Book Title: Agam 29 Sanstaraka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ગાથા-૬૧,૬૨ ૧૬૫ પ્રતિમા ધરી રહેલા, યવન રાજાએ તેમને બાણથી વિંધ્યા, પછી જિન વાનમાં નિશ્ચિત મતીવાળા, પોતાના શરીરમાં પણ પતિબદ્ધ એવો તે યવન રાજા પણ તે રીતે જ વિંધાયો છતાં તેઓએ [સંથારો સ્વીકારી ઉત્તમાર્થને સાધ્યો. • વિવેચન-૬૧,૬૨ - સયંળીનુ - દેવો વડે સ્તુતિ કરાયેલ અથવા સર્વાંગથી વિંધાયેલ, મથુરામાં યવન રાજા, તેના વડે યમુનાવક્ર નગરના ઉધાનમાં કાયોત્સર્ગ સ્થિત દંડ નામે વિખ્યાત યશવાળાને જોયા. બાણ વડે હણાતા તે દંડ રાજા અતકૃત્ કેવલી થયા, દેવો આવ્યા. શકના વચનથી યવન રાજાએ દીક્ષા લઈ અભિગ્રહ કર્યો - જ્યાં સધી ઋષિઘાત સારણ થાય, ત્યાં સુધી ખાઈશ નહીં. સદા અમુક્ત રહ્યા. ગાથા-૬૩,૬૪ - સુકોશલ ઋષિ હતા. ચાતુર્માસના પારણાના દિવસે પર્વત ઉપરથી ઉતરતી વેળા પૂર્વ જન્મની માતા એવી વાઘણ વડે ખવાયા. છતાં ત્યારે ગાઢપણે ધીરતાપૂર્વક પોતાના પ્રત્યાખ્યાનમાં ઉપયોગવંત રહ્યા. તે પણ તે રીતે ખવાતા છતાં ઉત્તમાર્થને સ્વીકાર્યો. • વિવેચન-૬૩,૬૪ : સાકેતપુરમાં કીર્તિધર રાજા સાથે પુત્ર સુકોશલે દીક્ષા લીધી, વાઘણ વડે ખવાયા ઈત્યાદિ - X - • ગાથા-૬૫,૬૬ ઉજ્જૈની નગરીમાં અવંતી નામે વિખ્યાત હતા. શ્મશાનમાં પાદોપગમન અનશન સ્વીકારી એકલા રહ્યા. રોપાયમાન શિયાલણી વડે રાત્રિના ત્રણ પ્રહર અવાયા છતાં ઉત્તમાને સ્વીકાર્યો. • વિવેચન-૬૫,૬૬ : રાત્રિના ત્રણ પ્રહર. ઉજ્જૈનીમાં આર્ય સુહસ્તિ પાસે નલિનીગુલ્મ વિમાન વર્ણન સાંભળી સુભદ્ર શ્રેષ્ઠીપુત્ર અવંતી સુકુમાલે માતા અને ૩૨-પત્નીની અનુમતિ ન હોવા છતાં પ્રવ્રજ્યા લઈ ભક્ત પરચક્ખાણ કર્યા નીકળેલા લોહીની ગંધથી શિવા-શિયાલણી આવી. પહેલા પ્રહરે પગ, બીજા પ્રહરે ઉરુ, ત્રીજા પ્રહરે પીઠ ખાધી, કાળ પામ્યા. - x - તેના પુત્રે દેવકુલ ચાવ્યું. • ગાથા-૬૭ થી ૬૯ : જલ્લ-મલ-પંકધારી, શીલ-સંયમ ગુણના આધારરૂપ, તે ગીતાર્થનો દેહ અજીર્ણ રોગથી પીડાતો હોવા છતાં સુવરણગ્રામે હતા. તેમને રોહિતક નગરમાં પ્રમુક આહાર વેષણા કરતા કોઈ પૂર્તિરી ક્ષત્રિયે શક્તિના પ્રહારથી વિંધ્યા. એકાંત અને તાપ રહિત વિશાળ ભૂમિ ઉપર પોતાના દેહનો ત્યાગ કર્યો. દેહ ભેદાયો હોવા છતાં તેમણે પણ ઉત્તમાર્થની સાધના કરી. • વિવેચન-૬૭ થી ૬૯ - શરીરનો મળ, રસ્તાની ધૂળ, પરસેવાથી ભીના થયેલા. સંસ્તારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ • ગાથા-૭૦ થી ૭૨ : પાટલીપુત્ર નગરમાં ચંદ્રગુપ્ત નામે રાજાનો ધર્મસિંહ નામે મિત્ર હતો. ચંદ્રગુપ્ત રાજાની લક્ષ્મી ત્યજીને દીક્ષા લીધી. જિનધર્મે સ્થિત એવા તે ફોલ્લપુર નગરે અનશન વીકાર્યું. ગૃપૃષ્ઠ પાણને શોકરહિતપણે કર્યુ. હજારો તિર્યંચો વડે શરીર ખવાયું છતાં, તેણે દેહ ત્યજીને તે ભિન્નદેહીએ ઉત્તમાર્થ સાધ્યો. • વિવેરાન-૩૦ થી ૭૨ : ૧૬૬ પાટલીપુત્ર નગરમાં ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારના મિત્ર સુબંધુનો પુત્ર ધર્મસિંહ હતો. ચંદ્રગુપ્તે આપેલ લક્ષ્મીનો ત્યાગ કરીને ફોલ્લપુરે અનશન કર્યુ. શત્રુંજયે અનશન સ્વીકાર્યુ. • ગાથા-૭૩ થી ૭૫ : પાટલીપુત્ર નગરમાં ચાણક્ય નામે પ્રસિદ્ધ મંત્રી હતો. સર્વ પ્રકારના પાપરંભથી નિવૃત્ત થઈ ગિનીમરણને સ્વીકાર્યું. પૂર્વના વૈરી શત્રુએ અનુકૂળ પૂજાના બહાને તેના દેહને સળગાવ્યો. તે એ રીતે બળાવા છતાં ઉત્તમાર્થને સ્વીકારીને રહ્યા. તેઓ ત્યાં પોપગમન અનશન સ્વીકારીને રહેલા ત્યારે સુબંધુએ છાણા વડે સળગાવેલા હતા. એ રીતે બળતા તે ચાણક્ય મુનિએ ઉત્તમાર્થ સાધ્યો. • ગાથા-૭૬ થી ૭૮ : કાર્કદી નગરીમાં અમવૃદ્ઘોષ નામે રાજા હતો. તેણે પોતાના પુત્રને રાજ્ય સૌથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. સૂત્ર અને અર્થમાં કુશળ તથા શ્રુતના રહસ્યને પામનાર એવા તે રાજર્ષિ શોક રહિતપણે પૃથ્વી ઉપર વિચરતા કાકી નગરી પધાર્યા. ત્યાં અંડવેગ નામના વૈરીએ તેમના શરીરને શરુપહારથી છેવુ. શરીર છેદાઈ રહ્યું છે તેવા અવસરે પણ તે મહર્ષિ સમાધિભાવમાં સ્થિર રહ્યા, ઉત્તમાર્થ સાધ્યો. • વિવેચન-૭૬ થી ૭૮ : ચંદ્રવેગ, પૂર્વનો અપરાધી કોઈ મંત્રી કે બીજો હતો. • ગાથા-૩૯,૮0 : કૌશાંબી નગરીમાં લલિતઘટા બીશ પુરુષો પ્રખ્યાત હતા. શ્રુતના રહસ્યને પામીને તે ત્રીશે પાદરેપગમન અનશન સ્વીકાર્યું. અકસ્માત નદીના પૂરથી તણાતા તેઓ દ્રહ મધ્યે તણાઈ ગયા. તેઓએ શરીરમાં નિર્મમત્વી બનીને જલદ્રહની મધ્યમાં પણ ઉત્તમાર્થને સ્વીકાર્યો. • વિવેચન-૭૯,૮૦ ઃ કૌશાંબીમાં ત્રીશ લલિત ગોષ્ઠિકા પુરુષો હતા. નદીકાંઠે પૃથક્ આઠ શય્યામાં પાદપોપગમન સ્વીકાર્યુ. અકાલગત નદી પૂરમાં તણાઈને સમુદ્ર મધ્યે ખેંચાઈ ગયા. • ગાથા-૮૧ થી ૮૪ ઃ કુણાલ નગરમાં વૈશ્રમણ દાસ નામે રાજા હતો. તેને ષ્ઠિ નામે મંત્રી હતો, જે મિાદૃષ્ટિ અને દુરાગ્રહવૃત્તિવાળો હતો... તે નગરમાં મુનિવર વૃષભ,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24