________________
138
અગડદત્ત કથા
અગડદત્તને અશ્વ ખેલાવવાની ઈચ્છા થઈ, તેણે પિતાજીની સામે જોયું. પિતાએ પણ અગડદત્તની આંખમાંથી તેની ઈચ્છા વાંચી લીધી, અને અગડદત્તને અશ્વોનું નિરીક્ષણ કરવા અનુજ્ઞા આપી.
અગડદત્ત પણ ખુશ થઈ પેલા વેપારી સાથે નીકળ્યો.
અનેક દેશોના, વિવિધ વર્ણના, વિવિધ જાતિના અશ્વોનું નિરીક્ષણ કરતા કરતા એક વિશિષ્ટ અશ્વ અગડદત્તની નજરમાં આવી ગયો.
એ અશ્વના શરીર પર સ્નિગ્ધ અને સુક્ષ્મ રુંવાટી હતી, એની કંધરા વક્ર અને ઉન્નત હતી. પીઠ ભાગ સુવિસ્તૃત અને સ્થૂલ હતો. મધ્યભાગ પાતળો અને મુખ અતિ માંસલ હતું. તેનો વર્ણ શ્વેત હતો. જોતાં જ ચિત્ત હરી લે તેવો એ ઘોડો હતો.
અગડદત્તને અશ્વ પર સવારી કરવાનું મન થઈ ગયું. વેપારીએ પલાણ બરાબર ગોઠવી. અગડદત્ત નજીકમાં એક-બે ચક્કર લગાવ્યા અશ્વની ગતિ વગેરે એટલું સરસ હતું કે અશ્વ પરથી ઉતરવાનું મન જ ન થાય.
અગડદતે ત્રીજું ચક્કર લગાવ્યું ત્યારે આ ઘોડો જરા બીજા રસ્તા તરફ ચાલ્યો એટલે અગડદત્ત તેને વાળવા લગામ ખેંચી. જેવી લગામ ખેંચી કે ઘોડાએ ગતિ વધારી. અગડદત્તના સાથીઓએ અગડદત્ત મોટુ ચક્કર લગાવવા જતો હશે” એવી કલ્પના કરી, અમુક ઘોડેસવારો સાથ આપવા પાછળ ગયા.
આ બાજુ અગડદતે પણ ઘોડાને ઊભો રાખવા લગામ જોરથી ખેંચી અને ઘોડો તો પવનની જેમ ઊડવા જ લાગ્યો.
અન્ય ઘોડેસવારો એ ઘોડાની આટલી બધી ગતિ જોઈ ગભરાયા “નક્કી આ ઘોડો વક્રશિક્ષિત હશે” “રાજકુમારને ક્યાંય દૂર લઈ જશે” આપણે જલ્દી ભેગા થઈ રાજકુમારનો બચાવ કરવો જ પડશે.” એકે સલાહ આપી.
બધા ઘોડેસવાર અગડદત્તની પાછળ પોતાના ઘોડાઓને તીવ્રવેગે દોડાવ્યા. પણ પેલા ઘોડાની ગતિ એટલી તે તીવ્ર હતી કે ક્ષણવારમાં તો અગડદત્ત દ્રષ્ટિ ગોચર થતો પણ બંધ થઈ ગયો, કેટલાક તો થાકીને પાછા વળ્યા. અને કેટલાકે ઘોડાના પગલાને અનુસરી આગળ વધવા પ્રયત્ન કર્યો.
આ બાજુ અગડદત્તે પેલા અશ્વને ઊભો રાખવા ઘણી મથામણ કરી. પણ પરિણામ નિષ્ફળ, ગામથી યોજનો દૂર પોતે પહોંચી ગયો છે. એ ખ્યાલ તો આવી જ ગયો પણ અટવીમાં પોતે માત્ર એકલો જ છે. એ વાસ્તવિકતા પણ નજર સમક્ષ આવી ગઈ.
મધ્યાહનનો સમય થઈ ગયો. હવે ઘોડાને કોઈ રીતે રોકી શકાય તેવી સ્થિતિ નથી. એવી પરિસ્થિતિ જણાઈ આવતા કુમારે વિચાર્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org