Book Title: Aho Shruta gyanam Paripatra 10
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ - || શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ || પુસ્તક // શ્રી , અહો! શ્રુતજ્ઞાળa qo સંકલન સં-૨૦૬૦ અષાઢ સુદ-૫ 5 શાહ બાબુલાલ સરેમલ | પ.પૂ.જિનશાસનશણગાર ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોના શ્રીચરણોમાં સેવક બાબુલાલ સનેમલ બેડાવાળા ની હાર્દિક વંદનાવલી અવધારશોજી. શ્રી શ્રુતપ્રેમી સાધમિક બંધુઓને સબહુમાન પ્રણામ. | ‘કલિકાલે જિનબિંબ જિનાગમ, ભવિયણ કું આધારા’ ઉપરોક્ત પંકિતમાં કલિકાલમાં શ્રુતકેવલી સમાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કલિકાળમાં ભવ્યજીવોના પરમઆધાર સ્વરૂપ જે જિનાગમ અર્થાત શ્રુતજ્ઞાનની વાત કરી રહ્યા છે તેની ઉપાસના કરી જીવન સાર્થક કરવાના એક માત્ર આશયથી ગત બે વર્ષથી ચાતુર્માસ દરમ્યાન 'અહો ! શ્રુતજ્ઞાનમ્'પરિપત્ર દ્વારા જિનશાસનમાં શ્રુતજ્ઞાન અંગેની ઘણી બધી માહિતી પૂજ્ય ગુરૂવર્યોની કુપા અને માર્ગદર્શનથી પૂરી પાડી રહ્યા છીએ. જેમાં વર્ષ દરમ્યાન નૂતન પ્રકાશિત થતા ગ્રંથો, નૂતન સંશોધન-સંપાદન થતા ગ્રંથો, શ્રુતજ્ઞાન ક્ષેત્રે કરવા યોગ્ય કાર્યો ઇત્યાદિ ઘણી બધી માહિતીનો સમાવેશ થાય છે. સંશોધન અને સ્વાધ્યાયરત પૂજ્યશ્રીને તે ખુબ જ ઉપયોગી નીવડે છે, જે તેમના અનુમોદનાસભર પત્ર દ્વારા જણાય છે. તે દ્વારા વિશેષ પ્રોત્સાહિત થઇ આ તૃતીય વર્ષે પણ ચાતુર્માસ દરમ્યાન પ્રસ્તુત માસિક પરિપત્ર આપ સહુને પ્રેષિત કરી રહ્યા છીએ. les | શ્રુત લેખન અને શ્રુત છાપકામ શ્રુતજ્ઞાન એ જિનશાસનનો પાયો છે. શ્રુત દ્વારા શાસન ચાલે છે માટે જ જ્યારે શ્રુત ધીરે ધીરે ભુલાવા લાગ્યુ ત્યારે વીર નિવણના ૯૮૦ વર્ષે શ્રુત સાચવણી માટે તત્કાળ પ્રસિદ્ધ સામગ્રી સ્વરૂપે તાડપત્ર વપરાયું... કાળે કાળે લેખન સામગ્રીમાં બદલાવટ ફેરફાર થયા અને કાગળનો વિકલ્પ શરૂ થયો... એમાં પણ પછીથી વિવિધ ચિત્રસભર લેખન ઇત્યાદિ જે તે કાળે સર્વપ્રસિદ્ધ વિગતો આમાં ઉમેરાતી ગઇ. શ્રુત સાચવણી માટે તે કાળે લેખનનો વિકલ્પ હોઇ તેની પર ભાર મૂકવા શ્રાવકોના કર્તવ્યમાં ' પુસ્થતિહvi ' નું સવિશેષ કર્તવ્ય મૂક્યું તથા શ્રુતલેખનના લાભ દર્શાવતા શ્લોકો-રચનાઓ વિગેરે પણ થયા. સર્વ જગતના વ્યવહારમાં યંત્રવાદનો વ્યાપક પ્રચાર થતા મૃતનું છાપકામ શરૂ થયું. આગમોદ્ધારક પૂ આનંદસાગરજી મ.સા.એ ઘણા બધા આગમો છપાવડાવી ભાવી પેઢી પર ઘણો ઉપકાર કર્યો. આગમપ્રભાકર પૂ.પુણ્યવિજયજી મ.સા. તથા આગમપ્રજ્ઞા મુ.જંબૂવિજયજી મ.સા.એ કેટલીયે પ્રાચીન હસ્તપ્રતો મેળવીને જે તે આગમગ્રંથો શુદ્ધ સ્વરૂપે છપાવડાવ્યા, તે તો આજે સર્વ માટે દીવાદાંડી સમાન બન્યા છે. છાપકામશરૂ થયા બાદ સાધુના અધ્યયનઆદિ તથા સંશોધનો ચોક્કસપણે વધ્યા છે. અધ્યયનાર્થે ગ્રંથો વધુ શુદ્ધ અર્ને સરળપણે ઉપલબ્ધ થયા છે. આ રીતે શ્રુતલેખનના કહેલ લાભો શ્રાવકો આજે શ્રત છાપકામ દ્વારા પણ મેળવી શકે છે. છાપકામ એ ગૃહસ્થનું કાર્ય છે અને જે કાળે જે વ્યવસ્થા હોય તથા જેમાં લાભ વધુ હોય, તેમાં ગૃહરો પોતાની રીતે પ્રવર્તે. તેમાં પ્રાચીનઅર્વાચીન પરંપરા ગૌણ વસ્તુ જણાય છે. સન્મતિતર્કકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ કહે છે કે કાળે કાળે નવું જૂનું થાય અને જૂનું નવું થાય. - જિનશાસનની નિઃરવાર્થ સેવાની ભાવનાથી આરંભાયેલ આ શ્રુતજજ્ઞમાં ઉચિત પ્રેરણા - સૂચના અને માર્ગદર્શન રૂપ સમિધ પૂજ્યશ્રીઓ દ્વારા મળે એ જ એક અપેક્ષા. શ્રીસંઘચરણ સેવક બાબુલાલ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8