Book Title: Aho Shruta gyanam Paripatra 20 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ ' તસંપદાનું સંરક્ષણ - બહુમાન ભાવ આપણી હસ્તપ્રતો પૈકી મોગલ કાળમાં ઘણું બધુ સાહિત્ય ધ્વસ્ત થયું. ક્યારેક આગ, ઉધઇ કે મેઘ વષને કારણે અથવા તો સંભાળનારની બેકાળજીને લીધે ઉંદરોએ પણ શાસ્ત્રો કોરી ખાધા. ચોર લોકોએ ચોરી કરીને અમુલ્ય ગ્રંથો પરદેશીઓને વેચ્યા. અંગ્રેજ સરકાર દરમ્યાન ઘણું સાહિત્ય પરદેશમાં ટ્રાન્સફર થયું. આઝાદીની લડાઇ વખતે કેટલુંક સાહિત્ય પાકિસ્તાનમાં છોડીને આવવું પડ્યું. આજે પણ ત્યાં આપણા મંદિરો અને જ્ઞાનભંડારો પણ છે. પરંતુ કેટલું બચ્યું છે તે આપણને ખબર નથી. - પરદેશીઓએ પણ જૈન સાહિત્યથી પ્રભાવિત થઇને ઘણાં બધા જૈન ગ્રંથોનો અભ્યાસ કરીને તેમની ભાષામાં અનુવાદો કર્યા છે. જર્મનીના હર્મન જેકોબીએ ઉપમિતિ ભવ પ્રપંચાકથા, સમરાઇઍકહી, નેમિનાથ ચરિત્ર, પઉમરિયમ વગેરેનો ઇંગ્લિશમાં અનુવાદ કર્યો છે. આગમગ્રંથો આચારાંગ કલાસણ ઉતરાણન. સરકતાંગ આદિન Iધ્યન, સૂત્રકૃતાંગ આદિના ઇંગ્લિશ અનુવાદો પણ તેમણે કર્યો છે. (તેઓ સંયમી અને યોગવહન કરેલ ન હોવા છતાં આગમગ્રંથો આજથી ૧૦૦ વર્ષ પહેલા અનુવાદો કરીને પ્રગટ કર્યા છે અને તે કેટલા શાસ્ત્રીય છે તે અંગે અમો તેમના કાર્યને બીરદાવતા નથી કે અનુમોદના કરતા નથી પરંતુ તેઓને જૈન ગ્રંથો પ્રત્યે કેટલો બધો બહુમાનભાવ હતો તે બતાવવા માટે જ ઉલ્લેખ કર્યો છે.) હર્મન જેકોબી એ જર્મનના ટુડન્ટસ પ્રાકૃત ભણી શકે તે માટે પ્રાકૃત માર્ગદર્શિકાની પણ રચના કરી હતી. ડૉ.બહલરની સાથે રહીને જેસલમેરના જ્ઞાનભંડારનો પણ ઘણા સમય સુધી તેઓએ સંશોધન કર્યું હતું તેમના અનુયાયી શિષ્યો કિફુલ, લાસનાપ, શુબિંગ, હટેલ, ગેરિનો આદિ અનેક પરદેશી વિધાનોએ જૈન ગ્રંથો ઉપર સંશોધનનું કાર્ય કર્યું છે. અને આજે પણ આપણી ઘણી બધી હસ્તપ્રતો બ્રિટીશ લાયબ્રેરીલંડન, નેશનલ લાયબ્રેરી- પેરીસ અને જર્મનીમાં સુંદર રીતે સંગ્રહાયેલી છે. અને તે બધાના વ્યવસ્થિત કેટલોગ પણ પ્રકાશિત થયા છે. અને આ લાયબ્રેરીમાં તેમના નિતીનિયમો મુજબ વ્યવસ્થિત અરજી કરવાથી સંશોધન માટે હસ્તપ્રતોની ડીજીટલ નકલ મળે છે. | ઋણ સ્વીકાર| આ વર્ષે અહો ! શ્રુતજ્ઞાનમ ના છ અંકો પૂજ્ય ગુરુભગવંતોની કૃપા અને માર્ગદર્શન દ્વારા પ્રકાશિત કર્યા છે અને બધા જ સમુદાયના પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને પોસ્ટથી મોકલ્યા છે. અમારા શતભક્તિના આ કાર્યમાં ઘણા બધા જ્ઞાની ગરબડ મક્તિના આ કાર્યમાં ઘણા બધા જ્ઞાની ગુરુભગવંતોએ અનુમોદના અને વિગતો માર્ગદર્શન અમોને આપ્યું છે તે બધા જ ગુરુભગવંતોને અમો હૃદયપૂર્વક આભાર માનીયે છીએ. શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે પૂજય પ્રાચીન શ્રતોદ્ધારક પૂજ્ય આ. શ્રીમવિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમના શિષ્ય પૂજ્ય આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી તેમજ પૂજ્ય આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય આ. શ્રી અભયચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના અમો ઋણી છીએ. | તપાગચ્છના અઢાર સમુદાયના જુદા જુદા આચાર્ય ભગવંતો તેમજ મુનિભગવંતો તેમજ અચલગચ્છ, પાર્શ્વગચ્છ, ખરતરગચ્છ, શિસ્તુતિક ગચ્છ તેમજ અખિલ ભારત વર્ષિય સાધુમા જૈન સંઘ ના પૂજ્ય ગુરુભગવંતોના અમોને સતત અનુમોદના અને પ્રોત્સાહનના પત્રો મળ્યા છે તે બધા જ ગુરુભગવંતોના પણ અંતઃકરણપૂર્વક ઋણી છીએ. અહો! શ્રુતજ્ઞાનમ્ નો આગામી અંક સં-૨૦૬૯ ના અષાઢ સુદ-૫ ના રોજ પ્રકાશિત થશે તો શેષ કાળ દરમ્યાન શ્રુતજ્ઞાનને લગતી માહિતી આપ અમોને મોકલતા રહેશો અને જે પણ માહિતી અમોને મળશે તે જરૂર મુજબ મંગાવીને શ્રુતભક્તિનો લાભ આપશો. ૪ અહો ! શ્રુતજ્ઞાનમ ના જે પણ અંકો રેફરન્સ માટે જરૂર ન હોય તો યોગ્ય શ્રાવકોને કે જ્ઞાનભંડારના વહીવટકતઓને વાંચવા માટે આપશો અને વધારાના અંકો અમોને પરત મોકલાવી શકાશે પરંતુ પરઠવશો નહી. અહો ! @GST (૨Page Navigation
1 ... 3 4 5 6 7 8