________________
અગડદત્ત રાસ
633
સોમદત્તનું ઘર પુછતો હો રાજ, કે આવ્યો બેઠો છે જ્યાં કે તુમણે; અનુસારે વિપ્રણે ઓલખો હો રાજ, કે પણપ્રત્ય કીધો ત્યાહ કે તુમણે૦. ૭ આદર માણ દીધો ઘણો હો રાજ, કે બોલાવો બહુમાણ કે તુમણે; કુમરણે વિષે પુછીલ હો રાજ, કે “ઘર છે કુસલ કલ્યાણ કે તુમણે. ૮ કુણ દેસથી તુમ આવિઆ? હો રાજ, કે વાસો કહે ગામ કે? તુમણે; જાત-ભાત કહો તુમતણા હો રાજ, કે ભાખ્યો આપણું નામ કે તુમણે.. ૯ કુમર વલતો બોલીઓ હો રાજ, કે “રહવા વસંતપુર ગામ કે તુમણે; ક્ષત્રીવંસ અમતણા હો રાજ, કે અગડદત્ત મુઝ નામ કે તુમણે. ૧૦ સોમદત્ત એહવું સાંભલી હો રાજ, કે ચિંતે મનમાં તામ કે તુમણે; “મારો મીત્ર તીહાં વસે હો રાજ, કે આંસુ આવ્યા જામ કે તુમણે. ૧૧ કુમર પુછે વિપ્રણે હો રાજ, કે “રુદન કરો છો કેમ? કે તુમણે; કુણ તેમણે સાંભલી?” હો રાજ, કે ભાખઈ કુમર એમ કે તુમણે. ૧૨ વિપ્ર પાછુ બોલીઓ હો રાજ, કે નસાસો નાખી કામ કે તેમણે; “સુરસણ મીત્ર મુઝતણો હો રાજ, કે રહેતો તુમારે ગામ કે તુમણે. ૧૩ વાલેસરી મુઝને સાંભરો હો રાજ, કે હીયડુ ભરાનું તામ કે તુમણે; તેણે અમારે હીત ઘણા હો રાજ, કે કેહતા નાવે કામ કે તુમણે. ૧૪ સો જોયણ વાલા ગીયા હો રાજ, કે ઉપર વલી પંચાસ કે તુમણે; તોડી હીયડુ ઉલસે હો રાજ, કે મન ના મુકે આસ કે તુમણે. ૧૫ કુમર એહવું સાંભલી હો રાજ, કે બોલસે હવે મહીપાલ કે તુમણે; છઠી ઢાલ ઢલકતી હો રાજ, કે શાંત કહે ઉજમાલ કે તુમણે.
૧૬
૧. હેત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org