________________ ગાથા -24 ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. [54] મન, વચન, અને કાયા વડે કરવા, કરાવવા, અને અનુમોદવા થકી આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું નિંદુ છું. [પપહવે દુષ્કૃતની નિંદાથી આકરાં પાપ કર્મોનો નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રોમરાજીવાળો તે જીવ પ્રગટપણે આમ કહે છે. [૫૬-૫૭]અરિહંતોને વિષે અરિહંતપણું. વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું. આચાર્ય માં જે આચાર, ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. સાધુઓને જે ઉત્તમ ચરિત્ર, શ્રાવકલોકોનું દેશવિરતિપણું, અને સમક્તિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું અનુમોદુ છું. [૫૮]અથવા વીતરાગના વચનને અનુસાર જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણે પ્રકારે (મન, વચન, અને કાયાઓ કરી) અમે અનુમોદીએ છીએ. ઉપનિરંતર શુભપરિણામવાળો જીવ ચારશરણની પ્રાપ્તિ વગેરેને આચરતો પુન્ય પ્રવૃતિઓને બાંધે છે અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. [૬૦]વળી તે શુભ પરિણામવાળો જીવ જે (શુભ) પ્રકૃતિઓ મંદ રસવાળી બાંધી હોય તેને જ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ મંદ રસવાળી) પ્રકૃતિઓને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે છે. | [૧]તે માટે પંડિતોએ હંમેશાં સંલેશમાં (રોગાદિ કારણમાં) આ આરાધન નિત્ય કરવું, અસંકલેશપણામાં પણ ત્રણે કાળ સારી રીતે કરવું તે આરાધન સુકૃતના ઉપાર્જનરૂપ ફળનું નિમિત્ત છે. [૨]જે (દાન, શિયળ, તપ, અને ભાવરૂપ) ચાર અંગવાળો જિનધર્મ ન કર્યો જેણે (અરિહંતાદિ ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારનો છેદ ન કર્યો, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ગયો. [૩]હે જીવ ! આ રીતે પ્રમાદરૂપી મોટા શત્રને જીતનાર, કલ્યાણરૂપ અને મોક્ષના સુખોના અવંધ્ય કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ 24 | ચઉસરણપયનો ગુર્જરછાયા પૂર્ણ પહેલો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org