Book Title: Aho Shruta gyanam Paripatra 13 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ ચાલો, આપણા હસ્તલિખિત વારસાને સુરક્ષિત કરી લઇએ. ગત પરિપત્રમાં પ્રસ્તુત વિષય અંતર્ગત વિદેશમાં તેમજ આપણા દેશમાં સરકારી ઇન્સ્ટીટ્યુટો તેમજ જૈનેતર સંસ્થાઓમાં રહેલ આપણી હસ્તલિખિત પ્રતોની માહિતિ આપી હતી. આ સંસ્થાઓએ જે તે વિષય પર શોધકાર્ય કરતા વિદ્વાનોને ખૂબ જ ઉપયોગી થઇ પડે એ રીતે પ્રત્યેક હસ્તપ્રતોના વિવિધ માહિતિસભર કેટલોગ પ્રકાશિત કર્યા છે. અને તેની માંગણી કરતા તેમના નિયમ મુજબ ઝેરોક્ષ નકલો અથવા તો સ્કેન કરેલી સી.ડી પણ પૂરી પાડે છે. જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરીને આ સંસ્થાઓ પાસેથી ડીઝીટલ ફોર્મેટમાં અથવા ઝેરોક્ષ નકલો મેળવીને પણ આપણે શ્રુતવારસો પાછો મેળવવો જોઇએ. જે ખૂબ જરૂરી જણાય છે. હસ્તપ્રત - જ્ઞાન રક્ષા ગતલેખમાં શ્રી સંઘ અથવા ગુરૂભગવંત પ્રેરિત સંસ્થા કે સમુદાય કે શ્રેષ્ઠિઓ હસ્તકના જ્ઞાનભંડારો અંગે પણ વિચારણા થયેલ. હસ્તલિખિત વારસાને સુરક્ષિત કરવા બે મુદ્દે વિચારણા કરવાની છે. (૧) તે મૂળ સ્વરૂપે સારી રીતે સચવાઇ રહે. ઉધઇ, અગ્નિ, પાણી આદિ કુદરતી આપત્તિઓમાં તેનું સંરક્ષણ થઇ શકે અને વાતાવરણના ભેજ આદિની અસર ન લાગે તેમ સાચવવા. તે માટે પેટીપેક દાબડાઓમાં તે સચવાય, ઘોડાવજ, તમાકુનો ભૂકો વિ. દ્વારા રક્ષણ કરાય. શ્રુતપ્રભાકર મુનિ પુણ્યવિજ્યજી મહારાજાએ આ બાબત શ્રીસંઘમાં અત્યંત જાગૃતિ લાવી છે, તે બદલ સંઘ તેમનો ઋણી રહેશે. (૨) વળી, એથી” એ મહત્વની બાબત એમાં રહેલ શ્રુતજ્ઞાનની - પદાર્થોની સુરક્ષા કરવાની છે. આજે શ્રી સંઘ હસ્તકના જ્ઞાનભંડારોમાં તેનો કેટલોગ-સૂચિ બનાવવા, સ્કેનીંગ કરાવવા, પૂજ્યોને ઝેરોક્ષ નકલ આપવા માટે પ્રાયઃ વ્યવસ્થાતંત્ર હોતું નથી. જે યાદી બનાવેલી હોય છે તેમાં પણ જરૂરી ચાર-પાંચ વિગતોથી અધિક કંઇ હોતું નથી, જે વિચારણીય ગણાય. સંશોધકોને યાદી ઉપરથી જે તે કૃતિની અગત્યની સર્વ માહિતિ મળતી નથી. | કિંઇક આવું થઇ શકે.... વર્તમાન કાળને અનુલક્ષીને આ સર્વ હસ્તપ્રતોને સ્કેનીંગ કરાવી ડીવીડી ફોર્મેટમાં સાચવી લેવા જોઇએ. જો કે ઇલેક્ટ્રીક સાધનોની અનેક પ્રકારની મર્યાદાઓ છે. ગઇકાલની માઇક્રોફિલ્મ આજે ચાલતી નથી. આજની ડીવીડી માટે આવતીકાલનું ભાવિ કહી ન શકાય. જે તે કાળે પરિવર્તન પામતા/વિકસતા સાધનમાં એનું રૂપાંતરણ કરતા રહેવું જોઇએ. વાસ્તવમાં તો સ્કેનીંગ કરાવી સારા મજબૂત ટકાઉ કાગળો પર ખૂબ લાંબો સમય ટકી રહે એવી શાહીથી પ્રીન્ટીંગ ઝેરોક્ષ લઇ કાગળ ઉપર જ તે સાચવી લેવા જેવું છે. ભારતભરમાં અલગ અલગ પ્રદેશમાં ૩-૫ આવા સ્થાનો હોય, જ્યાં ભિન્ન ભિન્ન પ્રદેશોની ઓરીજનલ હસ્તપ્રતોની ઝેરોક્ષ સચવાયેલી રહે. જેથી ભવિષ્યમાં જે તે સ્થાનિક ભંડારને કંઇક આપત્તિ આવે ત્યારે પણ એમાનું શ્રત તો અવશ્ય સચવાયેલું જ રહે અને સ્કેન કરેલા ડીવીડી ફોર્મેટમાં રહેલ કૃતિનું સંશોધન કરતાં પૂજ્યોને પ્રીન્ટ નકલ આપવામાં ખૂબ જ સરળતા રહેશે. ઉપરોક્ત સર્વ બાબતોમાં ગીતાજ્ઞાની ગુરુભગવંતોનું માર્ગદર્શન અનિવાર્ય જાણવું. અનુમોદના.... અનુમોદના.... વારંવાર | (૧) વર્તમાનમાં આ. કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર, કોબા દ્વારા એક ઉત્તમ અભિગમ અને સંકલ્પ સિદ્ધિ સાથેનો દીવાદાંડીરૂપ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. બે લાખ હસ્તપ્રતો પૈકી તેઓએ ૩૫ હજાર હસ્તપ્રતોના વિસ્તૃત માહિતિ સભર ૧ થી ૮ સૂચિપત્રો પ્રકાશિત કર્યા છે. તથા આગામી સમયમાં બીજા ૪૭ કેટલોગ દ્વારા પ્રત્યેક હસ્તપ્રતનું વર્ગીકરણ કરી વિસ્તૃત માહિતિસભર સૂચિપત્ર પ્રકાશનનું આયોજન છે. સમુદાયાદિના ભેદભાવ વિના કોઇPage Navigation
1 2 3 4 5 6 7 8