Book Title: Agam Deep 26 MahaPacchakhanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ જાવા - 34 [૧૩૪]ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઈદ્રિયનો સમૂહ અને પરિસહ રૂપી ફોજને હણીને આરાધના રૂપ જયપતાકાને તું હરણ કર. ૧૩પ હે આત્મા ! જો તું અપાર સંસાર રૂપી મહોદધિ તરવાને ઈચ્છા રાખતો હોઠ તો હું ઘણું જીવું અથવા શીધ્ર મરણ પામું એવું નિશે વિચારીશ નહિ [136o સર્વ પાપકર્મને ખરેખર નિસ્તારવાને ઈચ્છે છે, તો જિન વચન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ભાવને વિષે ઉદ્યમવંત થવાને જાગૃત થા. [૧૩૩-૧૩૯]‘દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદ થાય, વળી તે આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ, જધન્ય એમ ત્રણ ભેદ થાય. પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ રજ રહિત થઈને તેજ ભવે સિદ્ધિ પામે અને ચાર ભેદે જધન્ય આરાધનાને આરાધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. [૧૪]મારે સર્વ જીવને વિષે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી હું સર્વ જીવોને ખમું છું. અને સર્વ જીવોને ખમાવું છું. [૧૪૧]ધીર ને પણ મરવાનું છે અને કાયરને પણ અવશ્ય કરવાનું છે. બંનેને મરવાનું છે તો ધીરપણે મરવું ઉત્તમ. [૧૪]સુવિહિત સાધુ એ પચ્ચકખાણ સમ્યક પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ ર 6 મહાપચ્ચકખાણ પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ ત્રીજો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org