Book Title: Agam Deep 20 Kappavadainsiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 285 અધ્યયન-૧ તેવી પ્રકારના સ્થવિર સાધુની પાસે સામાયિક આદિ અગ્યાર અંગને ભણ્યા. ભણીને ધણા ઉપવાસ, છઠ્ઠ, અમ વિગેરે તપ કરતા યાવતું વિચારવા લાગ્યા. ત્યારપછી તે પા અનગાર તે ઉદાર તપવડે મેધકુમાર અનગારની જેમ શરીરે કશ થયા, તે જ પ્રમાણે ધર્મજાગરિકા કરતા. તેને વિચાર થયો. તેથી મેધની જણ તે જ પ્રમાણે શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીનીરજા લઈને વિપુલાચલ પર્વત ઉપર યાવતુ પાદપોપગમન નામનું અનશન કર્યું. આ પા અનગાર તેવા પ્રકારના સ્થવિર મુનિ ની પાસે સામાયિક આદિ અગ્યાર અંગ મળ્યા હતા. બરાબર પરિપૂર્ણ પાંચ વર્ષ સુધી ચારિત્રપયય પાળ્યો હતો. એક માસની સંખનાવડે એટલે સાઠ ભક્તના ત્યાગ વડે અનુક્રમે તે કાલધર્મ પામ્યા.પછી સ્થવિરમુનિઓ પર્વતપરથી નીચે ઉતર્યા. ભગવાન ને ગૌતમસ્વામીએ પૂછ્યું. ત્યારે મહાવીરસ્વામીએ કહ્યું કે-યાવતું સાઠ ભક્તનો અન શનવડે છેદ કરી આલોચના પ્રતિક્રમણ કરી ઉપર ચંદ્ર સૂર્યના વિમાન ને ઓળંગી સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકમાં બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો તે દેવપણે ઉત્પન્ન થયો છે. હે ભગવાન! તે પા તે દેવલોકથી આયુષ્યનો ક્ષય થયે ક્યાં જશે ? એમ પૂછ્યું. ત્યારે પ્રભુ ઉત્તર આપે છે કે- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દ્રઢપ્રતિ જ્ઞની જેમ સિદ્ધિપદને પામશે યાવતુ સર્વ દુઃખનો અંત કરશે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કહ્યા વનંસિકાના પહેલા અધ્યયનનો આ પ્રમાણે અર્થ કહ્યો છે, એ મેં તમને કહ્યો. | અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનરમહાપ) [2] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવતંસિકાના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૃણિક નામે રાજા હતો. તેને પદ્માવતી. નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુણિકરાજાની લધુમાતા સુકાલી નામની દેવી હતી. તે સુકાલીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે સુકાલ કુમારને મહાપદ્મા નામની દેવી હતી. તે અતિ કોમળ અંગવાળી હતી. ત્યારપછી તે મહા પદ્મા દેવી એકદા કદાચિત્ તે તેવા પ્રકારના વાસગૃહમાં સુતી હતી. વિગેરે એ જ પ્રમાણે સર્વ કહેવું યાવતું મહાપદ્મ નામના બાળકને જન્મ આપ્યો, યાવતુ તે સિદ્ધિપદને પામશે. વિશેષ એ કે ઈશાન કલા નામના બીજા દેવલોકમાં તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થયો છે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા. શ્રીમહાવીર સ્વામીએ કલ્પાવસંતિકાના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે મેં તમને કહ્યો. અધ્યયનઃ૨મુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૩થી૧૦) એ જ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનો જાણવા. તેમની માતાઓ પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org