Book Title: Agam 32 Devendrastava Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ ગાથા-૨૯૪ થી ૩૦૨ એ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી, તો પણ કેટલાંક વિશેષણો દ્વારા તેની સમાનતા કહું છું. ૨૫૧ કોઈ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ ભોજન કરીને બુખ અને તરસથી મુક્ત થઈ જાય અને જાણે કે અમૃતથી તૃપ્ત થયો છે. એ રીતે સમસ્તકાળમાં તૃપ્ત, અતુલ, શાશ્વત અને અવ્યાબાધ નિર્વાણ સુખને પામીને સિદ્ધો સુખી રહે છે. તેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે. કર્મરૂપી વચથી ઉન્મુક્ત, અજર-અમર-અસંગ છે. જેમણે બધાં દુઃખોને દૂર કરી દીધા છે. જાતિ-જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત, શાશ્વત, અવ્યાબાધ સુખનો તે સિદ્ધો નિરંતર અનુભવ કરતાં રહે છે. ૭ ગાથા-૩૦૩ થી ૩૦૫ : સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે, તેનું અનંતગણું કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિના અનંતાનંત ભાગ બરાબર ન થાય. સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિયુક્ત ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરે છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિપાલિત પોતપોતાની બુદ્ધિથી જિન-મહિમા વર્ણવે છે. • ગાથા-૩૦૬ થી ૩૦૮ : વીર અને ઈન્દ્રોની સ્તુતિના કર્તા, જેવો પોતે બધાં ઈન્દ્રો અને જિનેન્દ્રોની સ્તુતિ અને કિર્તન કર્યુ છે, તે સુરો, અસુરો, ગુરુ અને સિદ્ધો મને સિદ્ધિ આપો. આ રીતે ભવનપત્યાદિ ચારે દેવનિકાય દેવોની સ્તુતિ સમગ્રરૂપે સમાપ્ત થઈ. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક સૂત્ર-૯, આગમ-૩૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27