Book Title: Aho Shruta gyanam Paripatra 13 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ પણ ગુરૂભગવંતની માંગણી આવેથી ઉદારતાપૂર્વક હસ્તપ્રતની ઝેરોક્ષ તેમજ શ્રુતજ્ઞાનને લગતી કોઇપણ માહિતિ પૂરી પાડે છે. જેની હાર્દિક અનુમોદના... તેઓએ પણ પોતાના પાસે રહેલ હસ્તપ્રતોને તબક્કાવાર સ્કેનીંગ કરાવવાનું શરૂ કરેલ છે. જેની પણ હાર્દિક અનુમોદના કરીએ છીએ. પ્રેરક ગુરૂદેવ આ.પદ્મસાગરસૂરિજી તેમજ પં. અજયસાગરજી અને ટ્રસ્ટીઓની દીર્ઘદ્રષ્ટિને વંદના. (૨) પાટણનો આ. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પણ ગુરુભગવંતોની પ્રેરણા અને ટ્રસ્ટીઓની દીર્ઘદ્રષ્ટિના પ્રભાવે સંપૂર્ણ સ્કેનીંગ થઇ ચૂક્યો છે. તેઓ પણ નિયત ખર્ચ લઇને પોતાને ત્યાં રહેલ ગ્રંથોની નકલ સંશોધન-સંપાદન માટે ટોકન ચાર્જથી આપે છે. અનુમોદના... (૩) એલ. ડી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી દ્વારા પણ તેમને ત્યાં રહેલ હસ્તપ્રતોમાંથી કેટલીક હસ્તપ્રતોના કેટલોગ પ્રકાશિત કરવામાં આવ્યા છે. અને સંશોધન-સંપાદન માટે ગ્રંથની ઝેરોક્ષ ટોકન ચાર્જ લઇને આપે છે.અનુમોદના. (૪) ઉજ્જૈનનો આ.ચંદ્રસાગરસૂરિ જ્ઞાનભંડાર પણ જૈન વિશ્વભારતી લાડનૂ દ્વારા સ્કેનીંગ થઇ ગયો છે. અને તેના ડેટાશીટ ઉપરથી અમે સૂચિપત્ર પણ તૈયાર કર્યું છે.ઝેરોક્ષ નકલ સંશોધન માટે અમો આપીશું. (૫) શ્રુત-રક્ષણ-સંવર્ધન-સંશોધન અને સંપાદનના ક્ષેત્રે અગ્રગણ્ય પુણ્યનામધેય શ્રી જંબૂવિજયજી મ.સા.દ્વારા જુદા જુદા ભંડારોમાં રહેલ અગત્યના હસ્તપ્રતગ્રંથોને સ્કેન કરાવીને ૧૦૪ ડીવીડી નો સેટ બનાવ્યો, તેઓએ કાગળ પર ઝેરોક્ષ નકલો પણ કરાવીને દસ જુદા જુદા જ્ઞાનભંડારોને પડતર કિંમતે આપેલ છે. અનુમોદના... (૬) ખંભાત સ્થિત શ્રી શાંતિનાથ તાડપત્રિય ભંડારનો વિસ્તૃત કેટલોગ પૂ.પૂણ્યવિજયજી દ્વારા તથા લીંબડી જ્ઞાનભંડારનો કેટલોગ પૂ.ચતુરવિજયજી દ્વારા બનાવીને પ્રકાશિત થયેલ છે. જે પૈકી અગત્યના થોડાક ગ્રંથો માઇક્રોફિલ્મમાં સુરક્ષિત થયા છે. (6) જેસલમેર સ્થિત જ્ઞાનભંડારો ના કેટલોગ પણ પ્રકાશિત થયેલ છે અને સ્કેનીંગ કરીને તેમાં રહેલ પદાર્થોનું સંરક્ષણ થયેલ છે. ઉપરોક્ત સર્વેની હાર્દિક અનુમોદના.... | ગુજરાતના હસ્તલિખિત જ્ઞાનભંડારો આ સાથે ગુજરાત રાજ્યના વિભિન્ન ગામોના હસ્તલિખિત ભંડારોના અમારી પાસેની માહિતિ પૃષ્ઠ ૬ ઉપર રજૂ કરી રહ્યા છીએ. એ પાછળ અમારો ઉદ્દેશ્ય એ છે કે નૂતન સંશોધન-સંપાદન જેઓ કરતા હોય, તેઓને વિવિધ હસ્તપ્રતોની નકલની પ્રાપ્તિ માટેના સ્થાનની જાણકારી રહે. વળી, આ ભંડારોના પ્રાયઃ કરીને સૂચિપત્ર પ્રકાશિત નથી. તથા પ્રાયઃ કરી સ્કેનીંગ પણ થયેલું હોતું નથી. જે યાદિ હોય છે તે પણ ૪-૫ વિગત પૂરતી જ હોય છે. છતાં પણ મુદ્રિત કેટલોગ કે માહિતિસભર યાદિ હોય તો અમોને જણાવશો. જે તે સંઘ પર વર્ચસ્વ, પ્રભાવ કે ઓળખાણ ધરાવનાર મહાત્માઓએ રસ લઇને તે સંઘના જ્ઞાનભંડારોનું એકવાર તો સ્કેનીંગ કરાવી જ લેવું જોઇએ. અને સૂચિપત્ર બનાવી લેવાથી પૂજ્યોને જરૂરી ગ્રંથોની જાણકારી મળી શકશે. અને આ સૂચિપત્ર કોમ્યુટર ઉપર બનાવીને તેની ઝેરોક્ષ મશીન ઉપર મર્યાદિત ૨૦-૨૫ નકલ પ્રિન્ટ કરાવવાથી ઓછા ખર્ચે પણ ખૂબ જ ઉપયોગી કાર્ય બની રહેશે. પૂજય શ્રમણ-શ્રમણી ભગવંતોને નમ્ર અરજ છે કે આપ જ્યાં પણ ચાતુર્માસ હો ત્યાં આસપાસના વિસ્તારમાં રહેલ હસ્તપ્રતજ્ઞાનભંડારનું નામ, સરનામું, હસ્તપ્રતની સંખ્યા, સંભાળનારનું નામ તથા વ્યવસ્થાપક ટ્રસ્ટીનું નામ અને ફોન નંબર અમને ખાસ લખી મોકલવા યોગ્ય કરશો. હસ્તપ્રતની ઝેરોક્ષ નકલ સંશોધન માટે આપતા હોય તો તેની વિગત પણ મોકલશો તો આગામી અંકમાં અનુમોદના કરીશું.Page Navigation
1 ... 3 4 5 6 7 8