Book Title: Agam Deep 29 Santharagam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 60 સંથારગ-[૩૪]. સંથારાને સ્વીકારે છે, તેનો સંથારો અવિશુદ્ધ ગણાય [૩૫]શંકા આદિ દૂષણોથી જેનું સમગ્દર્શનરૂપ રત્ન મલિન છે, અને જે શિથિલ રીતે ચારિત્રનું પાલન કરવાપૂર્વક શ્રમણપણાનો નિર્વાહ કરે છે, તે સાધુની સંથારાની આરાધના શુદ્ધ નથી–અવિશુદ્ધ છે. [36-39] જે મહાનુભાવ સાધુનો સમ્યગું દર્શનગુણ અત્યન્ત નિર્મળ છે, તથા જે નિરતિચારપૂર્વક સંયમધર્મનું પાલન કરીને પોતાના સાધુપણાનો નિવાહ કરે છે, રાગ અને દ્વેષથી રહિત, વળી મન, વચન અને કાયાના અશુભ યોગોથી આત્માનું જતન કરનાર તથા ત્રણ પ્રકારના શલ્ય અને આઠ જાતિના મદથી મુક્ત એવો પૂછયવાન સાધુ, સંથારા પર આરૂઢ થાય છે, ત્રણ ગારવથી રહિત, ત્રણ પ્રકારના પાપડને ત્યજી દેનાર, આ કારણે જગતમાં જેની કીર્તિ વિસ્તારને પામી છે, એવા શ્રમણ મહાત્મા સંથારા પર આરૂઢ થાય છે. ક્રોધ, માન આદિ ચારેય પ્રકારના કષાયોનો નાશ કરનાર, ચારે વિકથાના પાપથી સદા મુકત રહેનાર એવા સાધુ મહાત્મા સંથારાને સ્વીકારે છે, તે સર્વેનો સંથારો સુવિશુદ્ધ છે. ૪૦-૪૩]પાંચ પ્રકારના મહાવ્રતોનું પાલન કરવામાં તત્પર, પાંચ સમિતિના નિર્વાહમાં સારી રીતે ઉપયોગશીલ એવો પુણ્યવાન સાધુપુરૂષ સંથારાને સ્વીકાર છે, છજીવનિકાયની હિંસાના પાપથી વિરત, સાતે ભયસ્થાનોથી રહિત બુદ્ધિવાળો, જે રીતે સંથારા પર આરૂઢ થાય છે, જેણે આઠ દસ્થાનોને ત્યજી દીધાં છે એવો સાધુપૂરૂષ આઠ પ્રકારના કર્મોનો નાશ કરવાને સારૂ, જે રીતે સંથારા પર આરૂઢ થાય છે, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનું વિધિ મુજબ પાલન કરનાર અને દશવિધ યતિધર્મનો નિવહિ કરવામાં કુશળ એવો સંથારાપર આરૂઢ થાય છે તે સર્વેનો સંથારો સુવિશુદ્ધ ગણાય છે. [૪૪-૪૫કષાયોને જીતનાર, અને સર્વ પ્રકારના વિષયોના વિકારથી રહિત, વળી અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાને કારણે સંથારાપર આરૂઢ થયેલ એવા સાધુને કયા પ્રકારનો લાભ મળે ?" તેમ જ કષાયોને જીતનાર તથા સર્વ પ્રકારના વિષયવિકારોથી રહિત અને અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાથી સંથારાપર વિધિ મુજબ આરૂઢ થયેલા સાધુને કેવું સુખ પ્રાપ્ત થાય? 4i6-48) વિધિ મુજબ સંથારા પર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને. પ્રથમ દિવસે જ જે અમૂલ્ય લાભની પ્રાપ્તિ થાય છે, તેનું મૂલ્ય આંકવાને કોણ સમર્થ છે? કેમકે તે અવસરે, તે મહામુનિ વિશિષ્ટ પ્રકારના શુભ અધ્યવસાયના યોગે સંધ્યેય ભવોની સ્થિતિવાળાં સર્વકર્મો પ્રત્યેક સમયે ખપાવે છે. આ કારણે તે ક્ષપકસાધુ એ વેળાયે વિશિષ્ટ પ્રકારના શ્રમણગુણને પ્રાપ્ત કરે છે. વળી એ અવસરે તૃણ–સૂકા ઘાસના સંથારાપર આરૂઢ થવા છતાંયે રાગ, મદ અને મોહથી મુક્ત હોવાને કારણે, તે ક્ષેપક મહર્ષિ, જે અનુપમ મુક્તિ-નિઃસંગદશાના સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ નિરંતર રાગદશામાં મૂંઝાતો ચક્રવતી પણ ક્યાંથી પ્રાપ્ત કરે ? ૪િ૯૫૦)વૈક્રિયલબ્ધિના યોગે પોતાનાં પુરૂષરૂપોને વિમુર્તી, દેવતાઓ જે બત્રીશ ભેદના હજારો પ્રકારથી, સંગીતની લયપૂર્વક નાટકો કરે છે, તેમાં તેઓ તે આનંદ મેળવી શકતા નથી, કે જે આનંદ પોતાના હસ્તપ્રમાણ સંથારાપર આરૂઢ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21