Book Title: Agam Deep 26 MahaPacchakhanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ મહાપચ્ચકખાણ-પિ૧૩ પચ્ચખાણને રોગથી પીડાએલો માણસ આપત્તિમાં ભાવવડે અંગીકાર કરતો અને બોલતો સમાધિ પામે છે. એ નિમિત્તને વિષે જો કોઈ માણસ પચ્ચકખાણ કરીને કાલ કરે તો આ એક પણ પદ વડે પચ્ચકખાણ કરાવવું. [૧૧૪]મને અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ એ મંગલ છે, તેમનું શરણ પામેલો હું સાવદ્ય (પાપકમ) ને વોસિરાવું છું [૧૧૫-૧૧૯]અરિહંતો - સિદ્ધો - આચાર્યો - ઉપાધ્યાયો અને સાધુઓ મને મંગલ છે અને અરિહંતો મારા દેવ છે, તે અરિહંતોની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું. [૧૨]સિદ્ધોનો, અરિહંતોનો, અને કેવલીનો ભાવ વડે આશરો લઈને અથવા મધ્યના ગમે તે એક પદ વડે આરાધક થવાય છે. [૧૨]વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે એવા સાધુ હૃદયવડે કાંઈક ચિતવે. અને કાંઈક આલંબન કરીને તે મુનિ દુઃખને સહન કરે. [૧૨૨]વેદનાઓ ઉત્પન્ન થાય ત્યારે આ તે શી વેદના ? એમ જાણી ખમે અથવા કાંઈક આલંબન કરીને તે દુઃખની વિચારણા કરે. [૧૨૩પ્રમાદમાં વર્તતા મેં નરકોમાં ઉત્કૃષ્ટી વેદનાઓ અનંતી વાર પામી છે. [૧૨૪]અબોધિપણું પામીને મેં આ કર્મ કર્યું આ જુનું કર્મ હું અનંતીવાર પામ્યો છે. [૧૨૫તે તે દુખના વિપાકોવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિંત્ય જીવ પૂર્વે અજીવ કરાયો નહિ. [૧ર૬અપ્રતિબદ્ધ વિહાર, વિદ્વાન માણસોએ પ્રશંસેલું અને મહાપુરૂષ સેવેલું એવું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. [૧૨૭]જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થંકર ભગવાને ઉદાર ઉપદેશ આપ્યો એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરું છું. [૧૨૮-૧૨૯બત્રીસ ભેદે યોગ સંગ્રહના બળ વડે સંયમ વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ નેહપાને કરી, સંસારરૂપી રંગ ભૂમિકામાં ધીરજરૂપી બળ અને ઉધમ રૂપી બખતર પહેરી સજ્જ થએલો તું મોહરૂપી મલને હણીને આરાધના રૂપી જય પતાકા હરણ કર, [૧૩]વળી સંથારામાં રહેલા સાધુ જૂનાં કર્મ ખપાવે છે. નવાં કર્મ બાંધતા - નથી અને કર્મ વ્યાકુળતારૂપી વેલડીને છેદે છે. [131 આરાધનાનો વિષે સાવધાન એવો સુવિહિત સાધુ સમ્યક પ્રકારે કાલ કરીને ઉત્કૃષ્ટ ત્રણ ભવ અતિક્રમીને નિવણ (મોક્ષ) પામે.. [૧૩૨]ઉત્તમ પુરૂષોએ કહેલું, સપુરૂષોએ સેવેલું ઘણું જ આકરૂં અનસન કરીને નિર્વિધ્યપણે જયપતાકા મેળવ. [૧૩૩]હે ધીર ! જેમ તે દેશ કાલને વિષે સુભટ જયપતાકાનું હરણ કરે તેમ સૂત્રાર્થને અનુસરતો અને સંતોષ રૂપી નિશ્ચલ સન્નાહ (બખ્તર) પહેરીને સજ્જ થએલો તું જયપતાકાનું હરણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 15 16 17 18 19