Book Title: Aho Shruta gyanam Paripatra 13 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 2
________________ લિથુરણા થયેલા EBટ કૃતિ દરણાદાળી લાકે ઉપુલ છે આપણા પૂર્વાચાર્યોએ સતત જ્ઞાનોપાસના કરી ભવિષ્યની પેઢી માટે આગમગ્રંથોની ટીકાઓ, પ્રકરણગ્રંથોના નવસર્જનો, તેની ટીકાઓ આદિ અનેક પ્રકારના વિવિધ સાહિત્યની રચના કરી છે, જે વિદ્વભોગ્ય છે. ઉપરાંત લોકભોગ્ય બની રહે એ પ્રમાણે નાના નાના ચરિત્રગ્રંથો, ભક્તિસભર સ્તવનો, વૈરાગ્યસભર સજ્જાયો, પ્રભુભક્તિની થોયોના જોડકાઓ, ચોપાઇઓ, લાવણીઓ આદિ રચનાઓ તો એટલા વિશાળ પ્રમાણમાં થઇ છે કે હજી પણ આવી અઢળક કૃતિઓ અપ્રકાશિત મળી રહે. વળી આ બધી કૃતિઓ વધુમાં વધુ પાંચ-સાત-દશ પૃષ્ઠોમાં સમાવિષ્ટ થઇ જતી હોય છે. જેઓને લિવ્યંતરણ કરવા દ્વારા શ્રુતજ્ઞાનની ઉપાસના કરવી હોય તેઓને આ લઘુકૃતિઓ ખૂબ ખૂબ ઉપયોગી બની રહે છે. અમે અહીં સાબરમતીમાં લિવ્યંતરણના વર્ગો ચલાવેલ, જેમાં અનેક સાધ્વીજી ભગવંતોએ તેનું જ્ઞાન મેળવ્યું અને આવી પ્રાયઃ અપ્રગટ લઘુકૃતિઓનું લિવ્યંતરણ પણ કર્યું. અમારી પાસે જુદા-જુદા સાધ્વીજી ભગવંતોએ લિવ્યંતરણ કરેલ લઘુકૃતિઓ ઉપલબ્ધ છે, જેઓને પણ સંશોધન-સંપાદન કરીને પ્રકાશિત કરવાની ભાવના હોય તેઓ ખુશીથી મંગાવી શકે છે. તેમજ તેની કેટલીક યાદી પણ અત્રે રજુ કરી રહ્યા છીએ. તેના મુદ્રણ-પ્રકાશન માટેના ખર્ચ તેમજ વિતરણ આદી વ્યવસ્થા વગેરેમાં પણ અમે યોગ્ય રીતે સહાયભૂત થવા પ્રયત્ન કરી શકીશું. ક્રમકૃતિ નામ કત હસ્તપ્રત ભંડાર પ્રમાણ ૧ | સિધ્ધસેન દિવાકર શ્રી હેમચંદ્રાચાર્ય ભંડાર-પાટણ શ્લોક ૩૬ યતિદિન કૃત્ય. પૂ.હરિભદ્રસૂરિજી પૃષ્ઠ ૧૪ મિથ્યાત્વ સમતિ પૂ.દેવેન્દ્રસૂરિજી શ્રી હેમચંદ્રાચાર્ય ભંડાર-પાટણ શ્લોક ૭૪ તીર્થમાલા. શ્રી સંવેગી પગથિયાનો ઉપાશ્રય-અમદાવાદ| પૃષ્ઠ ૧૧ વિસંવાદ શતક પૃષ્ઠ ૧૬ કથા ગ્રંથ(૩૧ કથા ગુજ.) શ્રી નિતીવિજય શાસ્ત્ર સંગ્રહ-ખંભાત, પૃષ્ઠ ૧૯૭ પ્રબોધસાર ભાંડારકર કાગળનો ભંડાર પૃષ્ઠ ૪૮ સિધ્ધાંત રત્નાવલી શ્રી જિનચંદ્રસૂરિજી| ભાંડારકર તાડપત્રિય શ્લોક ૩૨ પૂજા પંચાશિકા પૂ.મહિમાવિજયજી | આ.કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર-કોબા | પૃષ્ઠ ૩૮ સંવેગરસ ચંદ્રાવલી શ્રી સંવેગી પગથિયાનો ઉપાશ્રય પૃષ્ઠ ૧૦ વિચાર મંજરી આ.કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર-કોબા પૃષ્ઠ ૧૨ જ્ઞાનપ્રબોધ વાચકજસવિજયજી ભાભાનો પાડાનો ભંડાર-પાટણ શ્લોક ૧૬૧ આરામ ની કથાનક શ્રી સંવેગી પગથિયાનો ઉપાશ્રય શ્લોક ૧૦૬ કમલાવતીનો રાસ આણંદજી કલ્યાણજી ભંડાર-લીંબડી પૃથ્વીચંદ્ર રાસ આણંદજી કલ્યાણજી ભંડાર-લીંબડી ૧૬| મેઘકુમાર રાસ આણંદજી કલ્યાણજી ભંડાર-લીંબડી ૧૦| અડગદત્ત રાસ આણંદજી કલ્યાણજી ભંડાર-લીંબડી ૧૮| કોચર વ્યવહારીનો રાસ આણંદજી કલ્યાણજી ભંડાર-લીંબડી ૧૯| દશવિધ યતિ ધર્મી શ્રી સંવેગી પગથિયાનો ઉપાશ્રય ૨૦| ચઉવિંશતિ જિન સ્તુતિ | સોમવિમલસૂરિજી ૧૦| પૃષ્ઠ ૫Page Navigation
1 2 3 4 5 6 7 8