Book Title: Adhyatmayogi Sahajanandji Varni
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વણી ૨૫૭ તેમની વિરક્તતા વધતી ગઈ અને લગભગ બે વર્ષ પછી કાશીમાં સાતમી પ્રતિમાનાં વ્રત ગ્રહણ ક્ય. તે ઉપરાંત તેમણે જબલપુરમાં આઠમી, બાલાસાગરમાં નવમી તથા ડિસેમ્બર ૧૯૪૮ માં આગરામાં બડે વણજી સમક્ષ દશમી પ્રતિમા ધારણ કરી. સ્વાધ્યાય જ્ઞાનાર્જન દ્વારા તેમની જ્ઞાન-વૈરાગ્ય દશા વધવા લાગી અને વિ. સં. ૨૦૦પમાં હસ્તિનાપુર ક્ષેત્રો પૂજય શ્રી બડે વર્ગીજી સમક્ષ મુલકની અગિયારમી પ્રતિમા ગ્રહણ કરી. ત્યારથી તેઓ “છોટે વણજી’ના નામથી પ્રસિદ્ધ થયા. તેઓનું ઈ. સ. ૧૯૭૪ નું ચાતુર્માસ અમદાવાદમાં થયું હતું. અહીં તેમની ૧૮મી જન્મજયંતિ ઉલાસપૂર્વક ઊજવવામાં આવી હતી અને સર્વધર્મસમ્મલન પણ ભરવામાં આવ્યું હતું. શ્રી આત્માનંદજી તથા શ્રી ગોકુળભાઈએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તેમની પાસે જ લીધી હતી. તેમની કેટલીક કૃતિઓનો ગુજરાતી તથા અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે, જેમાં વ્યસંગ્રહ ટીકા” અને “Address to self' મુખ્ય છે. તેઓની દષ્ટિ વિશાળ અને આધ્યાત્મિક હતી, જેથી શ્રીમદ્ રાજચંદ્ર વિહારભુવન, ઈડર મુકામે પણ તેઓ ગયા હતા અને મુમુક્ષુઓ સાથે ધર્મવાર્તા અને પ્રશ્નોત્તરી કર્યા હતાં. સફળ લેખક અને અધ્યાત્મ-પૂવકના : વણજી તેમનાં ત્યાગ, તપસ્યા અને વિદ્રત્તા માટે અત્યંત પ્રસિદ્ધ થયા. સાથે સાથે તેઓ ઉચ્ચકોટિના અધ્યાત્મલેખક તથા પ્રવક્તા તરીકે પણ જાણીતા થયા. તેઓ ગંભીર અધ્યાત્મવિષયને પણ સુબોધસરલ શૈલીમાં સમજાવી શકતા. તેમની બોધશૈલી આકર્ષક તથા ભાવગમ્ય હતી. ઉત્તર પ્રદેશમાં તેમનો પરિચય સમ્પર્ક વિશેષ રહ્યો અને સહારનપુર, મેરઠ, મુઝફફરનગર, દિલહી વગેરેમાં અનેક સજજનો તેમના મધુર વ્યક્તિત્વ તથા પ્રવચનશૈલીથી પ્રભાવિત થયા હતા. વર્ણીજી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં તેમના મધુરમોહક ઉપદેશથી જનસમુદાય પ્રભાવિત થઈ જતો. ચારે અનુયોગો પર તેમની અદ્દભુત પકડ હતી. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટસહસ્ત્રી, પરીક્ષામૂળ વગેરે અનેક ગ્રંથો પર તેમણે પ્રવચનો કર્યા, જે પુસ્તકાકારે પણ પ્રગટ થયાં છે. પૂ. વણજીની નાનીમોટી મળીને કુલ પ૬પ જેટલી કૃતિઓ ઉપલબ્ધ છે, જેમાંથી ૬૫ હસ્તલિખિત તથા ૫૦૦ પ્રવચનના રૂપમાં છે. આટલા વિશાળ ગ્રન્થસમુદાયના તેઓ કર્તા હોવા છતાં સહજતા, સરલતા, નિરભિમાનતા, નિર્લેપતા, નિષ્પક્ષતા, નિર્ભીકતા આદિ અનેક ગુણોથી તેમણે પોતાના જીવનને સુશોભિત કર્યું હતું. છેલ્લા કેટલાયે દાયકાઓમાં આટલા બધા ગ્રન્થોની રચના કોઈ એક વ્યક્તિએ કરી હોય એવું જાણમાં નથી. વણજી સાચે જ એક સિદ્ધહસ્ત લેખક અને પ્રવક્તા હતા. તેમની પરમાત્મઆરતી’, ‘આત્મકીર્તન', સહજાનંદ ગીતા”, “સપ્ટદશાંગી ટીકા', આદિ અનેક રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. “હું સ્વતંત્ર, નિશ્ચલ, નિષ્કામ, જ્ઞાતા, દષ્ટા, આતમરામઆ આત્મસંબોધનરૂપી કીર્તન તો ધેર-ધેર ગૂંજે છે. તેમની ભાષા-શૈલી હંમેશા રોચક તેમજ આધ્યાત્મિકતા દાર્શનિકતાથી ઓતપ્રોત રહેતી. ( ૯ અર્વાચીન જૈન જ્યોતિરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4