Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ૧૬ [૯] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્મસ્વિામિને નમઃ સૂરપન્નત્તી ઉવંગ-૫-ગુર્જરછાયા Jain Education International પાહુડ-૧ -:પાહુડ-પાહુડ-૧ઃ [૧] અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે-તે સમયે મિથિલા નામની નગરી હતી... ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધ એવા પ્રમુદિત લોકો ત્યાં રહેતા હતા... યાવત્... પ્રસન્નતાને ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા. એ મિથિલા નગરી ની બહાર ઇશાન ખૂણામાં એક મણિભદ્રનામનું ચૈત્ય હતું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. ધારીણી દેવી રાણી હતા. તે કાળે-તે સમયે તે મણિભદ્ર ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમવસર્યા...પર્ષદા નીકળી... ધર્મ કહ્યો... યાવત્ રાજા જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. [૨] એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય એવા કે જેનું નામ ઈન્દ્રભૂતિ હતું તથા ગૌતમ ગોત્રમાં જેમનો જન્મ હતો તેઓની ઉંચાઈ સાત હાથ જેટલી હતી તે સમચતુરસ્ર સંસ્થાન સંસ્થિત હતા. વજ્રૠષભ નારાચ સંહનનવાળા હતા. યાવત્ પ્રભુને આ પ્રમાણે કહ્યું [૩-૭] સૂર્ય એક વર્ષમાં કેટલા મંડળમાં જાય છે ? તિર્યંમ્ ગતિ કેવી રીતે કરે છે ? ચંદ્રસૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? પ્રકાશની કેવા પ્રકારની મર્યાદા છે ? લેશ્યા ક્યાં પ્રતિહત થાય છે ? પ્રકાશની સંસ્થિતિ-વ્યવસ્થા કેવી રીતે થાય છે ? તેનું વરણ કોણ કરે છે ? ઉદયાવસ્થા કઈ રીતે થાય છે ? પૌરૂષી છાયા કેવા પ્રમાણની છે ? ‘યોગ’ એ કઈ વસ્તુને કહે છે ? સંવત્સરનો આદિ કાળ કયો છે ? સંવત્સરો કેટલા છે ? ચંદ્રમાની વૃદ્ધિ કેવી રીતે થાય છે?ચંદ્રમાનો પ્રકાશ ક્યારે વધારે થાય છે?શીઘ્રગતિવાળા કોણ છે ? પ્રકાશનું લક્ષણ શું છે ? ચંદ્રાદિનું ચ્યવન અને ઉત્પત્તિ થાય છે ? કેટલી ઉંચાઇ છે ? સૂર્યો કેટલા છે? અનુભાવ કઈ રીતનો છે ? આ વીસ પ્રશ્ન રૂપ વીસ પ્રાભૂતો થાય છે. [૮-૯] મુહૂર્તોની વૃદ્ધિ અને અપવૃદ્ધિ કેવી રીતે થાય છે ? પ્રત્યેક દિવસરાત્રીમાં અર્ધમંડલ સંસ્થિતિ કેવી રીતે થાય છે ? કયો બીજા વ્યાપ્ત ક્ષેત્રમાં સંચરણ કરે છે ? કેટલા પ્રમાણવાળા અંતરથી સંચરણ કરે છે ? કેટલા પ્રમાણવાળા દ્વીપ અને સમુદ્રમાં અવ ગાહન કરીને ગતિ કરે છે ? એક એક રાત્રિદિવસમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને છોડીને ગતિ કરે છે ? મંડળોનું સંસ્થાન કઇ રીતે થાય એ મંડળોનો વિષ્ફભ કેટલો છે ? આ રીતે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 316