Book Title: Agam Jyotirdhar Part 02 Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar Publisher: Agamoddharak Granthmala View full book textPage 9
________________ श्रीवर्धमानस्वामिने नमः । विजयतां जिनशासनम् ॥ | નમોનમઃ ઇવ-સ્ત્રાવરનિ સામણા શરાર્થન્ગઃ || 99999999999 છે આ...મુ....ખ.... જિનશાસનના તેજસ્વી ઝળહળતા સૂર્યસમા, વિષમ કલિકાળમાં પરમાધારસ્વરૂપ-હિતનાગમના સારતાવના અઠંગ પ્રરૂપક, આગમ-સમ્રાટ, આગમના તલસ્પર્શી વિવેચક, ધ્યાન-સ્વર્ગત ૫. આગમ દ્વારક આચાર્યદેવશ્રાના સમુદ્રની જેમ વિશાળ અથાગ જીવનકાંગાના વિશિષ્ટ પુણ્યપ્રવાહને સાંકળી લોકભાગ્ય મનહર-શૈલિમાં વિશિષ્ટ જીવનચરિત્ર તૈયાર કરવાનો મંગળ સંકલ્પ મૂળીનરેશપ્રતિબોધક શારદંપર્યજ્ઞાતા વાત્સલ્ય સિંધુ પૂ. આ. શ્રી. માણિયસાગર સુરીશ્વરજી ભગવંતોના મંગળ-આશીર્વાદથી વિ. સં. ૨૦૨૧ કપડવંજના ચોમાસામાં પ્રાદુભવેલ. પૂ. ગચ્છાધિપતિશ્રીએ મહાકૃપા કરી અમે ત્રણેયને આ સંકલ્પને સાકાર બનાવવા આજ્ઞા ફરમાવેલ. પૂ. ગચ્છાધિપતિશ્રીની કરૂણાના ઓશીગણ બનેલ અમો ત્રણએ જીવનના પરમ-સૌભાગ્ય તરીકે આજ્ઞાને શિરોધાર્ય કરી ૫. આગમારક આચાર્યદેવશ્રીના બહુમુખી વ્યકિતત્વ અને સર્વગ્રાહી પ્રતિભાની છત્રછાયા તળે અપૂર્વ ગુરૂભકિત ઉત્કૃષ્ટ ગુણાનુરાગ અને પૂ. ગચ્છાધિપતિ ની આજ્ઞાને સાકાર બનાવવાના પ્રમોદભાવ ની ત્રિવેણીમાં શુદ્ધ બની યથાશક્ય એકસાઈ રાખી પૂ. આગમ દ્વારકશ્રીની જીવનગંગાના પાવન-પ્રવાહને સંકલિત કરવાનાં સાધનો ટાચા હોવા છતાં દેવ-ગુરૂકૃપાએ વ્યવસ્થિત રૂપમાં જીવનભાગીરથીને પુણ્યપ્રવાહ યથાશકય સંતે સુબદ્ધ કરી જિજ્ઞાસુ-વાચકો સમક્ષ રજુ કર્યાના આત્મસંતોષનું સંવેદન અનુભવીએ છીએ. અરિત્ય-શકિતશાળી દેવ-ગુરૂની વરદકૃપા, પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ કરૂણા અને પૂ. આગમોદ્ધારક આચાર્યદેવની અદ્રશ્ય સહાય આદિના પ્રતાપે આ વિરાટ કાર્યમાં કંઈક સફળતા મેળવ્યાનો સંતોષ અનુભવીએ છીએ આ કાર્યમાં નામી-અનામી ઘણા પુણ્યશ્લોક ઉદારચરિત મહાનુભાવોના ગુણાનુરાગભર્યા સહકારની અનુમોદના સાથે આ જીવનકથાના આલેખનમાં હકીકતદોષ કે કોઈ વિગતની વિકૃત રજુઆત બદલ હાર્દિક ક્ષમા માંગવા સાથે વર્તમાનકાળનાં અદ્વિતીય આગમજયોતિર્ધર મહાપુરૂષના ઉદાત્ત જીવન-ચરિત્રને વાંચી વિચારી સુજ્ઞ વિવેકી વાચકો અભુત પ્રેરણા મેળવી જીવનને ઉચ્ચકક્ષાએ લઇ જવા સતત પ્રયત્નશીલ બને એ મંગલ અભિલાષા. વીરનિ. સં. ૨૫૦૯ વિ. સં. ૨૦૩૯ પ્ર. ફા. વ. ૧૪ આ. કંચનસાગરસૂરિ ઉપ સૂર્યોદયસાગર ૫. અભયસાગરPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 468