________________ 14 ચહેરાં-૯િ] [૯]દેવેન્દ્રો, ચક્રવર્તિઓ અને મુનીશ્વરોએ વાંદેલા મહાવીર સ્વામીને વાંદીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. [૧૦]ચાર શરણ કરવાનું પાપ કાયોની નિંદા કરવી, અને સુકૃતની અનુમોદના કરવી આ ત્રણ અધિકારો મોક્ષનાં કારણ છે. માટે નિરંતર કરવા યોગ્ય છે. [૧૧]અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવળી ભગવંતે કહેલો સુખ આપનાર ધર્મ આ ચાર શરણ ચાર ગતિનો નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષ પામે છે. [૧૨-૧૩]હવે તીર્થંકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રોમરાજી રૂપ બખ્તરે કરી શોભાયમાન તે આત્મા ઘણા હર્ષ અને સ્નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી 'આ પ્રમાણે કહે છે. રાગ અને દ્વેષ રૂપ શત્રુઓના હણનાર, આઠ કમાદિ શત્રુના હણનાર, અને વિષય કષાયાદિક વૈરીઓને હણનાર અરિહંત ભગવાન મારા શરણ હો. [૧૪]રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરીને દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને યોગ્ય અરહંતો મને શરણ હોય. [૧પોસ્તુતિ અને વંદનને યોગ્ય છે અને ચક્રવતીની પૂજાને યોગ્ય અને શાશ્વત સુખ પામવાને યોગ્ય અરહંતો મને શરણ હોય. [૧૬]બીજાના મનના ભાવને જાણનારા, યોગીશ્વરો અને મહેંદ્રોને ધ્યાન કરવા યોગ્ય વળી ધર્મકથી અરહંત ભગવાન મને શરણ હો. [૧૭]સર્વ જીવોની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, વળી) બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય અરહંતો મને શરણ હો. [૧૮]સમવસરણમાં બેસીને ચોત્રીસ અતિશયોને સેવવાપૂર્વક ધર્મકથાને કહેતા અરિહંતો મને શરણ હો. [૧૯]એક વાણી વડે પ્રાણીઓના અનેક સંદેહોને એક કાળે છેદનારા અને ત્રણ જગતને ઉપદેશ આપતા અરિહંતો મને શરણ હો. ૨૦]વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણોમાં સ્થાપતા, વળી જીવ લોકનો ઉદ્ધાર કરતાં અરિહંત ભગવાન મને શરણ હો. I [૨૧]અતિ અદ્દભૂત ગુણવાળાં, પોતાના યશરૂપ ચંદ્રવડે દિશાઓના અંતને શોભાવનાર, શાશ્વત, અનાદિ અનંત અરિહંતોને શરણપણે મેં અંગીકાર કર્યો છે. [૨૨]ઘડપણ અને મરણનો સર્વથા ત્યાગ કરનાર, દુઃખથી પીડાએલાં સમસ્ત પ્રાણીઓને શરણભૂત અને ત્રણ જગતના લોકોને સુખ આપનાર તે અરિહંતોને . (મારો) નમસ્કાર થાઓ. [૨૩]અરિહંતના શરણથી થએલ કર્મરૂપ મેલની શુદ્ધિ વડે જેને અતિ શુદ્ધ સ્વરૂપ પ્રગટયું છે તેવા સિદ્ધ પરમાત્માને વિષે બહુ જેને માન છે એવા આત્મા નમેલા મસ્તકને વિષે વિકસ્વર કમળના દોડા સમાન અંજલિ જોડીને હર્ષ સહિત સિદ્ધનું શરણ) કહે છે. [૨૪]આઠકર્મના ક્ષયથી સિદ્ધ થએલા, સ્વાભાવિક જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિો સિદ્ધ થઈ છે જેમને એવા તે સિદ્ધો મને શરણ હો. [25 ત્રણ ભુવનના મસ્તકે (સિદ્ધશિલાને વિષે) રહેલા, અને પરમપદ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org