Book Title: Aho Shruta gyanam Paripatra 21 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ | | શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II - પુસ્તક અહોઈ શુલોકમાં સંકલન શાહ બાબુલાલ સમલા સં-૨૦૪૯ અષાઢ સુદ-૫ ખેડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞાસમાધારક પંડિતવર્યશ્રી/શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ, જિનશાસનના રી સમર્થ આચાર્ય ભગવંતો, ધ્રુતરસિક ગુરુભગવંતોના તથા શુતરસિક ભક્તોના અત્યંત અંતઃકરણપૂર્વકના આશીર્વાદથી અત્યંત સમૃદ્ધ એવું "અહો ! શ્રુતજ્ઞાનમ્ " ચાતુમસિક માસિક તેના પાંચમા વર્ષમાં ઉત્સાહભેર પ્રવેશ કરતા આનંદ અને હર્ષની લાગણીથી આપનું હાર્દિક સ્વાગત કરે છે. વર્તમાન દેશ કાળને અનુલક્ષીને લોકોની માન્યતાઓ અને સમજણ બદલાતી જાય છે. આજે દિવાળી જેવા પ્રસંગોમાં ઘરના વધારાના પુસ્તકોના નિકાલ વગેરેનું આયોજન ગોઠવાય તો ઢગલો પુસ્તકો પેટીપેક હાલતમાં મળે એવું પણ ક્યારેક જોવાય છે. ૨૧ મી સદીનું વિશ્વ પેપરલેસ ઓફિસ તરફ વળી રહ્યું છે, ત્યારે અનાવશ્યક બિનજરૂરી છાપકામ ઉપર આપણે ગંભીર વિચારણા કરવી જરી જણાય છે. સમગ્ર વિશ્વ ઇકો ફ્રેન્ડલી ની વિચારધારામાં જ્યારે વહી રહ્યું હોય ત્યારે ગીતાર્થ દ્રષ્ટિએ લાભાલાભનો વિચાર જરૂરી જણાય છે.. આપણા ગુરુભગવંતાદિની સંયમની ઉચિત મર્યાદાઓ જળવાય એ હેતુથી આવશ્યક છાપકામ, હાર્ડકોપી સર્વથા બંધ થાય એ શક્ય પણ નથી, ઉચિત પણ નથી. અમુક પ્રમાણમાં જરૂરી હાર્ડ કોપી રૂપે છાપકામ થાય અને શેષ કેટલોક શ્રાવકવર્ગ કે જેને માટે ઇ-મેઇલ કે ઇન્ટરનેટ જેવા માધ્યમો સહજ થઇ ચૂક્યા છે, રોજીંદા જીવનમાં વણાઇ ગયા છે તેઓ તે દ્વારા જ સાહિત્ય મેળવે એવી વ્યવસ્થા વિચારવી યોગ્ય જણાય છે. - સમગ્ર વિશ્વમાં નામાંકિત મેગેઝીનો કે જેની લાખોની સંખ્યામાં નકલો બહાર પડતી હતી, તે પણ હવે આંક ઘટી ઘટીને એ હદે પહોંચ્યો છે કે તેમને છાપકામ સંપૂર્ણ બંધ કરીને ઇ-લાયોરી ઉપર જ એ મેગેઝીનો પ્રકાશિત કરવાની અને વેચાણ કરવાની ફરજ પડી બિન, આપણે ત્યાં પણ ઉપરના મુદ્દાઓ ઉપરાંત જ્ઞાનની આશાતના વગેરે કારણસર ઉપરોક્ત બાબતે આવશ્યક વિચારણા થવી જરૂરી જણાય છે. નોંધ:- ઉપરોક્ત વાત નવા પ્રકાશિત થતા મેગેઝીન, પ્રવચનના પુસ્તકો વગેરે માટે જાણવી. પૂવચાર્યોના શારગ્રંથો બાબત વિચારણા કરવાની અમારી મર્યાદા છે, એ બાબતે ગીતાર્થ મહાપુરુષો જે પણ નિથિલેતા હોય તેને વધાવવાનો જ હોય! ઉપરોક્ત કાર્યમાં ગીતાર્થ ગુરુ ભગવંતોનું માર્ગદર્શન તથા સલાહ સૂચનની અમારી અપેક્ષા અરથાને નહિ હોય. આવશ્યક નોંધ :- અમારા પૂર્વપ્રકાશિત સર્વ પરિપત્રો તેમજ જૈન શિલ્યવિધિવિધાનના પરિપત્રો અમારી નૂતન વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ થઇ શકશે. તથા તેના ઉપરથી ડાઉનલોડ થઇ શકશે. GI. " રાણોદ્દ સર્વ સાધનામ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહો શ્રત$IIનમ - ૨૧Page Navigation
1 2 3 4 5 6 7 8