________________ [57] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમાંસ્વામિને નમઃ ܚܙ 29. સંથારગ પઈર્ણય છઠ્ઠપ્રકિર્ણક-ગુર્જરછાયા [1] શ્રી જિનેશ્વરદેવો... સામાન્ય કેવળજ્ઞાનીઓને વિશે વૃષભ સમાન.. દેવાધિદેવ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, અંતિમકાલની આરાધનારૂપ સંથારાના સ્વીકારથી પ્રાપ્ત થતી ગુણોની પરંપરાને હું કહું છું. [2] શ્રીજિનકથિત આ આરાધના, ચારિત્રધર્મની આરાધનારુપ છે. સુવિહિત પુરૂષો આવા પ્રકારની અન્તિમ આરાધનાનાં મનોરથો સેવે છે, કારણ કે તેમની જીવનપર્યતની સઘળી આરાધનાઓની પતાકાના સ્વીકારરુપ આ આરાધના છે. [3] દરિદ્રપુરૂષો ધન, ધાન્ય વગેરેમાં જેમ આનન્દ માને છે, વળી મલ્લ પુરુષો જય પતાકાને મેળવવામાં જેમ ગૌરવ લે છે અને આના અભાવે તેઓ અપમાન તથા દુર્ગાનને પામે છે, તેમ સુવિહિત પુરૂષો આ આરાધનામાં આનન્દ તેમજ ગૌરવને પ્રાપ્ત કરે છે. 4i-5 સર્વ ઉત્તમ પુરૂષોમાં જેમ પુરૂષવરપુંડરીક અરિહંત પરમાત્મા, જગતના સર્વસીસમુદાયને વિશે જેમ તીર્થંકરદેવોની માતા, મણિની સર્વ જાતિયોને વિશે જેમ વૈડૂર્ય સર્વ પ્રકારના સુગન્ધી દ્રવ્યોને વિશે જેમ ચંદન અને રત્નોમાં જેમ વજ, તેમ આરાધનાઓને વિશે આ સંથારાની આરાધના, સુવિહિત આત્માઓ માટે શ્રેષ્ઠતર છે. [6-7 તથા વંશોમાં જેમ શ્રીજિનેશ્વરદેવોનો વંશ, સર્વ કુલોમાં જેમ શ્રાવકકુલ, ગતિઓને વિશે જેમ સિદ્ધિગતિ, સર્વપ્રકારનાં સુખોમાં જેમ મુક્તિનું સુખ, સર્વ ધર્મોમાં જેમ શ્રીજિનકથિત અહિંસાધર્મ. લોકવચનમાં જેમ સાધુપુરૂષોનાં વચનો, ઈતર સર્વ પ્રકારની કૃતિઓમાં જેમ શ્રીજિનવચનરૂપ શ્રુતિ, અને સર્વ પ્રકારની શુદ્ધિઓને વિશે જેમ સમ્યક્ત્વરૂપ આત્મગુણની શુદ્ધિ, તેમ શ્રીજિનકથિત અન્તિમકાલની આરાધનાઓમાં આ આરાધના મુખ્ય છે. [8] સમાધિમરણરૂપ આ આરાધના સાચે જ કલ્યાણકર છે. અભ્યદયઉન્નતિનો પરમહેતુ છે. આથી આવા આરાધના ત્રણભુવનમાં દેવતાઓને પણ દુર્લભ છે. દેવલોકના ઈન્દ્રો પણ સમાધિપૂર્વકના પંડિતમરણની એક મને અભિલાષા રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org