Book Title: Aho Shruta gyanam Paripatra 20 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ પુસ્તક ૨૦ || શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II અહીં શ્રુતજ્ઞાનમ સંકલન શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૬૯ કારતક સુદ-૫ જ્ઞાનપંચમી બૈડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂ.ગુરુભગવંતોના ચરણોમાં સવિનય કોટિશ વંદનાવલી. જિનજ્ઞાસમારાધક શ્રેષ્ઠવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રીને સાદર પ્રણામ... જિનબિંબ અને જિનાગમ એ આપણો સાચો વારસો છે. શાસ્ત્રોમાં પણ જે છેદસૂત્રો તથા આગમગ્રંથો છે તેના વાંચનના અધિકારી યોગોદ્વહન કરેલ સાધુ ભગવંતો જ છે. આગ્રંથોને અધિકાર વિના સામાન્ય સાધુ-સાધ્વી ભગવંત પણ જો વાંચી ન શક્તા હોય, તો શ્રાવકની તો વાત જ શી કરવી ? આ સર્વ શ્રુતના અધિકારી સમર્થ ગીતાર્થ ગુરુભગવંતો છે તથા તેનો શાસ્ત્રીય વહીવટ, ગુરુભગવંતોના માર્ગદર્શન અનુસાર શ્રીસંઘ કરે છે અને કરવો જોઇએ. તાજેતરમાં ગુજરાત સમાચારની વડોદરા આવૃતિમાં NMM ના અધિકારીએ આપણી હસ્તપ્રતોને નેશનલ મિલ્કત તરીકે ગણીને તેમાં કોઇ એક ધર્મ કે સંપ્રદાયની માલિકી નથી તેવુ નિવેદન અને રજુઆત કરી છે. તે તદ્દન ગેરવ્યાજબી અને ખોટી છે. તેનો પ્રતિકાર કરવો યોગ્ય છે. ૭ આપણે આપણી ધાર્મિક સંસ્થાઓના વહીવટ કરતી વખતે ઘણી વખત સરકારી રાહત લેવા માટે તથા ધર્માદા ટ્રસ્ટના ઇન્કમટેક્ષના ફાયદા દાનદાતાને મળે તે માટે સાર્વજનિક ટ્રસ્ટ બનાવતા હોઇએ છીએ. ધર્માદા ટ્રસ્ટ દ્વારા દાનની રકમ વપરાઇ જાય તે ઘણું સારું છે, પણ સાર્વજનિક ટ્રસ્ટોમાં ક્યારેક કોઇ પણ જાતની હસ્તપ્રત, જિનબિંબ, જિનાલય કે ઉપાશ્રયની માલિકી રાખવી હિતાવહ નથી. ૭ ધર્માદા ટ્રસ્ટ એટલે કોઇ પણ એક ધર્મ કે સંપ્રદાયના લોકોએ પોતાની ધાર્મિક આસ્થા તથા ભાવનાથી બાનવેલ સંસ્થા કે જેમાં જે તે ધર્મના કે સંપ્રદાયના બધા જ લોકોની લાગણી અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. તેની મિલ્કત કે વહીવટ, ક્યારેય પણ જ્યાં સુધી તે સંસ્થા પોતે બીજાને આપે નહિ ત્યાં સુધી કોઇ લઇ શકે નહિ. સાર્વજનિક ટ્રસ્ટમાં સરકારી કાયદાઓ તેમના નીતિનિયમ પ્રમાણે હોય. તેથી તેનો વહીવટ ભલે આપણા સભ્યો કરતા હોય, પણ રાષ્ટ્રીય હિતમાં કે વિશાળ જનતાના લાભાર્થે તેનો ઉપયોગ કે માલિકી સરકાર પોતાના પરિપત્ર કે કાયદા દ્વારા રાતોરાત લઇ શકે છે તથા તેમાં બધી જ રીતે દખલગિરિ શક્ય બની શકે છે. Π ૦ દરેક સમુદાયના ગુરુભગવંતો અને અગ્રણી શ્રેષ્ઠીઓ તથા ટ્રસ્ટીઓને નમ્ર વિનંતિ સહ જણાવવાનું કે આ બાબત ધ્યાનમાં લઇ શ્રી સંઘની મિલ્કતો, જ્ઞાનભંડારો, હસ્તપ્રતો, જિનાલયાદિ સર્વની માલિકી સંસ્થાના ધાર્મિક ટ્રસ્ટમાં જ રાખવી જોઇએ. તેને સંગ્રહ કરવાની જગ્યા પણ ધાર્મિક ટ્રસ્ટની જ હોવી જોઇએ, ક્યારેક સાર્વજનિક ટ્રસ્ટની જગ્યામાં રાખેલ આપણી અમૂલ્ય મિલ્કતો સરકારી દખલને કારણે ધર્માદા અને સાર્વજનિક ટ્રસ્ટની ભેદરેખાની ભુલને કારણે જો સરકારી સંસ્થાઓમાં જતી રહેશે તો ભવિષ્યની પેઢી આપણને કદી માફ નહિ કરે. અસ્તુ.... હવે આગામી ચાતુર્માસમાં ફરી મળશું. અહો ! શ્રુતજ્ઞાનમ્ ના અંકમાં લેખો દ્વારા આપને કોઇ મનદુઃખ થયું હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કોઇ પ્રરૂપણા થવા પામી હોય તો તેનું ત્રિવિધે મિચ્છામી દુક્કડમ્ માંગીએ છીએ. दासोऽहं सर्व साधूनाम् " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ અહો ! ક્ષુલાવટ =0 ૧Page Navigation
1 2 3 4 5 6 7 8