિલ્પશાસ્ત્રમાં જધન્ય ગીતાણતા પ્રાપ્ત કરી કહી કણ, અaો ! શ્રુતજ્ઞાનમ્ - સરાPage Navigation
1 2 3 4 5 6 7 8