Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ 12 નાયાધબ્બ કહાઓ - 1-1/8 થયેલ છે, જેને શ્રદ્ધો, સંશય, કુતૂહલ વિશેષ પ્રકારે શ્રદ્ધા, વિશેષ પ્રકારે સંશય, તેવા જંબૂસ્વામી ઉભા થયા, ઉભા થઈને જે સ્થળે આર્ય સુધમાં સ્થવિર હતા ત્યાં આવે છે, આવીને આર્ય સુધમાં સ્થવિરની ત્રણ વખત દક્ષિણ દિશાથી પ્રદક્ષિણા કરે છે. વંદન નમીને આર્યસુધમાં વિરની - અતિ દૂર કે ન અતિ નજદીક, સાંભળવાની ઈચ્છાવાળા નમસ્કાર કરી, તેમની સન્મુખ બે હાથ જોડી વિનય પૂર્વક પપાસના કરતા આ પ્રમાણે બોલે છે. હે ભગવંત! શ્રત ધર્મની આદિના કરનારા, ચતુર્વિધ તીર્થની સ્થાપના કરનારા, પોતાની મેળે જ બોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન શૂરવીર, પુરુષોમાં ઉત્તમ કમલ જેવા સુંદર, પુરુષોમાં ઉત્તમ ગંધ હસ્તિ સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકહિત કરનારા લોકમાં પ્રદીપ સમાન, લોકમાં પ્રદ્યોતના કરનારા, અભયદાન આપનારા, શરણને આપનારા, જીવોને શ્રદ્ધા રૂપ ચક્ષને આપનારા, ધર્મમાર્ગને બતાવનારા, બોધિને આપનારા, ધર્મને આપનારા, ધર્મની દેશના આપનારા, ધર્મના નાયક, ધર્મના સારથિ, ધર્મને વિષે શ્રેષ્ઠ, ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી સમાન, અપ્રહિત શ્રેષ્ઠ કેવલજ્ઞાન દર્શનના ધારક, રાગાદિને જીતનારા, બીજા પ્રાણીને જીતાડનારા, સંસાર સાગરથી પોતે કરેલા, બીજા પ્રાણીઓને તારનારા, તત્ત્વને જાણનારા, બોધ કરાવનારા, કર્મ બંધનથી મુકાયેલા, અન્ય પ્રાણીઓને કર્મથી મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી સર્વ ઉપદ્રવ રહિત, અચલ, અરોગી, અનંત,અવ્યાબાધ જ્યાંથી પાછું આવવાનું નથી એવી સિદ્ધ ગતિને પામેલા એવા શ્રમણ ભગવાનું મહાવીરે છઠ્ઠા અંગનો એટલે કે જ્ઞાતા ધર્મકથાનો શું અર્થ કહ્યો છે? જેબૂ! છઠ્ઠી અંગના બે શ્રુતસ્કંધ પ્રરૂપેલા છે. તે આ પ્રમાણે જ્ઞાતા અને ધર્મકથા. જો શ્રમણ ભગવંત મહાવીર યાવતુ મોક્ષને પામેલા પ્રભુએ છ અંગના બે શ્રુતસ્કંધો. પ્રરૂપેલ છે જેમ કે જ્ઞાત ઉદાહરણો અને ધર્મકથા તો હે ભગવંત! પ્રથમ શ્રુતસ્કંધ જ્ઞાતાના. કેટલા અધ્યયનો કહ્યાં છે? હે જંબૂ! શ્રમણ યાવતું શાશ્વત સ્થાનને પામેલા ભગવાનું મહાવીર સ્વામીએ જ્ઞાતાના ઓગણીશ અધ્યયન કહેલા છે તે આ પ્રમાણે-ઉક્લિપ્ત. જ્ઞાત સંઘાટક અંડક કૂર્મ શેલક તુંબ રોહિણી મલ્લી માકંદી ચંદ્રમા દાવદ્રવ ઉદક મંડૂક તેટલી નંદીકૂલ અવરકંકા આકર્ષ સુષમા પુંડરીક જ્ઞાત. [9-10] ભગવંત! જો શ્રમણ યાવતું શાશ્વત સ્થાનને પામેલા ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત શ્રુતસ્કલ્પના ઓગણીશ અધ્યયનનો કહ્યાં છે તે આ પ્રમાણે ઉક્લિપ્તજ્ઞાત યાવતુ પુંડરીકજ્ઞાત સુધી તો પ્રથમ અધ્યયનનો હે ભગવંત શો અર્થ કહ્યો છે? હે જંબૂ ! તે કાળ અને તે સમયે આ જંબૂદીપ નામના દ્વીપમાં ભારત નામના વર્ષ ક્ષેત્ર) માં દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગર હતું. ગુણશૈલચત્ય હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામનો રાજા હતો, તે મોટા હિમવંત પર્વત સમાન હતો ઈત્યાદિ વર્ણન સમજી લેવું. તે શ્રેણિક રાજાને નંદા નામની દેવી હતી. તેના હાથ-પગ અતિ કોમળ હતાં વગેરે તે શ્રેણિકનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભય કુમાર હતો. સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત યાવતું સ્વરૂપવાન હતો. તે કુમાર સામ, દંડ, ભેદ, દાન આ ચાર પ્રકારની રાજનીતિને અને વ્યાપાર નીતિની વિધિને સારી રીતે જાણનારો હતો. નૈગમાદિ નયને જાણનારો, ઈહાં, અવાય, માર્ગણા, વેષણા તથા અર્થ શાસ્ત્રમાં કુશલ હતો. ઔત્પત્તિક, વૈનાયિકી, કમંજા અને પરિણામિકી બુદ્ધિવાળો હતો. શ્રેણિક રાજાના ઘણા કાર્યોમાં Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 181