Book Title: Agamyug na Vyavahar ane Nischay nayo
Author(s): Dalsukh Malvania
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

Previous | Next

Page 8
________________ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો : ૨૭ આદિ વિષે કહેવામાં આવ્યું છે કે તળાવ, વાવ આદિનું પાણી વ્યવહારથી સચિત્ત છે અને લવણાદિ સમુદ્રના મધ્ય ભાગ વગેરેનું પાણી નિશ્ચયથી સચિત્ત છે. એ જ પ્રમાણે તેજસ્કાય આદિ વિષે પણ વ્યવહાર–નિશ્ચયથી વિચાર કરવામાં આવ્યો છે. એમ કહેવાયું છે કે તળાવનું પાણી સામાન્ય રીતે સચિત્ત જ હોય છે. પણ ભગવાન મહાવીરે પોતાના કેવળ જ્ઞાનવડે જાણ્યું કે અમુક તળાવનું પાણી અચિત્ત થઈ ગયું છે અને છતાં પણ તેનું પાણી પીવાની અનુજ્ઞા તેમણે પોતાના શિષ્યોને આપી નહિ. તે એટલા માટે કે આગળ ઉપર આ ઉપરથી ધડો લઈ ખીજા સાધુઓ તેવા જ બીજા તળાવના પાણીને અચિત્ત માની પીવાનું શરૂ કરે તો દોષ લાગવાનો સંભવ હતો. આથી તેવા દોષને ટાળવા માટે તેમણે તે વિશિષ્ટ તળાવના પાણીને પીવાની પણ અનુજ્ઞા ન આપી, કારણ કે સામાન્ય રીતે તળાવનું પાણી સચિત્ત જ હોય છે એટલે તેમણે જે તળાવમાં સૂક્ષ્મ જીવોનો અભાવ જોયો હતો તેને પણ વ્યવહારદષ્ટિએ સચિત્ત માનવા પ્રેરણા આપી અને તેનું પાણી પિવાની અનુજ્ઞા આપી નહિ. —નિશીથ ગા॰ ૪૮૫૯; મૃહુક૧ ૯૯૯, નિશ્ચય-વ્યવહારથી સચિત્તનો આવો જ વિચાર ઓનિર્યુકિતમાં પણ કરવામાં આવ્યો છે. -~ઓઘનિયુકિત ગા૦ ૩૩૭–૩૬૩. આત્મવિદ્યાત વિષે પિંડનિર્યુક્તિમાં દ્રવ્ય આત્મા અને ભાવ આત્માના ભેદ પાડવામાં આવ્યા છે, જ્ઞાનાદિ ગુણવાળું જે દ્રવ્ય તે દ્રવ્યાત્મા છે એટલે કે પૃથ્વીકાય આદિવાસ્તિકાય દ્રવ્ય તે દ્રવ્યાત્મા છે; અને જ્ઞાન-દર્શનચરણુ (ચારિત્ર) એ ત્રણ ભાવાત્મા છે. પરના પ્રાણાદિનો વધ કરનાર સાધુ તે પરની ધાત તો કરે જ છે, પણ સાથે સાથે તે પોતાના ચરણરૂપ ભાવ આત્માનો પણ વિધાત કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે તો પછી તે વખતે તેના જ્ઞાનાત્મા અને દર્શન આત્મા વિષે શું માનવું? ઉત્તરમાં વ્યવહાર અને નિશ્ચયનયનો આશ્રય કરીને કહેવામાં આવ્યું છે કે નિશ્ચયનયને મતે ચરણાત્માનો વિધાત થયો હોય તો જ્ઞાન-દર્શનનો પણ વધ માનવો જોઈ એ; અને વ્યવહારનયને મતે ચરણાત્માનો વિધાત થયો હોય તો જ્ઞાન-દર્શન આત્માના વિધાતની ભુજના છે. —પિંડનિર્યુકિત ગા૦ ૧૦૪-૧૦૫. આનું રહસ્ય એમ જણાય છે કે નિશ્ચયનય એ અહીં એવંભૂત નય જેવો છે. એટલે તે કાળે ચરણાત્મવિધાત કહો કે આત્મવિધાત કહો એમાં કશો ભેદ નથી. તેથી જ્યારે ચરણાત્માનો વિધાત થયો ત્યારે તભિન્ન જ્ઞાન-દર્શન આત્માનો પણ વિધાત થયો જ છે, કારણ, ચરણપર્યાયનું પ્રાધાન્ય માનીને આત્માને ચરણાત્મા કહ્યો છે પણ ધાત તો પર્યાયાપન્ન આત્માનો જ થયો છે, તેથી તે પર્યાયની સાથે કાલાદિની અપેક્ષાએ અન્ય પર્યાયોનો અભેદ માનીએ તો ચરણાત્માના વિધાત સાથે જ્ઞાન-દર્શનાત્માનો પણ વિધાત ઘટી જાય છે. વ્યવહારનય એ ભેદવાદી હોઈ ચરણ એટલે માત્ર ચરણુ જ; તેથી ચરણના વિધાત સાથે જ્ઞાન— દર્શનનો વિધાત જરૂરી નથી, તેથી વ્યવહારનયે ભજના કહેવામાં આવી છે. ચરણવિધાતે જ્ઞાન-દર્શનવિધાત માનવો જોઈ એ એ નિશ્ચયનયનો ખુલાસો ભાષ્યયુગમાં જે કરવામાં આવ્યો છે તે વિષે આગળ ઉપર કહેવામાં આવશે. કાલ વિષે શ્રમણની દિનચર્યામાં કાલને મહત્ત્વનું સ્થાન છે, આથી કાલવિચાર કરવો પ્રાપ્ત હતો. ગણિતની મદદથી વિશુદ્ધ દિનમાન કાઢી પૌરુષીનો વિચાર કરવામાં આવે તે નિશ્ચયકાલ જાણવો પણ લોકવ્યવહારને અનુસરી પૌરુષી માની વ્યવહાર કરવો તે વ્યવહારકાલ છે. ~~ ઓઘનિયુકિત ગા૦ ૨૮૨–૨૮૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24