Book Title: Aho Shruta gyanam Paripatra 07
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી સંઘોને જ્ઞાનદ્રવ્યના સવિનિમય ચોગ્ય રથાનો : 1) વિદ્વાન ગુરૂભગવંતો દ્વારા જે અપ્રગટ હસ્તપ્રતોના લિવ્યંતરણ, સંશોધન-સંપાદન-ભાષાંતરાદિ. કાર્યો થતાં હોય તેના પ્રકાશનમાં લાભ લઈ શકાય. 2) આપણા પ્રાચીન હસ્તલિખિત વારસાને સાચવવા માટે જે તે પ્રાચીન જ્ઞાનભંડારોના નિભાવમાં મદદ કરી શકાય. વળી, તેમાં સંગૃહીત હસ્તપ્રતોને સ્કેન કરાવીને સ્ટોર કરી દેવી જોઈએ. સ્કેન કરેલ યોગ્ય ગ્રંથોની 10/20 નકલોની પ્રિન્ટ કઢાવી ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટ આપવો જોઈએ કે જે જ્ઞાનભંડારો ખૂબ જ ઉદારતાપૂર્વક પોતાના ગ્રંથો અને હસ્તપ્રતોની ઝેરોક્ષ પૂજ્યોને સ્વાધ્યાય-સંશોધન માટે આપતા હોય, કેટલાંક ગુરુભગવંતોની પ્રેરણા ને માર્ગદર્શનથી આ પ્રમાણેના કાર્યો થતાં હોય છે તો તેઓની પ્રવૃતિઓની વિગત જાણીને જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરવો જોઈએ. 3) આજથી 50-60-100 વર્ષ પૂર્વે છપાયેલા અભ્યાસોપયોગી પુસ્તક-પ્રતો તથા જેનો વારસો સાચવવો જરૂરી ગણાય એવા પણ ગ્રંથો જો ફી રીપ્રિન્ટ ન થયા હોય તો મુખ્યતયા તેને ફરી સંશોધન કરીને અથવા વિકલ્પ સ્કેનીંગ કરાવી, રીપ્રિન્ટ કરાવીને મહત્વના જ્ઞાનભંડારોને મોકલવાનું કાર્ય કરવા જોગ છે. જેમાં જ્ઞાનદ્રવ્ય વાપરવું જોઈએ. 4) આપણા પૂજ્ય ગુરૂભગવંતો પ્રેરિત ઘણી-બધી સંસ્થાઓ ગ્રંથો-પુસ્તકો પ્રકાશિત કરે છે. તથા અન્ય ગુરૂભગવંતો તથા જ્ઞાનભંડારોને ભેટ આપે છે (આવી કેટલીક સંસ્થાઓની યાદી અમે હવે પછીના અંકમાં રજૂ કરશું.) એ જ કારણથી આ શાસ્ત્રગ્રંથો સંઘના ભંડારોમાં સહેલાઈથી મળે છે. પરંતુ ન્યાયના અજેન પ્રકાશનના ગ્રંથો તેમજ તેરાપંથ, સ્થાનકવાસી કે દિગંબર સંપ્રદાયના આગમ અને પ્રકરણ ગ્રંથો તેમજ સંસ્કૃત-પ્રાકૃત શબ્દકોષો તથા કેટલીક ઈન્સ્ટીટ્યુટ પ્રકાશિત ગ્રંથો કે જે ફક્ત વેચાણથી મળે છે. તે ઘણું કરીને આપણા જ્ઞાનભંડારોમાં જોવા મળતા નથી. પૂજ્યોને અભ્યાસ ઉપયોગી આ ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ થતાં નથી અથવા તો ક્યારેક દૂર દૂરના સારા ઉત્તમ જ્ઞાનભંડારોમાંથી મંગાવવા પડે છે જેમાં સમય-શક્તિ અને કુરિયરનો વધુ ખર્ચ થાય છે. તો શ્રી સંઘો પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી આવા પુસ્તકોની 10-20-50 નકલ ખરીદીને નજીકના જ્ઞાનભંડારોને ભેટ આપે તો પણ સુંદર જ્ઞાનભક્તિ થઈ શકે એમ છે. વધુ પ્રમાણમાં ખરીદતાં ભાવમાં કન્સેશન પણ મળી શકે છે. આ પ્રમાણે ખરીદીને જ્ઞાનભંડારોને ભેટ મોકલવા યોગ્ય કેટલાંક પુસ્તકોની યાદી અમે આ અંકમાં આપી છે. તા.ક. : ઉપરોક્ત કોઈપણ બાબત અંગે સવિશેષ માહિતિ માટે અમારો પણ સંપર્ક કરી શકો છો. Printed Matter BookPosted 114(7) U/C, 5AP & T Guide hence not be taxed. અહી ! શ્રધાન પ્રકાશક: શ્રી આશાપૂરણ પાશ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - 380 005. મો. : 94262 85904, (ઓ): 079 - 22132543.

Loading...

Page Navigation
1 ... 6 7 8