Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ રzar. નાયા ધમ્મ કહાઓ છ અંગસુત્ર-ગુર્જરછાયા શ્રતસ્કંધ-૧ SSSSSSSSBN : (અધ્યયન-૧-ઉરિખ:-) [1] સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર તે કાલે અને તે સમયે ચપ્પા નામક નગરી હતી. ર-૪] તે ચમ્પા નગરીની બહાર ઈશાન ભાગમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચમ્પા નગરીમાં કોણિક નામનો રાજા હતો. તેનું વર્ણન પણ ઉવવાઈ સૂત્ર પ્રમાણે જાણવું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરના અંતેવાસી આર્યસુધમાં સ્થવિર હતા. તે જાતિ સંપન્ન, કુલસંપન્ન, રૂપસંપન, બલસંપન, રૂપસંપન, વિનય- સંપન, જ્ઞાદ-દર્શનચારિત્રસંપન્ન. લાઘવસંપન્ન ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશવાળા, ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાયોને જીતેલા, જીતેદ્રિય, નિન્દ્રાવિજેતા, પરિષહને જીતેલા. જીવવાની આશા અને મરણના ભયથી રહિત, તપપ્રધાન, ગુણ પ્રધાન, તે જ પ્રમાણે ચરણ, કરણ, નિગ્રહ, નિશ્ચય, સરળ અમાની, લાઘ ક્ષમા, ગુપ્તિ, નિલાંભી, વિદ્યા,મંત્ર, બ્રહ્મ, વેદ, નય, નિયમ સત્ય, શૌર્ય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદાર, ઘોર, ઘોવ્રત, ઘોરતપસ્વી, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, શરીરનો સત્કાર નહી કરનાર, વિપુલ તેલશ્યાને પોતાના શરીરમાં જ ધારણ કરનાર, ચૌદ પૂર્વના ધારક, મતિ આદિ ચાર જ્ઞાનોના ધારક, પાંચસો સાધુઓ સાથે વિચરતા, અનુક્રમે ચાલતા એક ગામથી બીજા ગામ જતાં, સુખ પૂર્વક વિચરતાં જ્યાં ચંપા નામની નગરી અને પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં પધાર્યા, પધારીને યથા યોગ્ય યાચનાપૂર્વક અવગ્રહ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. [પ-૮] તે ચંપા નગરીમાંથી પરિષદ નીકળી કોણિક રાજા નીકળ્યો સુધમાં સ્વામીએ ધર્મ કહ્યો જે દિશાથી પરિષદ આવેલ હતી તે દિશા તરફ પાછી ફરી. તે કાળ અને તે સમયે આર્યસુધમાંસ્વામી અણગારના જ્યેષ્ઠ અંતેવાસી આર્ય જંબૂનામના અણગાર હતા. તે કાશ્યપગોત્રી, સાત હાથ ઉંચા શરીરવાળા યાવત્ આર્ય સુધમાં વિરની અતિદૂર નહીં તેમજ અતિ નજીક નહીં તેમ એક ઢીંચણ નમાવી એક ઉંચો રાખી નીચું મુખ રાખી ધ્યાન રૂપી કોષ્ટકમાં રહ્યાં સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતો વિચરતા હતા. ત્યારપછી આર્ય જંબૂ નામક અણગાર, કે જેને તત્ત્વજ્ઞાનની ઈચ્છા થયેલ છે, સંશય થયો છે, કૌતુક થયેલ છે, જેને પૂછવાની વિશેષ શ્રદ્ધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 181