Book Title: Agyatkartuk Nemith Ras
Author(s): Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 1
________________ અજ્ઞાતકર્તૃક “નેમિનાથ ભાસ” સં. વિધાત્રી વોરા પ્રસ્તુત કાવ્ય “ભાસ પ્રકારની કાવ્યરચના છે. એ નેમિનાથ ભાસ એવા નામે હેવા છતાં વાસ્તવમાં ગિરનાર યાત્રાવર્ણન છે. આરંભમાં જ કવિ સોરઠદેશમાં જૂનાગઢમાં રાજુલવરનેમિનાથની સ્તુતિ ગાવાને નિર્દેશ કરે છે. સાથે સાથે જ યુગાદિદેવ, વર અને પાર્શ્વનાથને વંદના કરે છે. એટલે કે સોરઠપ્રદેશ ગિરનાર ઉપર નેમિનાથની યાત્રાએ જતાં “ઉપરકોટ'માંના શત્રુંજયાવતાર આદિનાથ, સત્યપુરમંડન મહાવીર સ્વામી અને તેજલવસહી-પાર્શ્વનાથના મંદિરના દર્શનને નિદેશ અહીં અભિપ્રેત છે. બીજી કડીમાં સોવન રેહ (સોનરેખ-સુવણરેખા' નદીને ઉલલેખ કરી, સાતમી કડીમાં દાદરકુંડ સુધી આવતાં વચ્ચેની ચાર કડીમાં કવિ પ્રકૃતિવિહારની મોજમાં રાચે છે. આઠમી કડીમાં ફરી વર્ણનવિભોર બની, નવમી કડીમાં ગિરનારની પાજો ઉલ્લેખ કરે છે. “કિરિ આવ્યાં સરગકિ ટૂકડાં' એમ દસમી કડીમાં કવિ “કેટ’ સુધી આવી પહોંચ્યા લાગે છે. અને ત્યાંના સજજનમંત્રિએ બંધાવેલાં જિનાલય (કડી ૧૧), તે પછી “નાગઝરા – મેરઝરા', ગજપદકુંડ' અને “મુચકુંદની ગુફાને નિર્દેશ કરે છે. (કડી ૧૨) – ૧૩મી કડીમાં નેમિનાથનું કલ્યાણયનું મંદિર, અષ્ટાપદ અને “સમેતશિખરનાં લલિતપતિ (વસ્તુપાલ')એ કરાવેલાં વિહારનાં દર્શન કરે છે. પછી રાજુમતીને સ્મરી, “અંબાજી”, “અવલોકન (ગુરુદત્તાત્રય, “સાંબ (શાંબ-ગોરખનાથ)”, “પજૂન (પ્રદ્યુમ્ન–ઓઘડનાથ) અને સિદ્ધિ વિનાયક’ના સીધાં ચઢાણની આકરી પાજનો ઉલ્લેખ કરે છે. કડી ૧૬માં “સહસાવન (શેષાવન સહસ્સામ્રવન) લસણ (લાખાવન – લક્ષામવન)'ને ટાંકી પાછા “ગજપદકુંડ' આવી, નેમિનાથની પૂજા કરી ભક્તિભાવે ભાસ પૂરી કરે છે. પ્રકૃતિનું વર્ણન પ્રાધાન્યવાળી રચના હેવા છતાં ધાર્મિક ભાવનાને અંતઃસ્ત્રોત સતત વહે છે. માત્ર ૧૭ કડી જેટલું ટૂંકું હોવા છતાં તેમાં ઐતિહાસિક માહિતી ભરપૂર છે, એ કાવ્યની વિશેષતા છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની નં. ૮૬૦૧, ૨૪૪૯૮ સે. મિ. માપની આ પ્રતિમાં વિષય અને કર્તાના વૈવિધ્યવાળી કુલ ૧૫૦ રચનાઓ છે. આ રચના પત્ર ૬૩– ૬૪ અને ૧૬૬–૧૬૭માં છે જેને અનુક્રમે અને ૨ સંજ્ઞાથી સમજીને પાઠભેદ નાંખ્યા છે. અક્ષરો અસ્પષ્ટ છે તદુપરાંત કક્યાંક ક્યાંક શાહી રેલાઈ જવાથી બગડયા છે. પ્રતિ લિપીકાળ સોળમાં શતકથી અર્વાચીન નથી. જ્યારે ભાસની રચના પંદરમા શતકના પૂર્વાર્ધમાં થઈ હોવાનું ભાષાના અધ્યયનથી જણાય છે. નેમિનાથ ભાસ સહી સોરઠમંડલ જાઈયઈ રાજલિવર રંગિઈ ગાયઈ જઉ જૂનઈગાઢિ યુગાદિદેવ વર-પાસ જિણેસર કરું સેવ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4