Book Title: Aho Shruta gyanam Paripatra 10
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ મૃતોપયોગી કેટલીક વેબસાઇટ દેશવિદેશની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઘણા બધા જૈન ગ્રંથો સ્કેન કરાવીને પીડીએફ ફોર્મેટમાં જુદી જુદી વેબસાઇટ પર ઓનલાઇન મુકાયેલા છે. ૨૦-૨૫ વર્ષ પહેલા મુદ્રિત થયેલા પ્રકરણાદિ ગ્રંથો, શબ્દકોષો તેમજ ઉપયોગી જૈનેતર ગ્રંથો ઘણીવાર પ્રકાશક પાસે વેચાણ કે ભેટ માટે ઉપલબ્ધ હોતા નથી. જરૂરી ગ્રંથો મોટા શહેરોમાં ૫-૧૦ જ્ઞાનભંડારોમાં સચવાયેલા હોય છે. પરંતુ ત્યાં પણ ક્યારેક ઘણાં ધક્કા ખાવા છતા પોઝીટીવ રીઝલ્ટ મળતુ નથી. સર્જન-સંશોધન-સંપાદનાદિ વિશિષ્ટ કાર્યોમાં ઉત્સાહપૂર્વક પ્રવર્તનારા પૂજ્ય જ્ઞાની-વિદ્વાન ગુરૂભગવંતોને કેટલાક અપ્રાપ્ય અને પ્રાચીન મુદ્રિત ગ્રંથો રેફરન્સ માટે જરૂરી હોય છે, જે મળવા મુશ્કેલ હોય છે. પોતાના સમય અને શક્તિ સર્વપણે ફોરવ્યા બાદ પણ જરૂરી ગ્રંથોની ઉપલબ્ધતાને અભાવે હતાશા-નિરાશ થઇ જતાં અમો એ અનુભવેલ છે. - ઘણીવાર એવું બનતું હોય છે કે રેફરન્સ માટે ઉપયોગી મુદ્રિત ગ્રંથો જુદી જુદી વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. પરંતુ આપણા ગુરૂભગવંતો કોમ્યુટર કે વેબસાઇટનો ઉપયોગ કરતા ન હોઇ તેઓને તેની જાણકારી ન હોય એ પણ સ્વાભાવિક છે. એવે સમયે શ્રાવક તરીકેની આપણી ફરજ એ બને છે કે પૂજ્યોને સંશોધનો ઉપયોગી બધા જ ગ્રંથો યેન-કેન પ્રકારે જ્યાં-ત્યાંથી, પણ મળી રહે તેમ ત્વરિત પૂરા પાડવા જોઇએ. સંશોધન-સંપાદનમાં ઉપયોગી થઇ શકે એવા જૈન-જૈનેતર ગ્રંથો ધરાવતી જુદી જુદી અગત્યની વેબસાઇટની સૂચિ અહીં આપેલ છે. અન્ય પણ આવી વેબસાઇટ આપના ધ્યાનમાં હોય તો અમને અવશ્ય સૂચન કરશો. વળી, આપણા પૂજ્ય ગુરૂભગવંતો પ્રેરિત સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ગ્રંથો જે તે સંસ્થાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે. ઘણાં બધાં માસિક, મગેઝીન તેમજ જર્નલ્સમાં રહેલ અગત્યના લેખો પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે. જુદી જુદી વેબસાઇટ પર રહેલ જે કોઇપણ ગ્રંથની આપને જરૂર હોય તો ડાઉનલોડ કરીને પ્રીન્ટ નકલ અથવા સીડી આપને મોકલવા યોગ્ય કરી શકીશું. (a) jainelibrary.org - JAINA (USA) આપણા ચારેય ફીરકાના લગભગ ૩૦૦૦ પુસ્તકોને ઓનલાઇન મુકેલા છે તેમજ પાઠશાળા ઉપયોગી અંગ્રેજી ભાષામાં છપાયેલ તેઓ દ્વારા પ્રકાશિત પુસ્તકો તેમજ જુદા જુદા માસિકના અંકો પણ ઉપલબ્ધ છે. આખુ જ પુસ્તક સંપૂર્ણપણે Downlod કરી શકાય છે. તે વિશેષતા છે. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાન ભંડાર દ્વારા પ્રકાશિત બધી જ ડીવીડીના પુસ્તકો પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. (૨) rajendrasuri.net.com અભિધાન રાજેન્દ્ર કોષના સાત ભાગ ઓનલાઇન મુકેલા છે તેને પણ Downlod કરી શકાય છે. (૩) gutenberg.com વિશ્વભરમાં રહેલા બધા જ અગત્યના અંગ્રેજી પુસ્તકો મુકેલા છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8