Book Title: Agam Deep 29 Santharagam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ 65 ગાથા- 107 [107-109] આ અવસરે સંથારાપર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને કદાચ પૂર્વકાલીન અશુભના યોગે. સમાધિભાવમાં વિઘ્ન કરનારી વેદના ઉદયમાં આવે, તો તેને શમાવવાને માટે ગીતાર્થ એવા નિયમિક સાધુઓ બાવનાચંદન જેવી શીતલ ધમશિક્ષા આપે. હે પુણ્ય પુરૂષ ! આરાધનામાં જ જેઓએ પોતાનું સઘળુંયે અર્પિત કર્યું છે, એવા પૂર્વકાલીન મુનિવરો, જ્યારે તેવા પ્રકારના અભ્યાસ વગર પણ, અનેક જંગલી જાનવરોથી ચોમેર ઘેરાએલા ભયંકર પર્વતની ટોચ પર કાયોત્સર્ગધ્યાને રહેતા હતા. “વળી અત્યન્ત ધીરવૃત્તિને ધરનારા આ કારણે શ્રીજિનકથિત આરાધનાના માર્ગમાં અનુત્તર રીતે વિહરનારા તે મહર્ષિ પુરૂષો, જંગલી જાનવરોની દાઢમાં આવવા છતાંયે સમાધિભાવને અખંડ રાખે છે અને - ઉત્તમ અર્થને સાધે છે.' 110-111] હે સુવિહિત ! ઘીર અને સ્વસ્થ મનોવૃત્તિવાળા નિયમિક સાધુઓ, જ્યારે સદા સહાય કરનારા છે એવી સ્થિતિમાં સમાધિભાવને પામીને શું આ સંથારાની આરાધનાને પાર ન પામી શકાય ? અથતું તારે સહેલાઇથી આ સંથારાની પારને પામવો જોઇએ. કારણ કે જીવ એ શરીરથી અન્ય છે, તેમ શરીર એ પણ જીવથી ભિન્ન છે. આથી શરીરના મમત્ત્વને મૂકી દેનારા સુવિહિત પુરૂષો શ્રીજિનકથિત ધર્મની આરાધનાની ખાતર અવસરે શરીરને પણ ત્યજી દે છે.” [112] “સંથારાપર આરૂઢ થયેલ ક્ષપક, પૂર્વકાલીન અશુભના ઉદયથી ઉત્પન્ન થયેલી વેદનાઓને સમભાવપૂર્વક સહન કરીને, કર્મરૂપ અશુભ કલંકની પરંપરાને વેલડીની જેમ મૂળથી હલાવી નાંખે છે. આથી તારે પણ આ વેદનાઓને સમભાવે સહવાપૂર્વક કમને ખપાવવા જોઈએ.” [113-114] બહુકોંડ વર્ષો સુધી તપ, ક્રિયા વગેરે દ્વારા અજ્ઞાન આત્મા જે કર્મસમૂહને ખપાવે છે. મન, વચન, કાયાના યોગોથી આત્માનું રક્ષણ કરનાર જ્ઞાની આત્મા, તે કર્મસમૂહને શ્વાસ માત્રમાં ખપાવે છે. કારણ કે સમ્યગૃજ્ઞાન પૂર્વકનાં અાનોનો પ્રભાવ અચિન્ય છે, મન, વચન અને કાયાથી આત્માનું જતન કરનાર જ્ઞાની આત્મા, બહુ ભવોથી સંચિત કરેલા આઠ પ્રકારનાં કર્મસમૂહરૂપ પાપોને શ્વાસમાત્રમાં ખપાવે છે. આ કારણેઃ હે સુવિહિત ! સમ્યગુજ્ઞાનનાં આલંબન પૂર્વક તારે પણ આ આરાધનામાં ઉજમાળ રહેવું.” 115 આ મુજબ હિતોપદેશરૂપ આલંબનને મેળવનાર સુવિહિત આત્માઓ ગુરૂ વગેરે વડિલજનોથી પ્રશંસાને પામેલા સંથારાપર ધીરતપૂર્વક આરૂઢ થઈ, સવપ્રકારના કર્મમલને ખપાવવાપૂર્વક તે ભવમાં યા ત્રીજા ભવમાં અવશ્ય સિદ્ધ થાય છે અને મહાનંદ પદને પ્રાપ્ત કરે છે. [11-117] ગુપ્તિ સમિતિ આદિ ગુણોથી મનોહર, સમ્યગૃજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીથી મહામૂલ્યવાન તથા સંયમ, તપ, નિયમ વગેરે ગુણરૂપ સુવર્ણથી જડેલો શ્રીસંઘરૂપ મહામુકુટ, દેવ, દેવેન્દ્ર, અસુર અને માનવોથી સહિત ત્રણ લોકમાં વિશુદ્ધ હોવાને કારણે પૂજનીય છે, અતિશય દુર્લભ છે. વળી નિર્મળગુણોનો આધાર છે, માટે પરમશુદ્ધ છે, અને સૌને શિરોધાર્ય છે. [118-120 ગ્રીષ્મઋતુમાં અગ્નિથી લાલચોળ તપેલા લોખંડના તાવડાના [5] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21