Book Title: Agamyug na Vyavahar ane Nischay nayo
Author(s): Dalsukh Malvania
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

Previous | Next

Page 17
________________ ૩૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ થથ પણ સામાયિક એ તો સમભાવની ક્રિયા છે અને તે તો આત્મગુણ હોઈ જે આત્મા ને ક્રિયા કરે તેણે જ તે અંતરંગ સામાયિક કર્યું હોઈ તે જ તેનો કર્તા કહેવાય. આમ સામયિક શ્રત અને સામાયિક ભાવ એ ક્રમે વ્યવહાર અને નિશ્ચયના વિષય બને છે. –વિશેષા ગા૦ ૩૩૮૨ સમ્યકત્વ અને જ્ઞાનોત્પત્તિ વિશે (ક્રિયમાણુ-કૃત વિષે) ક્રિયાકાળમાં કાર્યનિપત્તિ માનવી કે નિવઠાકાળમાં આ જૂનો વિવાદ છે, આની સાથે અસત્કાર્ય વાદ અને કાર્યવાદ પણ સંકળાયેલા છે. ભગવાન મહાવીર અને જમાલીને મતભેદ પણ આ વિષે જ હતો. આ વિવાદનો વ્યવહાર અને નિશ્ચયનયના મતોમાં સમાવેશ કરવાનો પ્રયત્ન આ૦ જિનભકે ભાષ્યમાં કર્યો છે. તેમાં મિથ્યાત્વના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થયે સમ્પર્વ એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિના પ્રસંગે તેમણે વ્યવહાર–નિશ્ચયની જે યોજના કરી છે તે આ પ્રમાણે છે વ્યવહારનયને મતે સમ્યક્ત્વ અને જ્ઞાન જેનામાં ન હોય એટલે કે જે મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાની હોય તેને સમ્યકજ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ નિશ્ચયનયનો મત છે કે સમ્યક્ત અને જ્ઞાનથી સહિતને જ સમ્યગ જ્ઞાન થાય છે. "सम्मत्तनाणरहियस्स नाणमुप्पज्जइ त्ति ववहारो। नेच्छइयनओ भासइ उप्पज्जइ तेहिं सहिअस्स ॥" –વિશેષા ગા૦ ૪૧૪. વળી જુઓ આવશ્યકણિ પૃ૦ ૧૮, ૨૩ અહીં વ્યવહાર અને નિશ્ચયનયો વચ્ચે જે શંકા–સમાધાન છે તે આ પ્રમાણે છે: વ્યવહાર : સમજ્ઞાનીને સમ્યજ્ઞાન થતું હોય તો તો એનો અર્થ એ થયો કે જે જાત-ઉત્પન્ન સત્ છે તે જ ઉત્પન્ન થાય છે, અજાત-અસત્ નહિ. પણ આપણે જોઈએ છીએ કે જે જાત છે તે ઉત્પન્ન થતું નથી, પણ જે અજાત હોય છે તે જાત-ઉત્પન્ન થાય છે, જેમકે માટીના પિંડમાંથી અજાત એવો ઘડો જાત થાય છે. પણ જો ઘડો પ્રથમથી જ જાત હોય તો તેને ઉપન્ન કરવાપણું કાંઈ રહેતું નથી; એટલે કે તેને વિષે કશું જ કરવાપણું રહેતું નથી, માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ, જાતની નહિ. અને વળી જાતની પણ જે ઉત્પત્તિ માનવામાં આવે, એટલે કે જે કૃત છે તેને પણ કરવામાં આવે તો પછી કરવાનો કયાંઈ અંત જ નહિ આવે એટલે કે કાર્યસમાપ્તિ કદી થશે જ નહિ. માટે માનવું જોઈએ કે મિથ્યાત્વી જીવમાં સભ્ય અને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે તેનામાં પ્રથમ હતાં નહિ, પણ એમ ન માની શકાય કે સંખ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન ઉતપન્ન થાય છે. –વિશેષા ગાત્ર ૪૧૫ વળી, કૃતને પણ કરવામાં આવે તો ક્રિયાનું કાંઈ ફળ મળે નહિ. અને વળી પૂર્વમાં ન હોય તે જ ક્રિયાના ફળરૂપે દેખાય છે તો તને કરવાપણું ન હોવાથી સતની ક્રિયા નહિ પણ અસતની ક્રિયા માનવી ઘટે. વળી, એવું પણ નથી કે જે કાળમાં ક્રિયા શરૂ થઈ એ જ કાળમાં નિપત્તિ થાય, પણ દીર્ઘકાલની ક્રિયા પછી ઘટાદિ દેખાય છે માટે તેની ક્રિયાનો કાળ દીર્ધ માનવો જોઈએ. આમ વિચારતાં મિથ્યા જ્ઞાનીને દીર્ધકાળ પછી સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ માનવું જોઈએ. –વિશેષા ગા૦ ૪૧૬ વળી, કોઈ પણ કાર્યનો આરંભ કરીએ છીએ ત્યારે આરંભમાં તો તે દેખાતું નથી, પણ ક્રિયાની સમાપ્તિ થયે તે દેખાય છે, માટે પણ ક્રિયાકાળમાં કાર્યને સત માની શકાય નહિ, તે જ રીતે ગુરુ પાસેથી તત્ત્વનું શ્રવણ કરવાની ક્રિયા ચાલી રહી હોય ત્યારે તત્કાળે કોઈ જ્ઞાન થઈ જતું નથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24