Book Title: Aho Shruta gyanam Paripatra 21 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ I :- આપણે શું બોધપાઠ લઇશું ? : પુરતકમેળામાં મુસ્લિમ સમાજના ચારેય સ્ટોલમાં તેમજ ખ્રીસ્તી સમાજના ત્રણ સ્ટોલમાં કુરાન અને બાઇબલની મીની આવૃતિ અને તેના સુવિચારોની પુસ્તિકાઓ મફત વહેંચવામાં આવતી હતી, તથા તેમાં તેઓના ધર્મના પુસ્તકોની માહિતી તથા પ્રાપ્તિરથાન પણ અપાતા, આ રીતે દરેક ધર્મો, પોતાનો પ્રચાર પ્રસાર કરે છે, આપણે એમાંથી શું શીખશું?. ગત વર્ષે અમે યુરોપની ટૂરમાં ગયા ત્યારે ત્યાંની હોટલમાં બધાજ રૂમોમાં બાઇબલના અનુવાદની નકલ સાઇડ ટેબલના ખાનામાં જોવા મળી, હોટલમાં સમય પસાર કરવા પણ લોકો આ રીતે પુસ્તકોના પાના ઉથલાવે છે અને તે દ્વારા સારા વિચારો પામે છે. શું આપણી ધર્મશાળાના રૂમોમાં કે ભોજનશાળામાં વેઇટીંગ કાઉન્ટર પર કે વિહારધામોના ઉપાશ્રયમાં આવું કોઇ આયોજન ખરું? :- હાર્દિક અનુમોદના :આ વર્ષે શ્રેયકર ગુજરાતી જૈન સંઘ, ઇર્લા (મુંબઇ) દ્વારા ખૂબ જ ઉત્તમ કક્ષાના ફક્ત જૈન પ્રકાશનોનો પુરતક મેળો એપ્રિલ મહિનામાં ત્રણ દિવસ માટે રાખવામાં આવેલ, જેમાં ૩૦ પ્રકાશક-સંરથાઓએ ભાગ લીધો. શ્રી સંધે પોતાના ખર્ચે આ બધી જૈન પ્રકાશન સંરથાઓને એક જ સ્થળે ભેગા કરીને વિચાર વિનિમય તથા સહકારની ભાવના વિક્સાવી, જેની હાર્દિક અનુમોદના કરીએ છીએ. પ્રાંતે એક ભાવના એ છે કે, જ્યારે જ્યારે પણ આવો કોઇ શહેર કે રાજ્ય લેવલનો પુસ્તક પ્રદર્શનનો મેળો હોય ત્યારે બધી જ સંસ્થાઓએ ભેગા થઇ (અથવા અનુકુળતા મુજબ પણ), કૈરી- મ અક રાખવો જોઇએ. એમાં ખર્ચના સરવાળા બાદબાકી ન કરતાં પરમાત્મા લકોપયોગી ઉત્તમ તત્ત્વ સહુને મળે અને તે દ્વારા સર્વે જીવો પોતાની ભૂમિકાને યોગ્ય મોક્ષમાર્ગમાં આગળ વધે એવી ભવ્ય ભાવનાને સાકાર કરવી જોઇએ. આવું પણ થઇ શકે! - આપણા શ્રીસંઘોમાં દિવાળી અને પ્રસંગોપાત જુના પુસ્તકો ઉઘરાવવામાં આવે છે. ત્યારે જે તે સંસ્થાઓના સભ્યો પાસેથી ઘણા બધા વ્યાખ્યાન-વાર્તા કે ઉપદેશાત્મક સાહિત્યરૂપે ઘણા પુસ્તકો પરત આવતા હોય છે. આવા ઉત્તમ ઉપદેશાત્મક વાર્તા આદિના પુસ્તકો પુસ્તકમેળામાં અથવા તો જાહેર રથળોએ ફક્ત ટોકન કિંમતે એટલે કે ૫, ૧૦ રૂા. મા પ્રસાદી કે પ્રભાવના તરીકે આપીને જે તે વિષયના પુરતપ્રેમીઓ તેમની રૂચિ પ્રમાણે પુસ્તક મેળવી શકે આવા પુસ્તકોના વ્યવસ્થિત નાના નાના સેટ બનાવી આપણા તીર્થોની ધર્મશાળાઓની રૂમોમાં ડેસ્ક ઉપર મુકવા જોઇએ. જેથી ત્યાં આવનાર યાત્રાળુઓ તે ફાજલ સમયમાં પણ સુંદર વિચારો પામી શકે. એકદમ જનરલ વિષયના જ પુસ્તકો હોય તો નજીકની સારી સેવાભાવી હોસ્પીટલોમાં આપી શકાય. દરેક રૂમમાં આવા એકાદ-બે પુસ્તકો મુકાયેલા હોય, દર્દી પણ અરવલ્થ અવસ્થામાં વાંચે તથા ખબર પૂછવા આવેલાને ઘણું કરીને સમય પસાર ક્યાં કરવો, તેનું ટેન્શન હોય છે. પછી ગમે તેમ વાતોના વડા કરીને કે દુનીયાની ફોગટ પંચાત કરીને સમય પૂરો કરે. એ કરતાં આવા ઉત્તમબોધદાયક વિચારવાળા પુસ્તકો ત્યાં હોય તો સુંદર વિચારણાનું એક પુષ્ટાલંબન તો મળે જ...Page Navigation
1 ... 5 6 7 8