Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદ્ય મુરબ્બી શ્રી વ્રજલાલભાઈનું જીવન ચરિત્ર
વ્રજલાલ દુર્લભજી પારેખને જન્મ રાજકેટમાં સંવત ૧૯૪૫ ના પિષ સુદી ૨ ગુરૂવાર તા. ૩-૧-૮૯ ના રોજ શ્રી દુર્લભજી સીરાજ પારેખને ત્યાં થયે હતે.
શ્રી દુર્લભજી પારેખને ફક્ત શ્રી વ્રજલાલભાઈ એકના એક પુત્ર હતા. અને બીજા પુત્રી શ્રી ઝબકબેન હતા. કુટુંબ ગરીબ હતું પણ ઘણુ ખાનદાન હેવાથી પિતાને વ્યવહાર ઘણું જ વ્યવસ્થિત રીતે ચલાવતા.
શ્રી વ્રજલાલભાઈ એ સને ૧૯૦૭ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. ૧૯૦૮ માં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકેટમાં ફક્ત રૂ. ૧૨ ને માસિક પગારથી પિતાનું જીવન શરૂ કર્યું.
જ્યારે તે હાઈસ્કૂલને અભ્યાસ કરતા હતા ત્યારે જૈન શાળા તેમ જ બીજા ટયૂશન રાખી કુટુંબની આવકમાં, નાની ઉમરથી સહાય કરતા અને પિતાના અભ્યાસને ખર્ચ કાઢતા. આ રીતે જુદી જુદી શિક્ષણ સંસ્થામાં લગભગ ૧૫ વર્ષ નોકરી કરી. તેમાં કરણસીંહજી મીડલ રકુલ રાજકોટ, બાબુ પનાલાલ પુનમચંદ જૈન હાઈસ્કૂલ (મુંબઈ) ઍલે વરનાકયુલર જૈન પાઠશાળા પાંચેરા (ખાનદેશ), શેઠ લછમનદાસ મુલતાનમલ – હિંદી જૈન પાઠશાળા – જલગામ, તે બાદ વરખેડી (ખાનદેશ) માં જીનીંગ ફેકટરીમાં મેતાજી તરીખે કામ કર્યું. તે બાદ દેવલાલી બે વર્ષ શરૂઆતમાં ફેન્સી માલની દુકાન કરી, પણ તેમાં ન ફાવવાથી ફરી શક્ષણનું કાર્ય શરૂ કર્યું.
દેવલાલીમાં પ્રાઈવેટ ટયૂશનની જુદા જુદા શેઠીઆઓને ત્યાં નેકરી કરી. પરંતુ તેમાં જોઈએ તે પિતાના વિકાસને માર્ગ ન જણાયાથી સને ૧૯૨૯ માં મુંબઈમાં દિનશાહ નામદાર એન્ડ કું. ક્રાફર્ડ મારકેટના ટાવરની નીચેની દુકાનમાં મેતાજી તરીકે કામ કર્યું. તે બાદ મુંબઈને દવાવાળા પેરી કુ. માં મુખ્ય હિસાબનીશ તરીકે એકધારૂ ૩૨ વર્ષ કામ કર્યું. અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨