Book Title: Aho Shruta gyanam Paripatra 17 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ |/ શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II પુસ્તક અહો ! શ્રવજ્ઞાળ0 - સંકલન સં. ૨૦૬૮ પ્રથમ ભાદરવા સુદ-૫ શાહ બાબુલાલ સરેમલ જિનશાસનના શણગાર, શાસનના અણગાર શ્રમણ-શ્રમણી ભગવંતોના ચરણોમાં સેવકની સાદર કોટિશઃ વંદનાવલી જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠીવર્યશ્રી/ પંડીતવર્યશ્રી, વિધિકારકશ્રીને પ્રણામ... | ગત ૧૬ માં પરિપત્રમાં આપણે વિચાર્યું કે પૂર્વકાળે એક પરંપરા અને મર્યાદાને કારણે જ્ઞાનભંડારોની સુરક્ષા અને વ્યવસ્થિત જાળવણી-સાચવણી હતી. પંરતુ વર્તમાન પરિસ્થિતિમાં શહેરીકરણ અને હાલના અત્યાધુનિક યાંત્રિક યુગના જમાનામાં જ્ઞાનક્ષેત્ર જ્યારે નબળું પડી રહેલું જણાતું હોય ત્યારે શ્રી સંઘના મોભીઓએ શ્રુતભક્તિ નિમિત્તે કેટલાક મુદ્દાઓ અવશ્ય ધ્યાન પર લેવા જોઇએ, જેની ક્રમિક વિચારણા કરીએ. - -: શ્રુતજ્ઞાન ક્ષેત્રે શ્રીસંઘના મોભીઓનું કર્તવ્ય, બાળ સંસ્કરણ :(૧) શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ જે ભક્તિ અને બહુમાનભાવથી શ્રુતની ઉપાસના કરે છે, તેમની એ ભાવનાને સાકારિત કરવી. વ્યાખ્યાન દ્વારા પોતાની જિજ્ઞાસાને તેઓ સંતોષે છે, એમાં પણ શ્રીસંઘનું જ્ઞાન, સમજણ અને આચારનું સ્તર હજી વિશેષ ઉંચું આવે એ માટેના કેટલાક પ્રયત્નો આ પ્રમાણેના કરી શકાય. (૨) શ્રીસંઘના બાળકોમાં બાળપણથી જ ધાર્મિક જ્ઞાન અને સંસ્કારોનું સિંચન થાય એ માટે પાઠશાળાના કાર્યને વેગ આપવો. આજે ૧૪-૧૫ વરસ થાય એટલે બાળકો-છોકરાઓ પાઠશાળા જવાનું ટાળે છે. સ્કુલના અભ્યાસનું બર્ડન ઘણું હોય, તથા મહત્વ પણ તેનું જ આંકતા હોઇ ધાર્મિક અભ્યાસની ઉપેક્ષા જ થાય છે. જેના ઉકેલ રૂપે પ્રારંભિક બીજા ત્રીજા વરસથી જ ટીની-મીની પાઠશાળા કે વજસ્વામી પાઠશાળા વગેરે જેવા પ્રયોગો દ્વારા તેઓમાં ધાર્મિક સંસ્કરણ સિંચન કરવું જોઇએ. વ્યવહારિક દુનિયામાં આજે ૩ વર્ષથી કુલ શરૂ થઇ જાય છે. એટલા કે એથી નાની ઉંમરના પણ કોમ્યુટર અને મોબાઇલમાં ગેમરમતા હોય છે. કેટલીયે જાતના નવા નવા કોર્સ કરતા હોય છે, નવું નવું ઘણું શીખતા હોય છે. અથતિ પહેલા કરતા આઇકર્યુ લેવલ જ્યારે આજે ખ વધ્યો છે. ત્યારે તેનો ઉપયોગ ધાર્મિક સંસ્કરણ ક્ષેત્રે અવશ્ય કરી જ લેવો જોઇએ. મા-બાપોને પણ પોતાનું બાળક દુનિયાની કોઇ આવડતથી વંચિત ન રહી જાય એવી ઘગશ હોય છે. ત્યારે એ બાળકના આલોક-પરલોકને સુધારનારા સંસ્કરણથી તો એ શી રીતે વંચિત રહેવું જોઇએ.? | યોગ્ય ગુરુભગવંતના મુખે સકળ શ્રીસંઘમાં આ બાબતની મહત્તા સમજાવાય, જાગૃતિ આવે અને તેના સંન્નિષ્ઠ પ્રયત્નો થાય તે ઇચ્છનીય છે. અન્યથા ભવિષ્યની આખી પેઢી જો ધાર્મિક સંસ્કરણહીન હશે તો ભવિષ્યમાં શ્રીસંઘનો વહીવટ, તીર્થોનો વહીવટ, શ્રીસંઘની આરાધના વગેરેનો મોટો પ્રશ્ન ઉભો થાય. વર્તમાન શિક્ષણ પામેલી એક નાસ્તિક પેઢીના હાથમાં સંઘનું સુકાન-સંચાલન જાય એ પણ એક મોટી ચિંતાનો અને વિચારણાનો વિષય છે. | ચાતુર્માસમાં અનુષ્ઠાનોના ફંડની, પ્રભાવનાની, એકાસણા-બિયાસણાની વ્યવસ્થા કરવી, આંબેલખાતાનો તોટ પૂરો કરવો, કે થોડી ઘણી સામગ્રીની ખરીદી કરવી કે એટલા ને એવા કાર્યો કરવા માત્રથી સંઘના મોભીપણાની ઇતીશ્રી નથી. શ્રીસંઘના વાસ્તવિક નક્ર સુદેટ ભવિષ્યના વિચારણા કરવી, તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવા, એ હેતુ સિદ્ધિ થાય એ માટેની પરિસ્થિતિ-સંયોગો ગોઠવવા એ શ્રીસંઘનું ઉંચી ક્વોલીટીનું મોભીપણું છે. અને દરેક શ્રીસંઘમાં આ સ્વરૂપની વિચારણાવાળા, પ્રયત્નવાળા એક-બે-ચાર જણ હોય જ છે. તેઓ પોતાનો પ્રયત્ન કરે અને અન્ય સર્વ ટ્રસ્ટીઓ આંતરીક મનોભાવોને-મતભેદોને બાજુમાં મુકીને શ્રીસંઘ હિતાર્થે તેમને સપોર્ટ કરે તો આ સ્વરૂપના જિનશાસનના નક્ક કાર્યો થાય. - જ્ઞાનક્ષેત્રે શ્રીસંઘના મોભીઓએ કરવા યોગ્ય હજી અન્ય કાર્ય આવતા અંકમાં વિચારીશું. " રાણોદ્દ સર્વ સાધનામ " લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ જ્યારે આજે ખૂબPage Navigation
1 2 3 4 5 6 7 8