Book Title: Aho Shruta gyanam Paripatra 07
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ સરસ્વતી પુત્રોને વિનમ્ર અરજ હિંદુ ધર્મનો મુખ્ય ગ્રંથ ભગવદ્ગીતા ગણાય છે. ઈસ્લામનો માન્ય ગ્રંથ છે. કુરાન. ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ છે બાઈબલ. બૌદ્ધધર્મમાં ધમ્મપદ છે પણ જૈન ધર્મનો પ્રતિનિધિક સર્વસામાન્ય ગ્રંથ કયો ? આપણી પાસે પરમ પવિત્ર ૪૫ આગમગ્રંથ છે. કલ્પસૂત્ર તો સર્વશાસ્ત્ર શિરોમણી કહ્યું છે. એમાં કોઈ જ સંદેહ નથી પરંતુ પદાર્થની દૃષ્ટિએ એવું એક પણ આગમ નથી કે જેમાં જૈન ધર્મના સર્વ પદાર્થોનો સંગ્રહ થયો હોય. વળી, આગમ ગ્રંથોના તો ફક્ત ગીતાર્થ અને યોગ્યતા પ્રાપ્ત ગુરૂભગવંતો જ વાંચનાધિકારી હોઈ સામાન્ય જનસમૂહમાં આદરણીય એવો સર્વાગ, સંપૂર્ણ, સર્વગ્રાહી ગ્રંશ જોવામાં આવતો નથી. આ પ્રમાણે સર્વપદાર્થોને સમાવિષ્ટ કરે એવું એક “જૈન ધર્મનો પરિચય” નામનું પુસ્તક યુવાશિબિરઆદ્યપ્રણેતા, સંઘ એકતા હિતચિંતક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ શ્રીસંઘને ભેટ ધર્યું છે, પણ તે ગુજરાતીમાં છે. શ્રીસંઘ પાસે લગભગ ૧ લાખ શ્લોકપ્રમાણ જેટલું મૂળ પ્રાકૃત-અર્ધમાગધી આગમાં સાહિત્ય ઉપલબ્ધ છે. સાત લાખ શ્લોકપ્રમાણ પંચાગી ઉપલબ્ધ છે. તથા અન્ય વિદ્વાનોના રચેલા ગ્રંથો એથી યે અધિક છે. “સરસ્વતી પુત્રોને વંદના” એ કોલમ દ્વારા આજના કાળે પણ અનુપમ-અદ્ભુત સર્જનસંશોધન-સંપાદન-ભાષાંતરણ-લિવ્યંતરણ કરનારા પરમ વિદ્વાન જ્ઞાની મહાત્માઓને જાણીને હૈયું નૃત્ય કરે છે. બહુમાનસભર તેમના ચરણોમાં ઝૂકી જાય છે. આવા મહાત્માઓ પ્રત્યે અમોને અંતરથી અપેક્ષા રહે છે કે તેમના દ્વારા આવું સર્વાગ-સંપૂર્ણ સર્જન-સંપાદન થાય. ગ્રંથનું સ્વરૂપ, ગ્રંથના વિભાગો, શ્લોકપ્રમાણ, પ્રાચીનની પ્રધાનતા વિગેરે અનેક પ્રકારે તેનું ફોર્મેટ પ્રથમથી નક્કી કરી આવા કાર્યોમાં આગળ વધવું જોઈએ કે જેથી તે સર્વસામાન્ય બની શકે. એ માટે બહુશ્રુત વિદ્વાનોને અમે કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આ ગ્રંથનું વ્યવસ્થિત સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બાબત અમને માર્ગદર્શન આપે એવી હાર્દિક ઈચ્છા છે. જે અનેકને માર્ગદર્શક બની શકશે. તા.ક.: સરસ્વતી પુત્રોને વંદના કોલમ દ્વારા જે તે પૂજ્યોને ચાલતા સંશોધન-સંપાદનની માહિતિ રજૂ કરવા દ્વારા તેઓનું અભિવાદન કરીએ છીએ અને તે પુસ્તક-પ્રતો પ્રકાશન થતાં અમારા જ્ઞાનભંડારમાં મોકલવા વિનમ્ર અરજ કરીએ છીએ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8