Book Title: Agamyug na Vyavahar ane Nischay nayo
Author(s): Dalsukh Malvania
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

Previous | Next

Page 9
________________ ૨૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ વળી, આવશ્યક નિર્યુક્તિની ચાણ(પૃ૦ ૪૨)માં ખુલાસો કરવામાં આવ્યો છે કે નિશ્ચયનયને મતે દ્રવ્યાવબદ્ધ ક્ષેત્રથી કાલ જુદો નથી. દ્રવ્યાવહ ક્ષેત્રની જે પરિણતિ તે જ કાલ છે. જેમ કે ગતિપરિણત સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં દેખાય ત્યારે તે પૂર્વાંહ્યુ કહેવાય; અને જયારે તે આકાશના મધ્યમાં ઉપર દેખાય ત્યારે મધ્યાહ્નકાલ છે; અને જ્યારે ગતિપરિત તે સૂર્ય પશ્ચિમ દિશામાં દેખાય તે અપરાહ્વકાલ કહેવાય. માટે નિશ્ચયનયને મતે દ્રવ્યપરિણામ એ જ કાલ છે. મૂલ આગમમાં જ્યારે વ-અવને કાલ કહેવામાં આવ્યા ત્યારે આ જ નિશ્ચયદૃષ્ટિનો આશ્રય લેવામાં આવ્યો હતો એમ માનવું રહ્યું. સામાયિક કોને ? નિર્યુક્તિમાં સામાયિક કોને પ્રાપ્ત થાય છે તેનો ગત્યાદિ અનેક બાબતોમાં વિચાર કરવામાં આવ્યો છે. તેમાં દૃષ્ટિ એટલે સમ્યગ્દર્શનને લઈને જે વિચાર છે તે વ્યવહાર અને નિશ્ચય બન્ને દષ્ટિએ કરવાની સૂચના આપી છે; એટલે કે વ્યવહારનયે સામાયિક વિનાનાને જ સામાયિક થાય અને નિશ્ચયનયે સામાયિક સંપન્નને જ સામાયિક થાય. ---આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૮૧૪ (દીપિકા) હંસા વિચાર ઓનિર્યુક્તિમાં ઉપકરણના સમર્થનમાં જણાવવામાં આવ્યું છે કે બાહ્ય ઉપધિ છતાં તે શ્રમણ આધ્યાત્મિક વિદ્ધિ ધરાવતો હોય તો તે અપરિગ્રહી જ કહેવાય છે.—આ છે નિશ્ચયદૃષ્ટિ— " अज्झत्थविसोहिए उवगरणं बाहिरं परिहरंतो । अप्परिग्गहीत्ति भणिओ जिणेहिं तेलुक्कसीहिं ॥ 55 -ઓનિ ગા॰ ૭૪૫ આમાંથી જ હિંસા-અહિંસાની વિચારણા કરવાનું પણ અનિવાર્ય થયું; કારણુ, જે કાંઈ અન્ય ત્રતો છે તેના મૂળમાં તો અહિંસાવ્રત જ છે. એટલે નિર્યુક્તિકાર કહે છે કે અહિંસાનો આધાર પણ આત્મવિશુદ્ધિ જ છે. આ સંસાર તો જીવોથી સંકુલ છે; તેમાં જીવવધ ન થાય એમ બને નહિ, પણ શ્રમણની અહિંસાનો આધાર તેની આત્મવિશુદ્ધિ જ છે " अज्झम्पविसोहीए जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं जिणेहिं तेलोक्कदंसी हिं ॥ ७४७ ||” કારણ કે અપ્રમત્ત આત્મા અહિંસક છે અને પ્રમત્ત આત્મા હિંસક છે—આ નિશ્ચય છે. દ્ર 'आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो । जो हो अप्पमत्त अहिंसओ हिंसओ इयरो | ७५४ ॥ " આની ટીકામાં શ્રીમદ્ દ્રોણાચાર્ય જણાવે છે કે લોકમાં હિંસા-વિનાશ શબ્દની પ્રવૃત્તિ જીવ અને અવ બન્ને વિશે થતી હોઈ વૈગમનયને મતે જીવની અને અવની બન્નેની હિંસા થાય છે એમ છે. અને તે જ પ્રમાણે અહિંસા વિષે પણ છે. સંગ્રહ અને વ્યવહારને મતે પણ ષટ્ઝનિકાયને વિષે હિંસાનો વ્યવહાર છે; અર્થાત્ અહિંસાનો વ્યવહાર પણ તે નયોને મતે ષટ્જવનિકાય વિષે જ છે. ઋજુત્રનયને મતે પ્રત્યેક જીવ વિષે જુદી જુદી હિંસા છે. પણ શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત નયોને મતે આત્મા જ હિંસા કે અહિંસા છે. આ જ નિશ્ચયનયનો અભિપ્રાય છે. નિશ્ચયનય એ દ્રવ્ય અને પર્યાયનો ભેદ માનીને નહિ, પણ પર્યાયનું પ્રાધાન્ય માની પોતાનું મંતવ્ય રજૂ કરે છે; એટલે કે આત્માની હિંસા કે અહિંસા નહિ પણ આત્મા જ હિંસા કે અહિંસા છે—એમ નિશ્ચયનયનું મન્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24