Book Title: Agam 26 Mahapratyakhyana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણકસૂત્ર અનુવાદ ૨૬ મહાપ્રત્યાખ્યાન-પ્રકીર્ણક સૂત્ર-૩ મૂળ સૂત્રનો અનુવાદ ૦ [આ સૂત્રની કોઈ વૃત્તિ કે અવસૂરી આદિ અમારી જાણમાં આવેલ નથી, તેથી અહીં માત્ર સૂત્રનો અનુવાદ કરેલ છે.] 0 Go [સૂત્ર અને વિવેચન એવા વિભાગ ન હોવાથી અહીં અમે અમારી સ્ટાઈલ મુજબ • સૂત્ર-૧, ૭ સૂત્ર-૨... એવું લખેલ નથી. બધાં સૂત્રો (ગાથા) જ હોવાથી માત્ર ક્રમ જ આપેલ છે – ૧, ૨... વગેરે કુલ-૧૪૨ ગાથાનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે છે [૧] હવે હું ઉત્કૃષ્ટ ગતિવાળા, તીર્થંકર, સર્વ જિન, સિદ્ધ અને સંયત [સાધુ ને પ્રણામ કરું છું. [૨] સર્વ દુઃખરહિત એવા સિદ્ધો અને અરિહંતોને નમસ્કાર થાઓ, જિનપ્રજ્ઞપ્ત બધાંની શ્રદ્ધા કરું છું, પાપને પચ્ચકખુ છું. [3] જે કંઈ દુશ્વરિત છે, તેને હું સર્વભાવથી નિંદુ છું, અને ત્રણ પ્રકારે હું સામાયિકને સર્વ આગારરહિત કરું છું. [૪] બાહ્ય-અત્યંતર ઉપધિ, ભોજન સહિત શરીરાદિને મન, વચન, કાયાથી હું ત્રિવિધે વોસિરાવું છું. [૫] રાગ, બંધ, પ્રદ્વેષ, હર્ષ, દીનભાવ, ઉત્સુકતા, મદ, શોક, રતિ-અરતિને હું વોસિરાવું છું. [૬] રોષથી, કદાગ્રહથી, અકૃતઘ્નતાથી, શઠતાથી જે કંઈ પણ હું બોલ્યો હોઉં, તેને હું ત્રિવિધે ખમાવું છું. [] સર્વે જીવોને હું ખમાવું છું, સર્વે જીવો મને ખમો, આશ્રવોને વોસિરાવીને હું સમાધિને આદરું છું. [૮] નિંદવા યોગ્યને નિંદુ છું, મારે જે ગર્હણીય છે, તેને ગહું છું, જિનેશ્વરે જેનો નિષેધ કર્યો, તે સર્વેને આલોચુ છું. [૯] ઉપધિ, શરીર, ચારે પ્રકારનો આહાર, સર્વ દ્રવ્યોમાં જે મમત્વ, એ બધાંને જાણીને તેનો ત્યાગ કરું છું. [૧૦] નિર્મમત્વ વિશે ઉધમવંત એવો હું મમત્વનો ત્યાગ કરું છું, મારે આત્મા જ આલંબન છે, બાકી બધું વોસિરાવું છું. [૧૧] મારું જ્ઞાન મારો આત્મા છે, દર્શન મારો આત્મા છે. એ રીતે ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંયમ અને યોગ મારો આત્મા છે. [૧૨] મૂલગુણ અને ઉત્તરગુણમાં જે મેં પ્રમાદથી આરાધ્યા ન હોય, તે સર્વેને હું નિંદુ છું, આગામીને પ્રતિક્રમું છું.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20