Book Title: Agam 25 Aturpratyakhyana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ ગાથા-૬૪ થી ૬૬ નિશ્ચયે ધીરપણે મરવું યુક્ત છે. [૬૬] શીત - સામાચારી લોપ્યા વિના મારી પ્રતિજ્ઞા પાળી છે. નિ:શીન - ભ્રષ્ટ પ્રતિજ્ઞા. શેષ સૂત્રાર્થ મુજબ • સૂત્ર-૬૭,૬૮ : [૬૭] જે કોઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં, દર્શનમાં અને સમ્યક્ત્વમાં સાવધાનપણું કરશે, તે વિશેષે સંસાર થકી મૂકાશે. [૬૮] ઘણાં કાળ સુધી બ્રહ્મચર્ય સેવનાર બાકીના કર્મનો નાશ કરીને, સર્વ કલેશનો નાશ કરીને અનુક્રમે શુદ્ધ થયેલો સિદ્ધિમાં જાય છે. • વિવેચન-૬૭,૬૮ - - [૬૭] સ્થિર થયેલ ક્ષપકને ગુરુ સામાન્યોપદેશફલ સ્વરૂપ આ ગાથા કહે છે :– જ્ઞાન - વિશેષોપયોગ, વર્શન - સામાન્યોપયોગ, સમ્યક્ નિઃશંકિતાદિ અષ્ટ પ્રકાર, = ચારિત્ર - સમિતિ, ગુપ્તિથી આઠ ભેદે. [૬૮] ર્મ - જ્ઞાનાવરણાદિ, વિશુદ્ધ - કર્મમળને ધોવાથી. ૮૯ • સૂત્ર-૬૯,૭૦ : [૬૯] કષાયરહિત, દાંત, શૂર, ઉધમવંત તથા સંસારથી ભયભ્રાંત થયેલા આત્માનું પચ્ચક્ખાણ શુભ થાય છે. [9] આ પચ્ચકખાણ જે મરણના અવસરે કરશે, તે ધીર અને અમૂઢ સંજ્ઞ, શાશ્વત સ્થાને જશે. • વિવેચન-૬૯,૭૦ : [૬૯] વાંત - ઈન્દ્રિયદમવાથી, સૂર - મોહમલ્લના જયમાં, વ્યવસાયિત - આરાધના પતાકાના લાભ માટે પ્રવૃત્ત. સુખે અનશન સ્વીકારે. [0] આ અનશન સ્વીકારરૂપ પચ્ચક્ખાણ, બીજો કોઈ પણ મરણ કાળે કરશે તે સંપૂર્ણ જ્ઞાની ઉત્તમ સ્થાન - મોક્ષે જશે. • સૂત્ર-૭૧ ઃ ધીર, જરા-મરણને જાણનાર, વીર, જ્ઞાન-દર્શન સહિત, લોકમાં ઉધોતકર, સર્વ દુઃખોનો ક્ષય બતાવનારા થાઓ. ૭ વિવેચન-૭૧ : બુદ્ધિ વડે તે શોભે તે ધીર-તીર્થંકર. જરા-મરણ એટલે વૃદ્ધત્વ અને નિધનમાં જ્ઞાના. વિશિષ્ટ જ્ઞાન-કેવળજ્ઞાન. ચૌદ રાજરૂપ લોકમાં ઉધોત્ કરવાવાળા. સર્વે દુરિતપાપ-કર્મોનો ક્ષય કરનાર. આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક સૂત્ર-૨, આગમ-૨૫નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22