Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ શ્રી રામજીભાઈ જેવા નિસ્પૃહી નિરભિમાની દાતાઓ સામાન્ય રીતે દુર્લભ જ હોય છે. તેમણે આ સખાવતે પોતાના જીવનનું કર્તવ્ય માનીને કરી છે. (11) શ્રી રામજીભાઈને સ્થાનકવાસી જૈન ધર્મમાં ઊડી શ્રદ્ધા છે. વારસામાં મળેલા ધર્મ સંસ્કારોના પ્રેરક બળે શ્રી રામજીભાઈ તથા તેમનું કુટુમ્બ આત્મસાધના કરી રહ્યું છે. કોઈ પણ સંપ્રદાયના ભેદભાવ વગર પૂ. સાધુ સાધ્વીજીઓ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવે છે અને પિતાના સ્વધર્મ બંધુએને કેવી રીતે ઉપયોગી થવાય એવી ભાવના સેવે છે. (12) અનાથ, અપંગ, નિરાધાર માટે તે તેઓ “મીઠી વીરડી” સમાન છે, જેનું કઈ ન હોય તેઓની ભેર તાણવામાં પોતાની જીંદગીને હા માણી રહ્યા છે. (13) જૈન સમાજની નાની મોટી અનેક પ્રવૃત્તિઓ સાથે પિતે સંકળાયેલા છે અને તેમાં મોટા ભાગે આગેવાની ભાગ ભજવી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે. (14) શ્રી રામજીભાઈની પ્રકૃતિ સૌમ્ય છે, સ્વભાવે શાંત તથા મિલનસાર છે. મક્કમ મનના તથા સ્વતંત્ર વિચારક છે, આચાર-વિચારની એકતા છે. તેમનું અંતઃકરણ કરૂણુ તથા વાત્સલ્ય ભાવથી ભરેલું છે. (15) તા 28-2-46 ના રોજ બપોરના 12 વાગ્યાના સુમારે શ્રી રામજીભાઈના પૂ. પિતાશ્રી શામજીભાઈ વીરાણીનું રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયું છે. સમાજમાં તેઓ “બાપા” ના વાલીયા નામથી ઓળખાતા હતા. તેઓ ખૂબ ધર્મિષ્ટ, દયાળુ સ્વભાવના હતા અને તેમનું હૃદય અનુકંપાથી છલકતું હતુ–તેઓ ગરીબના બેલી અને રાંકને માળો ગણાતા હતા. પૂ. માતુશ્રી કડવીબા, એટલા જ ધર્મપરાયણ અને ભદ્દીક સ્વભાવના હતા. તેઓશ્રીનું વ્યક્તિત્વ જગદંબા સ્વરૂપ હતું. તેઓનું અવસાન પણ રાજકોટમાં તા. 11-9-54 ના રોજ સવારે 7-30 વાગે ખૂબ શાંતિ સમાધિમાં, અને ધર્મમય વાતાવરણમાં થયું છે. માતાપિતાનું ઋણ સંપૂર્ણ અદા કરવા સંતાને સમર્થ નથી, તેમ છતાં શ્રી રામજીભાઈએ પોતાના પુનિત માવિત્રની સ્મૃતિ રાખવા અને કિંચિત ઋણમુક્ત થવા અમુક અમુક સંસ્થાઓ સાથે તેમના નામે જોયાં છે. જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં સૂર, નહી તે રહેજે વંઝણી, મત ગુમાવે નૂર. એવી રીતે શ્રી રામજીભાઈએ પિતાના જીવનથી માતાની કૂખ ઉજાળી છે. (16) શ્રી રામજીભાઈ વિરાણીને આરોગ્ય ભરેલું દીર્ધાયુષ્ય મળે અને હજુ પણ સમાજ-સેવાના અનેકવિધ કાર્યો તેઓના વરદ હસ્તે થતાં રહે, એ શાસનદેવ પ્રત્યે અમારી નમ્ર પ્રાર્થના છે, શ્રી સ્થાનાંગ સૂત્રઃ 01