Book Title: Agam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ 278 નિરાવલિયા 517 સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને આ પ્રમાણે ઝુંટવી લેવાની ઈચ્છા કરે છે, ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે અને ખેંચી લેવા ઈચ્છે છે, તો તે કુણિકરાજા મારા સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને એ જ પ્રમાણે યાવતું ન ખેંચી લે તેટલામાં મારે સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને ગ્રહણ કરી અંતઃ પુરના પરિવાર તથા ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત (લઈને) ચંપાનગરીથી બહાર નીકળીને વૈશાલી નગરીમાં આઈક ચેટક રાજા પાસે જઈને રહેવું યોગ્ય છે. એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને કૂણિકરાજાના અંતરને જોતો રહ્યો. ત્યારપછી તે વિહલ્લકુમારે એકદા કદાચિતુ. કુણિ કરાજાનું આંતરું જાણયું, તે સેચક ગંધહસ્તીને અને અઢારસરના હારને ગ્રહણ કરી અંતઃપુરના પરિવારથી પરિવરી ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત ચંપાનગરીથી નીકળ્યો, નીકળીને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં આવ્યો. આવીને વૈશાલીનગરીમાં આયેક ચેટક રાજા પાસે જઈને રહ્યો. ત્યારપછી તે કૂણિકરાજાએ આ વાત જાણી વિચાર કર્યો કે-“આ પ્રમાણે નિચે વિહલ્લકુમાર મારા જાણવામાં ન આવે તેમ સેચનક ગંધ હસ્તીને અને અઢાર સરના હારને લઈને અંતપુરના પરિવારથી પરિવરી પાવતુ આર્યક ચેટકરાજા પાસે જઈને રહ્યો છે, તેથી નિક્ષે મારે મેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે દૂતને મોકલવો શ્રેયકારક છે.” તેણે દૂતને બોલાવીને કહ્યું- તું વૈશાલી નગરીમાં જા. ત્યાં આઈક ચેટકરાજાને બે હાથ જોડી વધાવીને આ પ્રમાણે કહે કેનિએ હે સ્વામી! કૃણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે આ વિહલ્લકુમાર કૃષિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના. હારને લઇને શીઘ અહીં આવ્યો છે. તેથી હે સ્વામી! તમે કૂણિકરાજા ઉપર અનુ ગ્રહ કરી સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર કૂણિક રાજાને આપો અને વિહલ્લ કુમારને પણ પાછો મોકલો.” ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ કૃષિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણાદેવીનો આત્મજ અને મારો દૌહિત છે, તેમ જ વિહલ્લકુમાર પણ શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણા દેવીનો આત્મજ અને મારો દૈહિત છે. શ્રેણિકરાજાએ જીવતાં જ વિહલ્લકુમારને સેચનક ગંધહસ્તી અને અઢારસરનો હાર પ્રથમથી જ આપ્યો છે. તેથી જો કણિકરાજા વિહલ્લકુમારને રાજ્ય વિગેરેનો અર્ધ ભાગ આપે તો હું સેચનક હાથી અને અઢાર સરનો હાર શિકરાજાને અપાવું અને વિહલ્લકુમારને મોકલું.” આ પ્રમાણે કહીને દૂતનો સત્કાર કર્યો. સન્માન કર્યું અને વિદાય કર્યો. ત્યારપછી તે દૂત કણિક રાજાની આ આજ્ઞાને બે હાથ જોડી યાવતુ અંગીકાર કરી જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો. આવીને ચિત્ર દૂતની જેમ યાવતું (ચેટક રાજા પાસે જઈ તેને વધાવીને આ પ્રમાણે બોલ્યો, “નિશે હે સ્વામી! કૃણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે આ વિહલકુમાર મને જણાવ્યા વિના અહીં આવ્યો છે વિગેરે તે જ પ્રમાણે (ઉપર પ્રમાણે) કહેવું યાવતું ગંધહસ્તી ને હાર આપો અને વિહલ્લકુમારને પાછો મોકલો.” ત્યારપછી તે દૂત ચેટકરાજાએ વિદાય કર્યો. જ્યાં ચતુર્ઘટ એટલે ચાર દિશા માં ચાર ઘંટાઓ જે રથને બાંધેલી છે એવો અશ્વરથ હતો ત્યાં આવ્યો. આવીને ચતુર્ઘટ અશ્વ રથ ઉપર આરૂઢ થયો. વૈશાલીનગરી ના મધ્ય મધ્ય ભાગે કરીને નીકળ્યો. નીકળીને . માર્ગ માં શુભ વસતિ વડે અને પ્રાતરાશ વડે યાવતું વધાવીને આ પ્રમાણે બોલ્યો- “આ પ્રમાણે નિચે હે સ્વામી! ચેટકરાજા આજ્ઞા કરે છે કે-જેમ શિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર, . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27