Book Title: Adhyatmayogi Sahajanandji Varni Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ ૩૮. અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વ ભૂમિકા : આપણા દેશની જ્ઞાનની પરમ્પરા અત્યંત ઉજજ્વળ અને પ્રાચીનતમ છે. આ પરમ્પરાને અક્ષુણ—અવિચ્છિન્ન રાખવાનું શ્રેય શાની—વિદ્વાન ગુરુઓ તથા જિજ્ઞાસુ સાધકોને ફાળે જાય છે, જેમને આવી ઉત્તમ પરમ્પરાના અંગરૂપ ગણી શકાય એવા શ્રી સહજાનન્દજી મનોહરલાલજી વર્ણી ઉચ્ચકોટિના વિદ્રાન. ત્યાગી, અનુપમ અધ્યાત્મગ્રંથ-લેખક અને વિશિષ્ટ વક્તા તરીકે સૌને માટે પ્રેરણારૂપ છે. તેઓશ્રી અનેક આધ્યાત્મિક, દાર્શનિક અને સૈદ્ધાંતિક ગ્રન્થોની રચના દ્વારા સ્વપર કલ્યાણનું ઉત્તમ, અનુકરણીય અને પ્રશંસનીય કાર્ય કરી ગયા છે. સમાજ તેમના ઋણમાંથી કદી પણ મુક્ત થઈ શકે તેમ નથી. સતત જ્ઞાનસાધના અને અવિચ્છિન્ન સાહિત્યોપાસના દ્વારા સરસ્વતીની નિરંતર ઉપાસના કરનાર મહાન અધ્યાત્મગુરુ શ્રી ગણેશપ્રસાદજી વર્ણીજી(બડે વર્ણીજી)ની પરંપરામાં થયેલા તેમના આ શિષ્યે ઉત્તમ ધારણાશક્તિ અને તેજસ્વી પ્રતિભા દ્વારા “છોટે વર્ણીજી”નું તથા ‘સહજાનંદ’નું બિરુદ સાર્થક કરી બતાવ્યું હતું. બાલ્યકાળ : શ્રી મનોહરલાલજી વર્ણીનો જન્મ વિ. સં. ૧૯૭૨ ના કારતક વદ દશમના રોજ ઝાંસી જિલ્લા અંતર્ગત દમદમા ગામમાં માતુશ્રી તુલસીબાઈની કૂખે ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4