________________
૨૩૮
દેવેન્દ્રસવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
ગાથા-૬૬ થી ૬૮
૨૩૭ વાણવ્યંતર દેવોને સંક્ષેપથી મેં કહ્યા -
હવે એક એક કરીને સોળ ઈન્દ્રો અને ઋદ્ધિ કહીશ. • ગાથા-૬૯ થી ૨ -
કાળ, મહાકાળ, સુ૫, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંનર, કિંધુરુષ, સપુષ, મહાપુરુષ, અનિકાય, મહાકાય, ગીતરતિ અને ગીત ચશ.
આ સોળ વાણ થંતરેન્દ્રો છે.
વાણવ્યંતરોના ભેદમાં સંનિહિત, સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવસ, વિશાલ, હાય, હાયરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ.
આ અંતર્ભત બીજા ૧૬ વાણવ્યંતરેન્દ્ર જાણવા. • ગાથા-૭૩ થી ૮૦ :વ્યંતર દેવ ઉd, અધો, તોછલોકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં નિવાસ કરે છે.
તેના ભવનો રક્તપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં હોય છે. એકૈક યુગલમાં નિયમા અસંખ્યાતા શ્રેષ્ઠભવન છે.
તે વિસ્તારથી સંખ્યાત યોજનવાળા છે. જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે -
તે ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ સમાન, જઘન્યથી ભરતક સમાન અને મધ્યમથી વિદેહ ક્ષેત્ર સમાન હોય ચે.
જેમાં વ્યંતર દેવો શ્રેષ્ઠ તરણીના ગીત અને સંગીતના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને આનંદિત રહેતાં પસાર થતાં સમયને જાણતાં નથી.
મણિ-સુવર્ણ અને રનોનાં તૂપ અને સોનાની વેદિકાથી યુકત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે.
આ વ્યંતર દેવોનું જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે.
આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહી છે, હવે શ્રેષ્ઠ જ્યોતિક દેવોના આવાસનું વિવરણ સાંભળ.
• ગાથા-૮૧ થી ૮૬ -
ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રગણ સમૂહ એ પાંચ પ્રકારના જ્યોતિક દેવો કહ્યા છે.
હવે તેમની સ્થિતિ અને ગતિ કહીશ.
તીછલિોકમાં જ્યોતિષીઓના અર્ધકપિત્ય ફળના આકારવાળા સ્ફટિક રનમય રમણીય અસંખ્યાત વિમાન છે.
રતનપભા પૃથ્વીના સમભૂતળા ભાગથી ૯૦ યોજન ઉંચાઈએ તેમનું નિમ્નતળ છે. - સમભૂલા પૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય છે. - એ જ રીતે ૮૮૦ યોજન ઉંચે ચંદ્ર સ્થિત છે. - એ પ્રમાણે જ્યોતિક દેવ વિસ્તાર ૧૧૦ યોજન છે. - એક યોજનમાં ૬૧ ભાગ કરીએ, તો તે ૬૧ ભાગમાં ૫૬ ભાગ જેટલું ચંદ્ર
પરિમંડલ હોય છે.
- સૂર્યનો આયામ-વિલંભ ૪૮ ભાગ જેટલો હોય છે.
- જેમાં જ્યોતિક દેવ શ્રેષ્ઠ તરણીના ગીત અને વાધોના અવાજના કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતાં તે દેવો કાળને જાણતા નથી.
• ગાથા-૮૦ થી ૯૧ -
એક યોજનના ૬૧-ભાગમાંથી ૫૬ ભાગ વિસ્તાસ્વાનું ચંદ્રમંડલ હોય છે અને ૨૮ ભાગ જેટલી પહોળાઈ હોય છે.
૪૮ ભાગ જેટલાં વિસ્તારવાળું સૂર્યમંડલ અને ૨૪ ભાગ જેટલી પહોળાઈ હોય છે.
ગ્રહો અઈયોજન વિસ્તારમાં તેનાથી અર્ધ વિસ્તારમાં નક્ષત્ર સમૂહ અને તેનાથી અર્ધ વિસ્તારમાં તારા સમૂહ હોય છે. તેમાં અર્ધ વિસ્તાર પ્રમાણ તેની પહોળાઈ છે.
એક યોજનાનું અડધું બે ગાઉ થાય છે. તેમાં ૫૦૦ ધનુ હોય છે.
આ ગ્રહ-નક્ષત્રસમૂહ અને તારા વિમાનોનો વિસ્તાર છે, જેનો જે આયામ વિકંભ છે, તેનાથી અડધી પહોળાઈ તેની છે તેનાથી ત્રણ ગણી પરિધિ છે, એમ જાણ.
• ગાથા-૯૨,૯૩ :- ચંદ્ર-સૂર્ય વિમાનોનું વહન ૧૬,૦૦૦ દેવ કરે છે. - ગ્રહ વિમાનોનું વહન ૮૦૦૦ દેવ કરે છે. - નક્ષત્ર વિમાનોનું વહન ૪૦૦૦ દેવ કરે છે. - તારા વિમાનોનું વહન ૨૦૦૦ દેવ કરે છે.
- તે દેવો પૂર્વમાં સિંહ, દક્ષિણમાં હાથી, પશ્ચિમમાં બળદ અને ઉત્તરમાં ઘોડા રૂપે વહન કરે છે.
• ગાથા-૯૪ થી ૯૬ -
- ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એક એકથી તે જ ગતિએ ચાલે છે - ગતિ કરે છે.
- ચંદ્રની ગતિ સૌથી ઓછી છે. - તારાની ગતિ સૌથી તેજ છે. - એ પ્રમાણે જ્યોતિક દેવની ગતિ વિશેષ જાણવી.
- ઋદ્ધિમાં તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર એ એક એક કરતાં વધુ બદ્ધિવાનું જણવા.
• ગાથા-૯૭ થી ૧૦૦ - – બધામાં અત્યંતર નક્ષત્ર અભિજિત છે. - સૌથી બાહ્ય નક્ષત્ર મૂળ છે. - સૌથી ઉપર સ્વાતિ અને નીચે ભરણી નક્ષત્ર છે.
- નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બદાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સની બાબર નીચે અને બરાબર ઉપર તારા નામે જ્યોતિક વિમાન] હોય છે.