Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ સ્થાનાંગ-ભૂમિકા જાણી શકાય છે. તેથી દ્વારોપન્યાસ ફળવાળો છે. તેના અનુક્રમે બે, ત્રણ, બે, બે ભેદો થાય છે. નિરુક્તિ આ રીતે - ઉપક્રમણ તે ઉપક્રમ તે [૧] ભાવ સાધન છે - શાસ્ત્રના ન્યાસદેશ સમીપીકરણ રૂપ છે. [૨] કરણ સાધન-ગુરુના વચન યોગ વડે ઉપક્રમ કરાય તે. [૩] અધિકરણ સાધન-શિષ્યનો શ્રવણભાવ હોય ત્યારે ઉપક્રમ કરાય તે. [૪] અપાદાન સાધન-વિનીત શિષ્યના વિનયથી ઉપક્રમ કરાય તે. તથા નિક્ષેપણ તે નિક્ષેપ-જે વડે, જેમાં અને જેનાથી કરાય છે તે. નિક્ષેપ-વ્યાસ-સ્થાપના એ પર્યાય નામો છે એ રીતે જે વડે, જેમાં, જેનાથી અનુગમન થાય તે અનુગમસૂત્રના ન્યાસને અનુકૂલ વ્યાખ્યા. એ જ પ્રમાણે નય-અનંત ધર્માત્મક વસ્તુના એક અંશનો પરિચ્છેદ. ૨૧ હવે આ ઉપક્રમ દ્વારોનો આ રીતે ક્રમ કરવાનું પ્રયોજન બતાવે છે - જે ઉપક્રમરહિત છે, તે સમીપીભૂત નથી, તેનો નિક્ષેપ ન થાય. અનિક્ષિપ્ત નામ આદિનો અર્થથી અનુગમ ન થાય. અર્થથી અનનુગતને નયોથી વિચારાતું નથી. આ રીતે ક્રમ છે. આ પ્રમાણે તે ફલાદિ દ્વારો કહેવાયા. હવે અનુયોગદ્વારના ભેદ કથનપૂર્વક આ જ અધ્યયનનો વિચાર કરાય છે. તેમાં ઉપક્રમ બે પ્રકારે - લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક છ ભેદે-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપક્રમ બે ભેદે૧-સચેતન, અચેતન, મિશ્ર-દ્વિપદ, ચતુષ્પદ, અપદરૂપ દ્રવ્યનું ગુણાંતર તે પરિકર્મ અને -૨-દ્રવ્યનો વિનાશ. એમ જ શાલિ ક્ષેત્રાદિના બે ભેદ છે. કાલને નાડિકાદિ વડે જાણવું. ભાવ-ગુરુ આદિના ચિત્તને ઇંગિત આકારાદિ વડે જાણવું તે. શાસ્ત્ર સંબંધી ઉપક્રમ પણ છ પ્રકારે છે. આ રીતે [૧] આનુપૂર્વી-દશ ભેદે છે. તેમાં ઉત્કીર્તન અને ગણનાનુપૂર્વી અહીં લીધા છે. ઉત્કીર્તન તે એક સ્થાન, બે સ્થાન આદિ. ગણન તે એક, બે સંખ્યા. તે ગણનાનુપૂર્વી ત્રણ પ્રકારે છે - પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. - x - [૨] નામ-દશ પ્રકારે-એક થી દશ સુધી. તેમાં છ નામમાં આ અધ્યયન છે, તેમાં પણ ક્ષાયોપશમિક ભાવમાં સમગ્ર શ્રુત ક્ષાયોપશમિક ભાવરૂપ છે. કહ્યું છે કે - છ પ્રકારના નામોમાં ભાવમાં ક્ષાયોપશમિકમાં શ્રુતનો સમવતાર થાય છે. કેમકે શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી સર્વ શ્રુત પામે છે. [3] પ્રમાણ-દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારે છે, તેમાં ક્ષાયોપશમિક ભાવરૂપ હોવાથી અહીં ભાવ પ્રમાણમાં અવતરે છે. કહ્યું છે - જેના વડે જે વસ્તુ મપાય તે પ્રમાણ. - x - આ અધ્યયન ભાવરૂપ હોવાથી ભાવપ્રમાણમાં સમવતરે છે. ભાવ પ્રમાણ ગુણ, નય, સંખ્યા ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ અધ્યયનનો ગુણ પ્રમાણ અને સંખ્યા પ્રમાણમાં જ સમવતાર થાય છે. નય-પ્રમાણમાં નહીં. કહ્યું છે કે - કાલિક શ્રુતમાં મૂઢ નયો સમવતરે નહીં - x - ગુણ પ્રમાણ બે ભેદે-જીવ ગુણ પ્રમાણ, અજીવ ગુણ પ્રમાણ. તેમાં અહીં જીવનો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઉપયોગરૂપ હોવાથી જીવગુણ પ્રમાણમાં અવતાર થાય છે. તેમાં પણ જ્ઞાનાદિ ત્રણ ભેદ છે, પણ અહીં જ્ઞાન પ્રમાણ લેવું. જ્ઞાન પ્રમાણમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ ચાર ભેદ છે. આ અધ્યયન આપ્ત ઉપદેશરૂપ હોવાથી આગમ પ્રમાણ છે. તેમાં પણ લૌકિક-લોકોત્તર ભેદ છે. પણ પરમગુરુથી પ્રણીત હોવાથી સૂત્ર, અર્થ, ઉભયરૂપ લોકોત્તર આગમમાં સમાવાય છે. ૨૨ લોકોત્તર આગમ પણ આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ ત્રણ ભેદે છે. અર્થથી-તીર્થંકર, ગણધર, તેના શિષ્યો, સૂત્રથી ગણધર અને તેના શિષ્યો, પ્રશિષ્યોની અપેક્ષાએ યથાક્રમે આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ છે. સંખ્યા પ્રમાણ અન્યત્ર કહેલ છે. તેમાં આ અધ્યયનનો પરિમાણ-સંખ્યામાં અવતાર થાય છે. તેમાં પણ - ૪ - આ કાલિક શ્રુત હોવાથી કાલિક શ્રુત પરિમાણ સંખ્યામાં, તેમાં પણ શબ્દની અપેક્ષાએ સંખ્યાત અક્ષર, પદાદિ સ્વરૂપ વડે સંખ્યાત પરિમાણાત્મક, પર્યાય અપેક્ષાએ અનંતગમ પર્યાયરૂપ હોવાથી અનંત પરિમાણાત્મક સંખ્યામાં અવતરે છે. - X - [૪] વક્તવ્યતા-સ્વસમય, પરસમય, સ્વ-પર સમય ભેદે ત્રણ છે. તેમાં અહીં સ્વસમય વક્તવ્યતા જાણવી, સર્વ અધ્યયનો સ્વસમયરૂપ છે. કહ્યું છે કે - પરસમય, ઉભયસમય સમ્યગ્દષ્ટિને સ્વસમય છે, તેથી સર્વે અધ્યયનો સ્વામય જ છે. અધિકાર વક્તવ્યતા વિશેષ જ છે, તે એકત્વ વિશિષ્ટ આત્માદિ પદાર્થના કથનરૂપે છે. તથા પ્રત્યેકદ્વારમાં અધિકૃત અધ્યયન સમવતાર લક્ષણરૂપ છે - x - પુનઃકથન કરતા નથી. નિક્ષેપ ત્રણ પ્રકારે - ઓઘ, નામ, સૂત્રાલાપક નિષ્પન્ન. કહ્યું છે - નિક્ષેપ પદાનુસાર શાસ્ત્ર સુખે ભણાય અને ગ્રહણ કરાય છે. તેથી ઓઘનામક સૂત્રનિક્ષેપ અવશ્ય કરવો. તેમાં ઓઘ એ સામાન્યથી અધ્યયનનું નામ છે. કહ્યું છે - ઓઘ ચાર પ્રકારે છે - અધ્યયન, અક્ષીણ, આય અને ક્ષપણા. તે પ્રત્યેકનું શ્રુત અનુસારે નામાદિ ચાર પ્રકારે વર્ણવીને ક્રમશઃ તેના ભાવનિક્ષેપામાં એકસ્થાનની યોજના કરવી. ત્યાં અધ્યાત્મ-મન, તેમાં શુભમાં ગમન થયું. અર્થાત્ આત્માનું ગમન થાય છે. જેથી અધ્યાત્મ શબ્દ વાચ્ય જે શુભ મન તેનું આત્મામાં લાવવું થાય છે. અથવા બોધાદિની અધિક પ્રાપ્તિ જેનાથી થાય તે અધ્યયન જાણવું. - ૪ - ભણાય, વિશેષપણે સ્મરાય કે જણાય તે અધ્યયન છે. તથા દેવા છતાં જે ક્ષીણ ન થાય તે અક્ષીણ અથવા અણુસ્કૃિત્તિ નયથી આ લોકની માફક કદી ક્ષીણ ન થાય તે અક્ષીણ, જ્ઞાનાદિ લાભના હેતુથી આય, પાપકર્મનો નાશહેતુ હોવાથી ક્ષપણા કહેવાય છે. નામનિષ્પન્ન નિક્ષેપામાં આનું “એકસ્થાન' એવું નામ છે. તે માટે એક અને સ્થાન શબ્દનો નિક્ષેપ કહેવો જોઈએ. ‘એક'ના નામાદિ સાત ભેદ છે. કહ્યું છે - નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાયદ, સંગ્રહ, પર્યાય, ભાવ એ ‘એક' શબ્દના સાત નિક્ષેપા છે. - તેમાં -

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 379